Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
માનસિક રીતે મજબૂત લોકો ક્યારેય નથી કરતા આ 10 ભૂલો
સૌ કોઈનાં જીવનમાં તે દિવસ જરૂર આવે છે કે જ્યારે તેણે માનસિક રીતે મજબૂત બની પોતાનાં જીવનનો કોઈ મોટો નિર્ણય કરવો પડે છે. જે લોકો માનસિક રીતે મજબૂત હોય છે, તેઓ પોતાની લાગણીઓ, વિચારો અને વ્યવહારને સારી રીતે કાબૂમાં રાખતા જાણે છે.
આજની આ દુનિયામાં એક તરફ લોકો કામ કઢાવવા માટે બીજાને ઇમોશનલ બ્લૅકમેલ કરે છે, જો વ્યક્તિ માનસિક રીતે મજબૂત ન હોય, તો તેનું જીવવું મુશ્કેલ બની જશે. રિલેશનશિપ હોય કે પછી જૉબની હેરાનગતી, આપ કેટલા વધુ માનસિક રીતે મજબૂત છો, તે બતાવે છે આપ જીવનમાં કઈ રીતે જીવી શકશો.
જીવનમાં કોઈ પણ મુશ્કેલી કેમ ન આવે, પરંતુ જે લોકો માનસિક રીતે મજબૂત હોય છે, તેઓ મુશ્કેલીઓને નવાલેંસથી જોતા જાણે છે. ત્યારે જ તો તેમની લાઇફ તદ્દન સ્મૂથ રહે છે અને તેઓ જ સફળતાની સીડીઓ પણ ચઢે છે.
તો મિત્રો જાણીએ કે માનસિક રીતે મજબૂત લોકો કઈ-કઈ ભૂલો કરવામાંથી બચે છે ?

તેઓ પોતાની મજબૂરી પર રડતા નથી
મેંટલી મજબૂત લોો એકલા બેસીને નથી પસ્તાવો કરતા કે નથી પોતાની મજબૂરી પર રડે છે. તેઓ જાણે છે કે જીવન આસાન નથી હોતું. તેથી તેઓ પોતાનાં જીવનની જવાબદારી પોતે ઉપાડતા શીખી લે છે.

તેઓ પોતાની તાકાત સરળતાથી નથી આપતા
તેઓ બીજાઓને પોતાનું જીવન કંટ્રોલ નથી કરવા દેતા કે નથી તેઓ પોતાની શક્તિને બીજાઓનાં હાથમાં સોંપે છે. તેઓ ક્યારેય નથી કહેતા ફરતા કે મારો બૉસ મને સારો અનુભવ નથી કરાવી રહ્યા, કારણ કે તેઓ જાણે છે કે તેમનાં પાવર વગર તેમની લાગણીને કોઈ દુભાવી પણ નથી શકતું.

તેઓ પરિવર્તનથી ગભરાતા નથી
માનસિક રીતે મજબૂત લોકો કોઈ પણ જાતનાં પરિવર્તનથી બચવાની કોશિશ નથી કરતાં. તેની જગ્યાએ તેઓ હકારાત્મક પરિવર્તનનો સ્વાગત કરે છે અને તેને અપનાવવા તૈયાર રહે છે. તેઓ સમજે છે કે પરિવર્તન અપરિહાર્ય છે અને તેમની ક્ષમતાને અનુકૂળ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

તેઓ પોતાની એનર્જી વેસ્ટ નથી કરતા
જે વસ્તુ તેઓ બદલી નથી શકતા, તેની પાછળ તેઓ પોતાની એનર્જી વેસ્ટ નથી કરતાં. બીજી બાજુ તેઓ પોતાની એનર્જી બીજી જગ્યાએ લગાવે છે.

તેઓ દરેકને ખુશ કરવું જરૂરી નથી સમજતા
તેઓ દરેક વખતે દરેકને ખુશ કરવું જરૂરી નથી સમજતા. તેમને ના કહેવાનો ડર નથી લાગતો. તેઓ ત્યારે જ બોલે છે કે જ્યારે જરૂરી હોય.

તેઓ પોતાનાં પાસ્ટમાં જીવવાનું પસંદ નથી કરતા
એવા લોકો પોતાનો સમય જૂની વાતોમાં વેસ્ટ નથી કરતાં. તેઓ જો તેને યાદ પણ કરે છે, તો તેનાથી શિખામણ લેવા માટે યાદ કરે છે. તેઓ આજમાં જીવવાનું પસંદ કરે છે અને આગળ માટે પ્લાન બનાવે છે.

તેઓ એક જ ભૂલને વારંવાર નથી દોહરાવતા
તેઓ પોતાની અગાઉની ભૂલોમાંથી શીખે છે. પરિણામે તેઓ તેનાથી બોધપાઠ લે છે, આગળ વધે છે અને ભવિષ્યમાં શ્રેષ્ઠ નિર્ણય લે છે.

તેઓ બીજાઓથી ઈર્ષ્યા નથી કરતા
તેઓ બીજાઓની સફળતાથી ખુશ થઈ તેમને ગળે લગાડી ઉજવણી કરે છે. તેમનું માનવું છે કે સફળતા માત્ર સખત મહેનતથી જ મળે છે.

તેઓ એક હાર બાદ નિરાશ નથી થતાં
રસ્તામાં આવતી મુશ્કેલીઓમાં વિફળ થઈ તેઓ પોતાનો રસ્તો નથી બદલી લેતા, પણ તેને એક તક સમજી તેનાથી શીખે છે. તેઓ વારંવાર તે મુશ્કેલીનો સામનો કરે છે. જ્યાં સુધી તેઓ મુશ્કેલીઓમાંથી પાર ન ઉતરી જાય.

તેઓ દુનિયા પાસે કોઈ અપેક્ષા નથી ધરાવતા
તેઓ નથી ઇચ્છતા કે કોઈ પણ કામ કર્યા બાદ દુનિયા તેમને માથે બેસાડે કે આભાર બોલે. તેની જગ્યાએ તેઓ પોતાની યોગ્યતાનાં આધારે તકો શોધે છે.