Just In
Don't Miss
ધ્યાનથી જુઓ... આ છે દેશનાં 14 પાખંડી બાબાઓ, જાહેર થયું લિસ્ટ...
ધર્મનાં નામે લોકો સાથે ઠગાઈ કરનાર અને પોતાની જાતને ભગવાન ગણાવનાર બાબાઓની આપણા દેશમાં કોઈ કમી નથી. લોકોને તરેહ-તરેહની વાતો બતાવી ગેરમાર્ગે દોરનારા બાબાઓની હવે ખેર નથી.
રામ રહીમની જગજાહેર કરતૂતો બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે નકલી અને પાખંડી બાબાોનું લિસ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે...

અખિલ ભારતીય અખાડા પરિષદે જાહેર કર્યું લિસ્ટ
અખાડા પરિષદે બેઠક કરી 14 પાખંડીઓને સૌની સામે બેનકાબ કરી દિધા છે. ટુંકમાં જ આ ઢોંગી બાબાઓનું આ લિસ્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. અખાડા પરિષદે કહ્યું કે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યા બાદ તરત જ પ્રજાને અપીલ કરવામાં આવશે કે તેઓ આ 14 પાખંડી બાબાઓથી દૂર રહે.

આ છે પાખંડી બાબાઓનું લિસ્ટ
આપને જણાવી દઇએ કે આ લિસ્ટમાં કયા-કયા ઢોંગીઓનું નામ નોંધાયેલું છે. તેમાં સૌપ્રથમ છે આસારામ બાપૂ. આ ઉપરાંત રાધે મા, સચિદાનંદ ગિરી ઉર્ફે સચિન દત્તા, ગુરમીત રામ રહીમ, ડેરા સચ્ચા સિરસા, ઓમ બાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, નિર્મલ બાબા ઉર્ફે નિર્મલજીત સિંહ, ઇચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, અસીમાનંદ, ઓન નમ: શિવાય બાબા, નારાયણ સાઈ, રામપાલ, ખુશી મુનિ બૃહસ્પતિ ગિરિ અને મલકાન ગિરિ. આ 14 પાખંડીઓને બેનકાબ કરી તેમનાંથી દૂર રહેવા માટે લિસ્ટ જાહેર કરાયું છે.

આસારામ બાપૂ
પાખંડીઓની શ્રેણીમાં સૌથી ઉપર આસારામ બાપૂ અંગે બહુ વિવાદ થયો હતો. આસારામ બાપૂ પર મહિલાઓનું યૌન શોષણ કરવાનાં ગંભીર આરોપો લાગ્યા છે અને હાલ તે જેલમાં છે.

રામ રહીમ
હરિયાણાનાં ડેરા સચ્ચા સૌદાનો પ્રમુખ રામ રહીમ પણ સલાખોની પાછળછે. તેને રેપ કેસમાં સજા થઈ છે.

ઓમ બાબા
સ્વામી ઓમ બાબા બિગ બૉસ સીરિયલથી ચર્ચામાં આવ્યો અને તે પછી તેનાં અનેક અશ્લીલ વીડિયો સામે આવ્યાં.

રામપાલા બાબા
રામપાલ બાબા સામે દેશદ્રોહ અને હત્યા જેવા ગંભીર આરોપો છે. આ આરોપો હેઠળ તે જેલમાં છે.

નિર્મલ બાબા
નિર્મલ બાબા સામે લોકો સાથે ઠગાઈ કરવા અને તેમની ધાર્મિક લાગણીઓને દુભવવાનાં અનેક કેસો નોંધાયેલા છે. તે લોકોને સાજા કરવાનાં નામે પૈસા વસૂલે છે.

13 અખાડાઓનાં સભ્યો સામેલ હતાં
અખાડા પ્રમુખે જણાવ્યું કે આ લિસ્ટ જાહેર કરવાનો ઉદ્દેશ તે બાબાઓનાં કારોબારને બંધ કરવાનો છે કે જેઓ માસૂમ પ્રજા સાથે ધર્મનાં નામે ઠગાઈ કરે છે અને તેમનું શોષણ કરે છે. આ મોટી બેઠકમાં સમગ્ર દેશનાં 13 અખાડાઓનાં બે-બે પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહ્યા હતાં.