For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કારણોથી આજના યુવાનો ગભરાય છે લગ્ન કરતા!

|

[લાઇફસ્ટાઇલ] આજકાલ આપને આપની આસપાસ બે પ્રકારના લોકો જોવા મળી જશે. એક એવા જે લગ્ન કરીને હસી-ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હોય, તેમજ પોતાના હનિમૂનની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરતા હોય જ્યારે બીજા એવા જેમના હજી સુધી લગ્ન થયા નથી, આવા લોકો ક્યારેક લગ્નેતર ફ્રેન્ડ્સને ફેસબુક પર બ્લોક કરી દે છે. આજે અમે આવા જ લોકોની વાત કરીશું જેઓ લગ્નના નામે ડરે છે.

આજના નવજુવાન લગ્ન કર્યા વગર જ લગ્નનું દરેક સુખ મેળવી લેવા માગે છે. તેમનું માનવું છે કે લગ્ન કરી લેતા પહેલા જેમ કે આઝાદી છીનવાઈ જાય છે, આપની ઉપર એક પરિવારનો બોઝ આવી જાય છે, જેને તેઓ બિલકૂલ પણ ચલાવી લે તેમ નથી.

આવો જાણીએ એવા કેટલાંક કારણોને જેના કારણે આજકાલના યુવાનો લગ્ન કરવાની ઝંઝટમાંથી દૂર જ રહેવા માંગે છે. આવો જાણીએ આની પાછળના કારણો...

કેમકે લગ્ન કર્યા પછી આઝાદી છિનવાઇ જાય છે

કેમકે લગ્ન કર્યા પછી આઝાદી છિનવાઇ જાય છે

લગ્ન કર્યા પહેલાની લાઇફ અને લગ્ન કર્યા પછીની લાઇફમાં ઘણો જ ફરક આવી જાય છે. લગ્ન કર્યા પછી એવો અનુભવ થાય છે કે કોઇએ તમારી પાંખો કાપી નાંખી હોય, જેનાથી તમે આકાશમાં ઊંચે ના ઊડી શકો. લગ્ન કર્યા પછી તમારે ક્યાંય પણ બહાર જવાનું હોય તો તમારે તમારા પાર્ટનર નિર્ભર રહેવું પડે છે, જે આજકાલના યુવાનોને બિલકુલ પણ પસંદ નથી.

એડજસ્ટ કરવું પસંદ નથી

એડજસ્ટ કરવું પસંદ નથી

ખાસ કરીને છોકરીઓને તેમની માતા તરફથી એવુ સમજાવવામાં આવે છે કે તેમને લગ્ન પછી એડજસ્ટ કરવું પડશે. આ રીતનું એડજસ્ટમેન્ટ તેમને અને તેમની માતાએ પણ કર્યું હતું. પરંતુ આજકાલની છોકરીઓને એડજસ્ટમેન્ટથી જાણે નફરત થઇ ગઇ છે, કેમકે છોકરીઓ એવું નથી ઇચ્છતી કે લગ્ન માટે માત્ર ને માત્ર તેમણે જ બલીદાન આપવું પડે.

કરીયરની વાગી જાય છે બેન્ડ

કરીયરની વાગી જાય છે બેન્ડ

શું હું રાતમાં વધારે લાંબા સમય સુધી કામ કરીશ તો મારા પાર્ટનર ને ગુસ્સો આવશે ? શું એને એવું સમજાશે કે હું મારા કેરીયરને કેટલો પ્રેમ કરૂ છું? તમારા દિમાગમાં આવા કેટલાય સવાલો ફર્યા કરતા હશે જો તમે તમારા કેરિયરને પ્રેમ કરતા હશો તો.

પછી મૂક્તપણે નહી મળે ફરવા

પછી મૂક્તપણે નહી મળે ફરવા

આખી દુનિયા ફરવાના શોખીન લોકો લગ્ન નથી કરવા માંગતા. મિત્રોની સાથે નવા નવા સ્થળો જોવાનું પસંદ કરે છે. પરંતુ લગ્ન કર્યા બાદ ઇચ્છાઓ અધુરી રહી જાય છે. આ જ ભયના કારણે આજકાલના યુવાનો દુનિયા ફર્યા બાદ લગ્ન કરવાનું વિચારે છે.

મેચમેકિંગ છે સૌથી ફાલતુ કામ

મેચમેકિંગ છે સૌથી ફાલતુ કામ

25ની ઉંમર પાર કરતા જ ઘરના લોકોનું પ્રેશર વધી જાય છે અને તેઓ માંગાઓ લઇ આવે છે. હવે રોજ રોજ તૈયાર થઇને છોકરો કે છોકરી જોવી દરેકને કંટાળાજન લાગે છે. અને યોગ્ય પાત્ર ના મળતા પણ લગ્ન નહીં કરવાનો વિચાર મનમાં આવે છે.

લગ્નથી વધારે પડતી આશાઓ બાંધવી

લગ્નથી વધારે પડતી આશાઓ બાંધવી

છોકરો એમબીએ થયેલો હોવો જોઇએ, જે રંગે ગોરો હોય અથવા છોકરી ડોક્ટર હોવી જોઇએ. જે ગોરી હોય અને સાથે ઘર પણ સંભાળી શકે. આજે પણ મેટ્રિમોનિયલ સાઇટ્સ અને સમાચારપત્રોમાં આવી એડ વધારે જોવા મળે છે. એક એ પણ કારણ છે લગ્ન નહીં કરવાનું.

કારણ કે તેઓ બોરિંગ નથી બનવા માંગતા

કારણ કે તેઓ બોરિંગ નથી બનવા માંગતા

લગ્નેતર કપલ્સ હમેશા બાળકોના ડાયપર અથવા બટાકા-રિંગણાના ભાવની વાતો કરતા દેખાતા હોય છે. જે આજકાલના યુવાનોને ડારાવી દે છે. આ એક મોટુ કારણ છે જેના કારણે તેઓ ખુદને લગ્ન કરવાથી રાખે છે.

આજની યુવાપેઢી ખુદને સાબિત કરવા માગે છે

આજની યુવાપેઢી ખુદને સાબિત કરવા માગે છે

મહત્વકાંક્ષા અને જીવનનું લક્ષ્ય તેમને લગ્ન કરવાથી રોકે છે. તેમને પોતાના જીવનમાં કંઇ કરી બતાવવા જેટલો સમય જોઇએ તે લે છે. તેઓ માને છે કે લગ્ન ઉપરાંત પણ કોઇ જીવન છે.

બીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે

બીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે

હોઇ શકે છે કે આપનું પહેલા બ્રેક અપ થઇ ગયું હોય એટલા માટે આપ ફરીથી કોઇ અન્ય વ્યક્તિ પર વિશ્વાસ ના કરી શકો. જોકે લગ્નનું બીજું નામ જ વિશ્વાસ છે જો આપ આપના પાર્ટનર પર વિશ્વાસ ના રાખી શકો તો લગ્નનો શું અર્થ છે.

જવાબદારી લેવા નથી માંગતા

જવાબદારી લેવા નથી માંગતા

લગ્ન બાદ જવાબદારીઓ વધી જાય છે. તેમાંથી ઘણીબધી યુવતીઓને કુકિંગ, સાફ-સફાઇ અને ઘરની અન્ય જવાબદારીઓનું વહન કરવું પડે છે. જે બંધનકર્તા થઇ જાય છે, માટે તેઓ પણ આઝાદીથી રહેવા માટે લગ્ન કરવાથી ડરે છે.

English summary
Getting married is the biggest concerns for the people as soon as they reached early 20s. But there are many reasons why young Indians or people scared of marriage today.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more