ચિપકૂ બોયફ્રેંડથી છુટકારો મેળવવાના આ રહ્યાં ઉપાય

Posted By:
Subscribe to Boldsky

ચિપકી રહેવું કોઇપણ સંબંધમાં તિરાડ પેદા કરી રહ્યાં છે. કોઇપણ સંબંધ ત્યારે સારો થઇ શકે છે જ્યારે પાર્ટનર્સ એકબીજાને સમય આપે. આપણા બધાનું વ્યક્તિત્વ અલગ છે જે આપણા વહેવાર, પહોંચ અને આપણી માન્યતાઓમાં જોવા મળે છે. એક ચિપકુ બોયફ્રેંડ પણ ખૂબ ગુસ્સો પેદા કરે છે અને કોઇપણ સંબંધના લાઇટ નુકસાનકારી સાબિત થઇ શકે છે.

ભગવાન બચાવે આવા ચિપકુ બોયફ્રેંડથી! તે ફક્ત તમારો બોયફ્રેંડ છે, ના કે તમે તેની સાથે ચોવીસ કલાક રહેવાનો વાયદો કર્યો છે. આ સ્થિતિથી નિકળવા માટે તમારી પાસે ઘણી રીતો છે. તમે કદાચ તેને હર્ટ પણ કરવા માંગતા નથી.

તમારા બોયફ્રેંડને કહો કે તે તમારીથી વધુ ચિપકી રહ્યો છે અને તમારો સંબંધ વધુ સારો થઇ શકે છે જો આપણે એકબીજાને સમય આપીએ. ઘણીવાર તો એવું થાય છે કે ફક્ત સમય આપવાથી કામ ચાલતું નથી, એવામાં તમે તમારા બોયફ્રેંડથી છુટકારો મેળવવા માંગો છો.

ઘણા કારણોથી વ્યક્તિ આવો ચિપકુ વહેવાર કરી શકે છે જેમ કે આત્મવિશ્વાસની કમી, તમારા પર વિશ્વાસ ન હોય, સામાજિક દાયરો ઓછો હોવો, તમારા પર વધુ હક દાખવવો વગેરે. અમે તમને આવા ચિપકુથી પીછો છોડવવાની કેટલીક રીતો બતાવી રહ્યાં છે.

પૂર્ણ સુનિશ્વિત રહો
તમે તમારા બોયફ્રેંડથી છુટકારો મેળવો તે પહેલાં આ સંબંધથી થનાર ફાયદા અને નુકસાન જોઇ લો. જો ફક્ત તમને તેના ચિપકુપણાની ફરિયાદ છે અને બાકી બધુ બરોબર છે તો તેને યોગ્ય માર્ગ બતાવો અને તેને દૂર કરવાનો ખોટો નિર્ણય ના લો.

ઇમાનદાર રહો
આવા પાર્ટનરથી છુટકારો મેળવવાની સૌથી સારી રીત છે તેની સાથે સંબંધ તોડી દો. ધ્યાન રાખો કે તમે તેની સાથે સંપૂર્ણપણે ઇમાનદાર રહો. તેને હર્ટ કર્યા વિના તેને કહી દો કે તમે તેની સાથે કેમ સંબંધ તોડી રહ્યાં છો? તેને તેની ભૂલી ના ગણાવો પરંતુ તેને એક સભ્ય રીતે કહી દો.

સામસામે વાત કરો
પોતાના બ્રેકઅપ વિશે વાત કરવી ખૂબ અસહજ હોય છે. પરંતુ પ્રયત્ન કરો કે આ અંગે આમને-સામને જ વાત કરો. આનાથી એક તક મળશે જો પોતે આ ચિપકવાની આદત છોડી દેવોનો હોય તો. આ તમારા ચિપકુ બોયફ્રેંડથી છુટકારો મેળવવાની એક સારી રીત છે.

3cling3

ભાવનાઓમાં વહી જતાં બચો
તે સારી પળો, સુંદર વેલેન્ટાઇન ગિફ્ટ્સ અને પ્રેમભરી વાતો તમને આમ કરતાં અટકાવી શકે છે પરંતુ જો તમે એકવાર નિર્ણય લઇ લીધો તો ભાવનાઓમાં વહીને તમારો પ્લાન ખરાબ ન કરશો.

ફરીથી સંપર્કમાં ના આવો
એકવાર તમે એવા બોયફ્રેંડને છોડી દો તેને સંપૂર્ણપણે ભૂલી જાવ. તેની સાથે ફરીથી વાત કરવાનો પ્રયત્ન ન કરો અને સોશિયલ મીડિયા પર પણ તેની સાથે કનેક્ટેડ ના રહો. આ તમારા ચિપકુ બોયફ્રેંડથી છુટકારો મેળવવાની સારી રીત છે.

English summary
There are many reasons why a person could have this clinging behaviour. Lack of confidence, trust issues, no social network or over possessiveness can be a few reasons. The following are a few ways to get rid of clinging boyfriend.
Story first published: Wednesday, December 10, 2014, 12:10 [IST]