Related Articles
ભૂલથી પણ શરીર પર ના ચીતરાવતા આવા ટેટૂ
હાલના દિવસોમાં એવું જોવા મળી રહ્યું છેકે દરેક માનવી પોતાની શરીરના અલગ-અલગ ભાગોમાં ટેટૂ ચીતરાવતા જોવા મળી રહ્યાં છે. ક્યારેક કોઇ પોતાની મનપસંદ સેલિબ્રિટીની તસવીર ચીતરાવે છે તો કોઇ પોતાના પાર્ટનરનું નામ પોતાના બાવડાં પર ચીતરાવે છે. ટેટૂ બનાવવાનું આ કામ કંઇ સસ્તું નથી, તેમાં ઘણા પૈસા પણ બરબાદ થાય છે. તેથી હંમેશા ટેટૂ સમજી વિચારીને બનાવવું જોઇએ. આજે અમે તમને જણાવીશું કે તમારે તમારા શરીરમાં કેટલી પ્રકારના ટેટૂ ભૂલથી પણ ન ચીતરાવવા જોઇએ.
જો તમે ટેટૂ ચીતરાવો છો તે એ ટેટૂ જીવનભર માટે તમારા શરીર પર રહે છે અને જેમ જેમ તમારી ઉમર વધે છે, આ ટેટૂનું કોઇ મહત્વ રહેતું નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે તમને તમારા શરીરમાં કેવા પ્રકારના ટેટૂ ન બનાવવા જોઇએ.
બેંડનું નામ
જો તમને કોઇ મ્યૂઝિક ઘણું જ પસંદ છે તો ક્યારેય પણ કોઇ બેંડનું નામ છપાવવાનું નહીં વિચારીને પોતાના દિમાગથી વિચારીને કોઇ ટેટૂ ચીતરાવવું જોઇએ. આ પ્રકારના ટેટૂ સમયની સાથે ખતમ થઇ જાય છે.
વલ્ગર ટેટૂ
કમરની નીચે ભાગ પર ચીપ, વિચિત્ર અને વલ્ગર ટેટૂ ના ચીતરાવો. આ ટેટૂને જોઇને લોકો સમજી જશે કે તમે સારી વ્યક્તિ નથી.
સુપરહીરો ટેટૂ
સુપરહીરોનું ટેટૂ તમને બાળક બનાવી દેશે. શરીર પર ટેટૂ તમારી સાથે બાળપણથી લઇને જવાની સુધી રહેશે. તેથી એવું કોઇ કામ ન કરો, જેનાથી વૃદ્ધાવસ્થામાં તમારી મજાક ઉડે.
રહસ્યમયી જીવ
જો તમે કોઇ કહાણીના કિરદાર અથવા કોઇ રહસ્યમયી જીવ જંતુનું ટેટૂ બનાવીને ફરશો તો લોકો તમારી હાંસી ઉડાવશે. તેથી સ્વપ્નની દુનિયામાં જીવવાના બદલે હકિકતમા જીવવાનું શરૂ કરો.
ધાર્મિક ટેટૂ
તમારા શરીર પર ધાર્મિક ટેટૂ બનાવીને ફરવુ એટલે માનો કે તમે તમારા જ ધર્મની મજાક ઉડાવી રહ્યા છો તેવું લાગશે. આવા ટેટૂ તમારા ધર્મના લોકોને પણ નથી ગમતા હોતા.
કાર્ટૂન
શું તમે પાંચ વર્ષના બાળક છો કે હાથ અને પગ પર કાર્ટૂન બનાવડાવશો. પોતાને મજાકનું સાધન ન બનાવો.
જૂની યાદોના ટેટૂ
અનેક કપલ્સ પોતાના મૃત બાળકો અથવા પોતાની પ્રીય વ્યક્તિનું ટેટૂ પોતાના શરીર પર હંમેશા માટે ચીતરાવે છે. જો તમે આ બધી યાદોને જાળવી રાખવા માગો છો તો તેને તમારા દિમાગમાં અથવા તો કોઇ પેપર પર રાખો ના કે શરીર પર. નહીં તો આ યાદો હંમેશા તમને ડરાવશે.
સેલિબ્રિટી
સેલિબ્રિટી પ્રત્યે પ્રેમ છે તે દર્શાવવા માટે ટેટૂની શું જરૂર છે, આખરે તે પણ એક માનવી જ છે. કોઇપણ સેલિબ્રિટી જીવનભર માટે લાઇમ લાઇટમાં નથી રહેતો. દરરોજ નવી નવી સેલિબ્રિટી આવે છે અને જાય છે. તેમના માટે તમારા શરીરને ખરાબ ના કરો.
પોતાના પાર્ટનરનું નામ
જો તમને લાગે છેકે તમારો પાર્ટનર જીવનભર તમારો સાથ નિભાવશે તો જ આવું ટેટૂ ચીતરાવો નહીંતર ના ચીતરાવો કારણ કે જોવા મળ્યું છેકે જે લોકો પોતાના પાર્ટનરનું નામ ચીતરાવે છે, તે સંબંધ વધારે સમય સુધી નથી ચાલતો.