Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
બની શેક છે કે તમારા બાળકોને ક્રિકેટ, બેડમિન્ટન કે બાસ્કેટબોલ જેવી પારંપરિક રમતોમાં જરા પણ રસ ના હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને રમતમાં જરા પણ રસ નથી. બની શકે છે કે, તેને સાયસિક એટલે કે એડવેન્ચર રમતોમાં વધારે રસ હોય. રોક ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, બંજી જંપિંગ, નદી પાર અને રેપલિંગ જેવી સાહસિક ગતિવિધિઓ તમારું બાળક કરી શકે છે, કારણ કે આ સુરક્ષિત છે. ભારતમાં એવા ઘણા સંગઠનો છે, જે બાળકો માટે આવી રમતોનું આયોજન કરે છે.
સાથે જ જો તમારા બાળકને અભ્યાસમાંથી રજા નથી મળતી તો તમે ઉનાળાના વેકેશનમાં આવી રમતો રમવાની તક આપી શકો છો. જો તમારુ બાળક એકલું જવા ના માગે તો તેના મિત્રોને પણ આવી એડવેન્ચર ગેમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. તમે ઇચ્છો તો તમે પણ બાળકોની સુરક્ષા માટે ત્યાં જઇ શકો છો. દરેક મા-બાપે એ સમજવુ જરૂરી છે કે બાળકોનું શારિરીક અને માનસિક વિકાસ ત્યારે જ થશે જ્યારે તે બહાર જઇને રમશે ના કે ઘરમાં રહીને વીડિયો ગેમ રમશે.
ચાલો જાણીએ કેટલીક આવી જ રોચક અને સાહસિક રમતો, જેને રમીને તમારા બાળકોમાં આત્મવિશ્વાસ જન્મશે અને તે સાહસિક બનશે.
બાળકો માટે ખાસ ખેલ.

બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
રોક ક્લાઇમિંગઃ- આ ઘણી જ મજેદાર સ્પોર્ટ્સ છે, જેમાં બાળકોનો માનસિક અને શારિરીક વિકાસ થાય છે, પરંતુ માતા-પિતા હોવાના નાથે તમારે બાળકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવુ પડશે અને એ પણ જોવું પડશે કે ટ્રેનિંગ સેશન કોઇ મોટી વ્યક્તિ દ્વારા કરવામાં આવે

બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
ટ્રેકિંગઃ- તમે ઇચ્છો તો બાળકોને અડધો દિવસ અથવા તો આખી રાત માટે ટ્રેકિંગ કેમ્પ પર મોકલી શકો છો. ટ્રેકિંગ માત્ર ફરવા માટે જ નથી હોતી, પરંતુ તેમાં બાળકોની પ્રકૃતિ અંગે પણ ઘણું બધું શીખવા મળે છે. ઘણા સંગઠનો એવા પણ હોય છે, જે બાળકોને તેમના વાલીઓ સાથે પણ બોલાવે છે.

બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
નદી પારઃ- આ એક રમૂજી ગતિવિધિ છે, જેને બાળકો ઘણી પસંદ કરે છે. રસ્સીને નદીની બન્ને બાજુ બાંધી દેવામાં આવે છે અને પછી તેને પકડીને નદી પાર કરવાની હોય છે.

બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
રેપલિંગઃ- આ સ્પોર્ટ્સમાં રસ્સીને કોઇ ઉંચી વસ્તુ સાથે બાંધી દેવામાં આવે છે અને તેને પકડીને તમારે ઉપર પહોંચવાનું હોય છે. પરંતુ એડવેન્ચર ક્લબ બાળકો માટે બહારની જગ્યા પસંદ નહીં કરીને અંદર જ તેની વ્યવસ્થા કરાવે છે. જો તમારા બાળકોને રોક કે વોલ ક્લાઇમ્બિંગ કરવું સારુ લાગતુ હોય તો તેને રેપલિંગ પણ સારુ લાગશે.

બાળકો માટેની પાંચ એડવેન્ચર સ્પોર્ટ્સ
બંજી જમ્પિંગઃ- આ ઘણી જ સાહસિક રમત છે જે બાળકોને કરવી ઘણી પસંદ હોય શકે છે. તમારું બાળક ઘરમાં પણ તેને ટ્રેમ્પોલાઇન પર કરી શકે છે.