For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીની 5 સૌથી બિહામણી જગ્યાઓ

By
|

દિલ્હી ભારતનું પાટનગર છે કે જેની પાસે બતાવવા માટે ઘણી બધી કહાણીઓ છે. અહીં સૌથી સારા માર્ગો છે, જાત-જાતની સ્વાદિષ્ટ વાનગીઓ છે, લોકો માટે સારી જૉબ્સ છે અને કેટલીક રુંઆટા ઊભી કરી દેનાર બિહામણી જગ્યાઓ પણ છે. હા જી, આપ આ સાંભળીને ચોંકી ગયા હશો, પરંતુ આ વાતમાં કોઈ શંકા નથી કે દિલ્હી ભારતનું અતિપ્રાચીન નગર છે. યમુના નદીનાં કાંઠે આવેલા આ નગરનો ગૌરવશાળી પૌરાણિક ઇતિહાસ છે.

દિલ્હી શહેર પર અગાઉ મોઘલોનો વાસ રહ્યો. તે પછી વિદેશી સરકારનો. દિલ્હીમાં રહેતા લોકો ભલે તેના સૌંદર્ય તથા ઝાકઝમાળમાં ખોવાઈ ગયા હોય, પરંતુ તેઓ આ વાતનો ઇનકાર નથી કરી શકતા કે અહીં કેટલીક એવી જગ્યાઓ છે કે જે ભૂતિયા છે અને ત્યાંના વિશે લોકો પોતાના હૃદય કંપાવી દેનાર અનુભવોનો ખુલાસો કરે છે. તો આવો જાણીએ મિત્રો કે દિલ્હીમાં આ બિહામણી જગ્યાઓ કઈ-કઈ છે ?

દિલ્હી કૅંટ

આ દિલ્હીનો ખૂબ જ હર્યો-ભર્યો અને સુંદર વિસ્તાર છે. અહીંના ઘણા લોકોએ જણાવ્યું છે કે આ જગ્યા પર તેમણે સફેદ રંગના લિબાસમાં એક છોકરીને જોઈ છે કે જે લોકો પાસે લિફ્ટ માંગતી રહે છે અને જ્યાર લોકો તેને લિફ્ટ આપે છે, તો તે આપમેળે જ ગાયબ થઈ જાય છે.

ખૂની દરવાજો

તેનું નામ જ જણાવી રહ્યું છે કે આ જગ્યા બિહામણી હશે. ખૂની દરવાજાનું આ નામ ત્યારે પડ્યું કે જ્યારે અહીં મોઘલ સલ્તનતનાં ત્રણ શહેઝાદાઓ, બહાદુરશાહ ઝફરનાં પુત્રો મિર્ઝા મોઘલ તથા ક્રિઝ સુલ્તાન તથા પૌત્ર અબુ બકરને બ્રિટિશ જનરલ વિલિયમ હડસને નગ્ન કરી ગોળી મારી તેમની હત્યા કરી નાંખી હતી. તો જો આપ વિદેશી હોવ, તો આ ત્રણેયની આત્માઓથી બચતા રહો, કારણ કે આ ત્રણેય પોતાની બેઇજ્જતીનો બદલો લેવા માટે ઉત્સુક રહે છે.

જમાલી કમાલી મસ્જિદ

જમાલી કમાલી કોઈ બે ભૂતોનાં નામ નથી. આ તો બે મહાન સૂફી સંતોનાં નામ છે કે જેમને આ મસ્જિદમાં દફનાવવામાં આવ્યા હતા. લોકો કહે છે કે રાત્રિનાં સમયે આ વેરાન સ્થળે કેટલાક જિન્ન આવે છે કે જે લોકોના ગાલે થપ્પડ મારે છે અને પછી હવા તેમની પાછળ પડી જાય છે.

સંજય વન

દિલ્હીનું આ જંગલ પણ ભૂતોમાંથી બાકાત નથી. આ જંગલમાં ઘણા બધા જૂના વડના વૃક્ષો છે. તેથી અહીં આવનાર ઘણા શિકારીઓ જણાવે છે કે તેમણે એક મહિલાને સફેદ કપડામાં વડના વૃક્ષની પાછળ લપાતી જોઈ છે.

લોથિયન સેમેટ્રી

આ ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે કે જ્યાં અનેક પ્રકારની ભૂતોની વાર્તાઓ પ્રચલિત છે, જેમ કે કપાયેલુ માથુ ધરાવતુ ભૂત. કહે છે કે આ ભૂત પોતાના જમાનામાં એક યુવા સિપાહી હતો. તેની પ્રેમિકાએ તેને ફગાવી દીધો હતો. તેથી જ તેણે પોતાનું માથુ કાપી નાંખ્યુ. હવે આ ભૂત અમાવસની રાત્રે અહીં સહેલગાહે નિકળે છે.

English summary
spooky haunted places delhi
X