નવી દિલ્હી: આપણે ભારતીય કોઇપણ વસ્તુનું આપણે બંને હાથ ફેલાવીને સ્વાગત કરીએ છીએ. ભલી પચી તે દેશી હોય કે પછી વિદેશી. આપણે કોઇને પોતાના બનાવવામાં પાછી પાની કરતા નથી. કહેવામાં આવે છે ને કે પારકાંને પણ પોતાના બનાવતાં કોઇ ભારતીય પાસેથી શીખે. આપણા દેશ અને દેશવાસીઓની આ જ ખાસિયત છે કે દરેક વસ્તુંનુ સ્વાગત હાથ ખોલીને કરે છે. ત્યાં સુધી કે વિદેશ વસ્તુઓ અને લોકો પણ ખૂબ જલદી અહીંની સંસ્કૃતિમાં હળીમળી જાય છે.
તસવીરોના માધ્યમથી અમે તમને જણાવી રહ્યાં છીએ કે તે 10 ચર્ચિત વસ્તુઓ વિશે જેના વિશે તમને અત્યાર સુધી લાગતું હતું કે ભારતીય છે. પરંતુ હકિકતમાં આ બધી વસ્તુઓ વિદેશોમાંથી આવી છે. તમે તેના વિશે જાણીને હેરાન થઇ જશો.
ભારતીય નથી સમોસા
ભારતમાં સૌથી લોકપ્રિય નાસ્તામાં સમોસા ભારતની દેન નથી. તેની ઉત્પત્તિ ભારતમાં નહી પરંતુ મિડિલ ઇસ્ટમાં થઇ અને ત્યાં તેને સમ્બોસા કહેવામાં આવતા હતા.
ચાની ચુસ્કી
ભારતીયો માટે તો ચા એક લતની માફક છે. પરંતુ તમને અહીં જાણીને આશ્વર્ય થશે કે ચાની ઉત્પત્તિ ચીનમાં થઇ હતી અને તેને ભારતમાં અંગ્રેજોએ લોકપ્રિય બનાવી.
પારકા થયા રાજમા
આ દેશના સૌથી સ્વાદિષ્ટ વ્યંજનોમાંથી એક છે રાજમા. પરંતુ રાજમા ભારતમાં મેક્સિકો અને ગ્વાટેમાલાથી પહોંચ્યા.
દેશી નહી વિદેશી નહી બટાકા
ભારતમાં બટાકા વિના તો શાક બનાવવાનું વિચારી પણ ન શકાય પરંતુ તેની ઉત્પત્તિ ભારતમાં નહી પરંતુ પેરૂ અને ઉત્તરી પશ્વિમી બોલિવિયામાં થઇ હતી.
ચીનની દેન છે પતંગ
બાળપણમાં આપણે બધાએ પતંગ ઉડાવી છે, પરંતુ પતંગ ભારતીય નથી, મતલબ પતંગ આપણા દેશમાં ચીનમાંથી આવી છે.
રમત નહી ધર્મ બની ગઇ ક્રિકેટ
જે રમતને ભારતમાં ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે. તેની શરૂઆત અંગ્રેજોએ કરી હતી અને તેને આપણા દેશમાં લાવવામાં આવી. પછી આપણે આપણી મહેનતથી તેને આપણી બનાવી લીધી.
સ્વેટર પણ વિદેશોની દેન
હાથોથી ગુંથેલું સ્વેટર પણ આપણા દેશમાં ખૂબ લોકપ્રિય છે અને આપણી દાદી અને નાની માટે નવરાશની પળોમાં ફેવરિટ કામ છે. પરંતુ આ કળા મિસ્રથી ભારત પહોંચી.
વિદેશી છે સ્વાદિષ્ટ બિરયાની
હૈદરાબાદી બિરયાની આખા દેશમાં ફેમસ છે પરંતુ ઇતિહાસકારોનો દાવો છે કે બિરયાનીને ભારતમાં તુર્કીના આક્રમણકારી લાવ્યા હતા.
વિદેશી સ્વાદ છે મેગી
ભારતમાં બાળકોના સૌથી લોકપ્રિય નાસ્તામાં એક મેગી પણ ભારતની દેન નથી. તેની શોધ જૂલિયસ મેગીએ વર્ષ 1872માં કરી હતી અને આ સ્વિત્ઝરલેંડમાંથી ભારત આવી.
આપણું નથી સિલ્ક
આપણા દેશની મહિલાઓ વચ્ચે લોકપ્રિય સિલ્કની સાડીઓ પણ ભારતની દેન નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં ચીની વેપારી તેને ભારત લાવ્યા હતા.
Related Articles
શું તમે ક્યારેય કરી છે આવી રિફ્લેક્શન ફોટોગ્રાફી!
વિદેશમાં ખૂબ યાદ આવે છે આપણા દેશની આ 13 વાતો
જાણો બે બાળકો વચ્ચે કેટલો સમયગાળો રાખવો યોગ્ય છે?
મમ્મીના પેટમાં કંઇક આવો ટાઇમપાસ કરે છે બાળકો
બાળકોના જન્મ બાદ કેવી રીતે માણશો તમારી પહેલાની જીંદગી
કેમ લગ્ન બાદ તરત મા-બાપ બનવું છે અયોગ્ય
9 રોચક વાતો, ગર્ભમાં રહેલા બાળક વિષે
આવશ્યક ફેટી એસિડ્સના 15 શ્રેષ્ઠ ફૂડ સ્ત્રોતો
હૅવી ડિનર બાદ તરત સુઈ જવાથી થઈ શકે આ 5 બીમારીઓ
વેજ સોયા કબાબ બનાવશે આપનાં સ્નૅક્સને ટેસ્ટી
શું તમે જાણો છો કે લંગડા કેરીનુ નામ લંગડા કેવી રીતે પડ્યું?
દરેકનાં ડાયેટમાં જરૂર હોવા જોઇએ આ ઇંડિયન ફૂડ્સ
પુરુષોની સુંદરતા માટે જરૂરી છે આ પાંચ ખુબીઓ!