વિશ્વની ટોપ 10 પ્રિન્સેસ, જેમની અદા છે અનોખી

Posted By: Super
Subscribe to Boldsky

આમ તો વિશ્વમાં મોટાભાગના દેશોમાં રાજાશાહી નાબૂદ થઇ ગઇ છે અને લોકશાહીનો ઉદય થયો છે. જો કે, આજે પણ વિશ્વના અનેક દેશોમાં રાજવી પરિવારના આપવામાં આવતું એ સન્માન આપણને જોવા મળે છે. તેમની રોયલ લાઇફની ચર્ચા અવાર નવાર આપણને ક્યાંકને ક્યાંક સાંભળવા મળતી હોય છે. આવી યાદીમાં ડેનમાર્ક, ભુતાન, નાઇજિરિયા, કેમ્બ્રિજ ટોપ પોસ્ટ પર આવે છે. જ્યાંના રાજવી પરિવારની રહેણી કહેણીને લઇને દરરોજ કંઇક કંઇક વાંચવા મળતું હોય છે.

આ વખતે અમે અહીં એવી જ ટોપ 10 પ્રિન્સેસ એટલે કે રાણી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેમના નામ પણ ખાસ્સા એવા ચર્ચામાં રહે છે. જેમા કેમ્બ્રિજની રાણી ઉચ્ચ ક્રમે આવે છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ કે આ ટોપ 10 પ્રિન્સેસની યાદીમાં કોણ-કોણ આવે છે.

મેરી

મેરી

મેરી ડેનમાર્કના રાણી છે. તેમનો જન્મ 5 ફેબ્રુઆરી 1972ના રોજ હોબાર્ટ, ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે ડેનમાર્કના રાજા ફ્રેડ્રિકના પત્ની છે.

ચાર્લેન

ચાર્લેન

ચાર્લેન મોનાકોની રાણી છે, તેમનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો. તેમણે મોનાકોના રાજા એલ્બર્ટ બીજા સાથે લગ્ન કર્યા છે.

લેતિઝિયા

લેતિઝિયા

તેલિઝિયા એસ્તુરિઆસની રાણી છે, તેમણે એસ્તુરિઆસના રાજા ફેલિપ સાથે લગ્ન કર્યા છે.

મેડલેન

મેડલેન

મેડલેન સ્વીડનની રાણી છે. તેઓ રાણી વિક્ટોરિયાની નાની બહેન છે.

કેથરિન

કેથરિન

કેથરિન એલિઝાબેથ કે જે કેટ મિડલટન તરીકે જાણીતા છે, તેમનો જન્મ 9 જાન્યુઆરી 1982ના રોજ થયો હતો. તેમણે કેમ્બ્રિજ રાજવી પ્રીન્સ વિલિયમ સાથે લગ્ન કર્યા છે.

વિક્ટોરિયા

વિક્ટોરિયા

વિક્ટોરિયા સ્વીડનની રાણી છે. તેમનો જન્મ 14 જુલાઇ 1977ના રોજ થયો હતો. તેઓ કિંગ કાર્લ 16માં ગુસ્તાફના સૌથી મોટા પુત્રી છે.

ઝારા ફિલિપ્સ

ઝારા ફિલિપ્સ

ઝારા ફિલિપ્સ એ અની એલિઝાબેથ તિન્દેલનું બીજું સંતાન છે અને એકમાત્ર પુત્રી છે.

તાતિઆના

તાતિઆના

તાતિઆના ગ્રીસ અને ડેનમાર્કની રાણી છે, તે ગ્રીસ અને ડેનમાર્કના રાજા નિકોલસને મળ્યા અને બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લાંબા સમય સુધી એક રિલેશનમાં રહ્યા બાદ બન્નેએ 2010માં લગ્ન કરી લીધા હતા.

જેત્સન પેમા

જેત્સન પેમા

જેત્સન પેમા ભુતાનના રાણી છે અને કિંગ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગ્ચુકના પત્ની છે. તેમનો જન્મ 4 જૂન 1990ના રોજ થયો હતો અને તેમણે 13 ઓક્ટોબર 2011ના રોજ લગ્ન કર્યા છે.

કેશિયા ઓમલિઆના

કેશિયા ઓમલિઆના

કેશિયા ઓમલિઆના નાઇજિરિયાની રાણી છે. કેશિયા પહેલા એક ફેશન ડિઝાઇનર અને મોડલ હતી, જો કે, તેમે નાઇજિરિયાના રાજા કુન્લે ઓમલિઆના સાથે લગ્ન કરી લીધા છે. કુન્લે વન્ડરફૂલ ટીવીના સીઇઓ અને ફાઉન્ડર છે.

English summary
top 10 princesses in the world today who have us thoroughly under their spell.