ઇન્ટરનેટે બદલી છ કરોડ મહિલાઓની દુનિયા, જાણો કેવી રીતે!

Posted By:
Subscribe to Boldsky

નવી દિલ્હી, 21 જૂન : દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર કૂલ 15 કરોડ ઉપયોગકર્તાઓમાં લગભગ છ કરોડ મહિલાઓ છે, જે પોતાના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે ઇન્ટરનેટ ઇન્ટરનેટનો બખૂબી ઉપયોગ કરે છે.

ગૂગલ ઇન્ડિયા દ્વારા આ તાજી આંકડાકીય માહિતી મળી છે. ઇન્ટરનેટના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે ઇન્ટરનેટ પ્રચલન અને મહિલાઓની ખરીદારી નિર્ણય પર પડનાર પ્રભાવનું અધ્યયન કરવા માટે કરવામાં આવેલ સર્વેક્ષણનો અહેવાલ 'વુમન એન્ડ વેબ સ્ટડી' શીર્ષકથી ગુરુવારે જાહેર કર્યો.

આ રિપોર્ટ અનુસાર લગભગ છ કરોડ મહિલાઓ પોતાના દૈનિક જીવન સાથે જોડાયેલ કાર્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મહિલાઓ દ્વારા ગૂગલ પર કરવામાં આવેલ સર્વાધિક સંશોધનના આધારે દેશમાં મહિલાઓ વસ્ત્રો અને આભૂષણો માટે સૌથી વધારે સર્ચ કરે છે. ત્યારબાદ સૌથી વધારે સર્ચ કરવામાં આવતી વસ્તુમાં ખાદ્ય તથા પીણા પદાર્થ, બાળકોના દેખરેખની ચીજવસ્તુઓ, બાળકોની દેખરેખ કરનાર પ્રોડક્ટ તથા સ્કીનકેરની પ્રોડક્ટનો સમાવેશ થાય છે.

women
અધ્યયન અનુસાર સ્કિન, વાળ, ખાદ્ય તથા પીણા પદાર્થ સંબંધિત માટેનું સર્ચિંગમાં વધારો થયો છે. મહિલાઓ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં મોબાઇલ ફોનથી સર્ચ કરવાનું પ્રચલન વધારે ઝડપથી વધી રહ્યું છે તથા કૂલ સર્ચનું 25 ટકા મોબાઇલ દ્વારા કરવામાં આવ્યું છે.

ગૂગલ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ અને સંચાલન નિર્દેશક રાજન આનંદનએ કહ્યું કે 'આ રિપોર્ટથી માલૂમ પડે છે કે ભારતમાં મહિલાઓ સરળતાથી સૂચનાઓ સુધી પહોંચ બનાવીને તથા પોતાના દૈનિક જીવન સાથે જોડાયેલ નિર્ણય લેવામાં સૂચનાઓથી મળેલી જાણકારીનો ઉપયોગ ઝડપથી સશક્ત થઇ રહી છે.'

English summary
60 million women use Internet to manage everyday life said Survey.
Story first published: Friday, June 21, 2013, 14:56 [IST]