For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમારો પ્રેમ સાચો હશે તો તમે અનુભવશો તેના માટે આ ભાવનાઓ!

|

તમે કદી પ્રેમમાં પડ્યા છો? તો આગળ જે લાઇન લખવાની છું તે તમે સારી રીતે સમજી શકશો કે..."પ્રેમ કરવો સરળ છે પણ નિભાવો મુશ્કેલ!" પ્રેમ એટલી આકર્ષક વસ્તુ છે કે તેમાં બહુ જલ્દી પડી જવાય છે. પણ પ્રેમમાં પડ્યા પછી શું તમને જે તે વ્યક્તિ સાથે જીવનભર સાથે રહેવાની ઇચ્છા થઇ છે? શું તમને તેવું લાગે છે કે તે તમારી માટે જ બન્યો છે. જ્યારે આવા સવાલો મગજમાં આવેને ત્યારે મન બંધ પડી જાય છે અને મગજ ચાલવા લાગે છે.

Read also: શું તમારો પ્રેમ, પ્રેમ નથી લસ્ટ છે?

ત્યારે તેવું કયું પરિબળ હોય છે જે બે લોકોને હંમેશા માટે જોડે છે? પ્રેમમાં તો પડી જવાય છે પણ ક્યારેક આપણે તેવા સંબંધમાં બંધાઇ જઇએ છીએ જેમાં તમને થાય છે કે તમે ખરેખરમાં એક બીજા માટે બન્યા છો. ત્યાં મગજના તર્ક કામ જ નથી કરતા. બસ મનમાં માસૂમ ભાવ, એક પ્રબળ ઇચ્છા અને ભવિષ્યના સુંદર સપના જ મન, મગજ પર હાવી થઇ જાય છે. કોઇ તર્ક કામમાં નથી લાગતો! ત્યારે કેવી રીતે ખબર પડે કે તમારો પ્રેમ એકબીજા માટે "પરફેકટ" છે? કે તમે બન્ને એકબીજા માટે જ બન્યા છો?

Read also : આ 10 વાતોનો અહેસાસ ખાલી પહેલો પ્રેમ જ આપી શકે છે!

જો કે દરેક સંબંધ પોત-પોતાની રીતે અલગ હોય છે. પણ તેમ છતાં અમુક પરિબળો હોય છે જે સમાન હોય છે. તો જો તમને પણ કદી લાગ્યું હોય કે સામે વાળી વ્યક્તિ ખાલી અને ખાલી તમારા માટે જ બની છે તો તમને નીચે મુજબ અનુભૂતિઓ જરૂરથી થઇ હશે...

પોતાનાપણું

પોતાનાપણું

જ્યારે તમે તે વ્યક્તિ સાથે હોવ તો તમે તેવું લાગે કે તમે તમારા કોઇ નાનપણના મિત્ર કે કોઇ બહુ જ ખાસ વ્યક્તિ સાથે છો. ત્યાં તમારે સુપરમેન કે મિસ. પરફેક્ટ બનવાની જરૂર નથી હોતી. તમે જેવા છો તેવા રહીને પણ તેના સાથમાં બહુ ખુશ હોવ છો. તમારે કંઇ છુપાવું નથી પડતું. તમે તમારા રહસ્ય કે કોઇ પણ નબળાઇ બહુ સરળતાથી કહી શકો છો. અને તેની હાજરી માત્રથી જ તમારા મનમાં તેવું લાગવા લાગે છે કે "હવે તમારા જીવનમાં બધુ બરાબર થઇ જશે!"

સહેવાસની ઝંખના

સહેવાસની ઝંખના

દરેક પ્રેમની શરૂઆતમાં તમને એકબીજાના સાથની સહેવાસની ઝંખના થાય તે સામાન્ય વાત છે. પણ હમસફર તેવા જ લોકો બને છે જેમના સંબંધો સમયને સમર્પિત નથી હોતા. ભલે તે તમારા મિલનનો પહેલા દિવસ હોય કે 100મો તમે તેમ છતાં તેનો સાથ ઝંખો છો. લાંબા સાથ પછી પણ તમને તેના સાથની ઝંખના રહે છે. તેમને તેવું લાગે છે કે જીવનભર બસ આમ જ ચાલતું રહે. આવો પ્રેમ શારીરીક ઇચ્છાથી કંઇક વધીને હોય છે. અને આ ભાવના જો લાંબા ગાળા સુધી રહે તો તે પુરાવો છે કે તમારો સંબંધ ખાસ છે.

એક સંબંધ જે વધુને વધુ જોડાતો જાય છે.

એક સંબંધ જે વધુને વધુ જોડાતો જાય છે.

આજકાલના કામચલાઉ પ્રેમથી હટીને આવા સંબંધોમાં તમે વધુને વધુ લોકોને જોડતા જાવ છો. જેમ આપણે અપ્રૂવલ લઇએ છીએ તેમ એક પછી એક તેના મિત્રો, પરિવાર સાથે તમે જોડાતા જાવ છો. અને તમે ભરપૂર પ્રયાસ કરો છો કે તમે ત્યાં પણ તમારી જાતને પુરવાર કરી શકો.

દુનિયાથી લડીને પણ પ્રેમની જીત

દુનિયાથી લડીને પણ પ્રેમની જીત

આવા સંબંધમાં તમે દુનિયાથી લડી લેવા પણ તૈયાર હોવ છો. તેનો સાથ મળી જાય તો બસ...દુનિયાથી લડીને પણ તમે તેની સાથે રહેવાના દરેક પ્રયાસ કરો છો. કારણ કે, તે વ્યક્તિ ત્યારે તમારી માટે સર્વોપરી હોય છે. અને તમારા ભવિષ્યમાં તેનું ના હોવું તેવો વિચાર માત્ર પણ તમારા માટે અશક્ય બની જાય છે.

પ્રેમ પણ અને આદર પણ

પ્રેમ પણ અને આદર પણ

તમને તેના માટે ખાસ આદર હોય છે. તેના કેટલાક વિચારોથી તમે કોઇ પણ તર્ક કર્યા વગર જલ્દી જ સહમત થઇ જાવ છો. બીજા શબ્દોમાં કહું તો તે તમારું "માન" બની જાય છે. એટલું જ નહીં ધણીવાર તમારી વચ્ચે વિવાદ થાય છે ત્યારે તમે સાચા પણ હોવ છતાં પણ તમે પોતાની સાચા-ખોટાની ચિંતા કર્યા વગર પ્રેમને પ્રાધાન્ય આપો છો.

બંધન નહીં વિશ્વાસ

બંધન નહીં વિશ્વાસ

જ્યારે પ્રેમ અપરિપક્વ હોય છે ત્યારે હંમેશા તેમાં બંધન હોય છે. પણ જ્યારે પ્રેમ પરિપક્વ હોય છે ત્યારે તેમાં બંધનોની જરૂર જ નથી પડતી. તેમાં તેટલો વિશ્વાસ હોય છે કે તમને લાગે છે કે તમારે આ સંબંધમાં કોઇ બંધનને મૂકવાની કોઇ જરૂર જ નથી. તમારો તેનામાં વિશ્વાસ જ તમને તમામ ભયોથી મુકત કરી દે છે.

શબ્દો નહીં આંખો જ કહી દે છે.

શબ્દો નહીં આંખો જ કહી દે છે.

આવા સંબંધમાં શબ્દોની જરૂર જ નથી પડતી. તમારા એક સ્મિત માટે તે દુનિયાના તમામ સુખ છોડવા તૈયાર થઇ જાય છે. તમારે દર વખતે પોતાને વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી પડતી તેની આંખોમાં જોઇને જ તમે એકબીજાના મનની વાત સમજી જાવ છો.

પ્રેમ એટલે કે...

પ્રેમ એટલે કે...

જો કે આવો પ્રેમ થવો, આવો સાથી મળવો આજના સમયમાં થોડો મુશ્કેલ છે. અને જો તમે આવી અનુભૂતિ કોઇના માટે અનુભવતા હોવ તો તમારે તેની સાથે લગ્ન કરી જ લેવા જોઇએ કારણ કે પ્રેમને નિભાવવા માટે ઉપરોક્ત દરેક પરિબળ ખૂબ જ જરૂરી હોય છે. અને પ્રેમ તો થઇ જાય છે પણ જો તેની નિભાવવામાં પણ આટલી સરળતા હોય તો જીવનરૂપી આ સફરને માણવું થોડું સરળ થઇ જાય છે! Smile

English summary
Love and romance and this make you made for each other.
Story first published: Tuesday, September 13, 2016, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X