સંકેત: જે તમને જણાવશે કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે

Posted By:
Subscribe to Boldsky

શું તમારી પ્રેમિકા છે જે તમારી દરેક બાબતમાં બોલે છે? શું તે તમારી સાથે ટિખળ કરે છે, પોતાના દિલની વાત શેર કરે છે અને તમને બોલે છે? તો શું તમને એવું નથી લાગતું કે તે તમારી સાથે લગ્ન કરવામાં રસ ધરાવે છે. બની શકે કે તમને પણ તેની આ દરમિયાન થોડાંક અંશે સારી લાગતી હોય અને તમે તેને દરવખતે સામાન્ય ગણી હોય. પરંતુ આ વાત એટલી સામાન્ય નથી જેટલી તમને દેખાઇ છે.

બની શકે કે હવે તમારી પ્રેમિકા તમારી સાથે ભવિષ્ય વિતાવવા અંગે વિચારી રહી હોય અને તેના માટે તે તમને થોડા સંકેત આપવાના પ્રયત્ન કરી હોય. જી હાં, તમે બરોબર સમજ્યા. તમારી પ્રેમિકા તમને બતાવવા માંગે છે કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તે બોલ્યા વિના જ તમને એ વાતનો એહસાસ કરાવી રહી છે.

બની શકે કે તમારા મનમાં લગ્ન કરવાનો નિર્ણય હજુ સુધી આવ્યો ન હોય પરંતુ જ્યારે તમે અમારા દ્વારા બતાવવામાં આવેલા સંકેત વાંચશો તો તમને ખબર પડી જશે કે તમારી પ્રેમિકા તમારી સાથે લગ્ન કરવા માંગે છે. તો જરૂર વાંચો.

વધુ પડતી દરમિયાનગિરી

વધુ પડતી દરમિયાનગિરી

શું તમારી પ્રેમિકા તમારા દૈનિક જીવનમં વધુ પડતો હસ્તક્ષેપ કરે છે? શું તે તમને એમ પૂછે છે કે તમે શું કરી રહ્યાં છો, કેવી રીતે કરી રહ્યાં છો અથવા તો પછી ક્યાં છો? જો હા, તો તેને સંકેતના રૂપમાં વાંચો.

તમારા માતા-પિતાને મળવાનો ઉલ્લેખ

તમારા માતા-પિતાને મળવાનો ઉલ્લેખ

શું તમારી પ્રેમિકા વારંવાર તમારા ઘરવાળાઓને મળવા માટે કહે છે? આના દ્વારા ખબર પડે છે કે તે તમારા ઘરવાળાઓને ઇંપ્રેસ કરવા અંગે વિચારી રહી છે.

બાળકો જેવી વાતો કરવી

બાળકો જેવી વાતો કરવી

શું તે હંમેશા બાળકો જેવી વાતો કરે છે અથવા તો પછી તે તમારી પાસે પ્રેમ-દુલાર મેળવવાની ઇચ્છા ધરાવે છે? તો પછી તે તમને પતિના રૂપમાં જોવા માંગે છે.

પૈસાની બાબતે બોલવું

પૈસાની બાબતે બોલવું

જો તે એકસાથે નાણાંકીય, ખાસકરીને બચત, રોકાણ અને ભવિષ્યની યોજના પર ચર્ચા કરે છે તો, તે તમારી પાર્ટનર બનવા માંગે છે. જો તમે પણ તેની આ વાતો સારી લાગે છે તો લગ્ન કરી લો નહીંતર તેને સ્પષ્ટ ના કહી દો કે તે પૈસાની બાબતમાં દરમિયાનગિરી ના કરે.

તમારા કપડાં અને જીંદગીમાં દરમિયાનગિરી

તમારા કપડાં અને જીંદગીમાં દરમિયાનગિરી

જો તે એ વાતમાં દરમિયાનગિરી કરે કે તમારે ઓફિસમાં કયા કપડાં અને બજાર જતી વખતે કયા કપડાં પહેરવા જોઇએ તો તમે પોતે સમજી જાવ. જીંદગીની નાની વાતો પર તેનો જવાબ આવવા લાગે તો તમારી પ્રેમિકા નહી પરંતુ પત્ની બનવા માંગે છે.

ભવિષ્યની વાતો કરે

ભવિષ્યની વાતો કરે

જો તે પોતાને તમારા ભવિષ્ય સાથે જોડીને કોઇ વાત કરે તો સમજી જાવ કે તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. ઘર ખરીદવાનું પ્લાનિંગ કરવું, 10 વર્ષ બાદ કેવી જીંદગી હોય અથવા પછી ભવિષ્ય સાથે જોડાયેલી તમામ બાબતો ઇશારો કરે છે કે તે તમારી લાઇફમાં આવવા માંગે છે.

English summary
Do you love her but can’t really digest the thought of plunging into a more committed relationship with her? Well, marriage may not be on your mind, but there is a fair chance that it may well be the topmost thought on hers!