આ છે ભારતના કોમન મેન વિશે 10 રસપ્રદ તથ્યો

Posted By:
Subscribe to Boldsky

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું છે ત્યારે ભારતના કોમન મેન એટલે કે સામાન્ય માણસની જીવનશૈલી ઉપર પણ તેનો પ્રભાવ ચોક્કસ પણે જોવા મળી રહ્યો છે. હકીકત એ પણ છે કે ભારતમાં વિકાસની સાથે ભ્રષ્ટાચાર પણ એટલી જ ઝડપથી વધ્યો છે. આ જ કારણ છે કે વર્તમાન સયમાં ભારત વિશે જ્યારે પણ કોઇ વ્યક્તિ લખે છે તો લખાણનું કેન્દ્ર બિંદુ ભારતમાં વધતા જતા ટ્રાફિક જામની સમસ્યા, નોકરશાહી, ભ્રષ્ટાચાર અને યોગની આસપાસ રહેલું હોય છે.

વાસ્તવિકતા એ છે કે આ મુદ્દાઓ સિવાય પણ ભારતમાં ઘણું બધું બની રહ્યું છે જેની આર્થિક સામાજિક જીવન પર મોટી અને વ્યાપક અસર પડી છે. આ અસરની નોંધ ખૂબ ઓછા લોકોએ લીધી છે. આવો જાણીએ ભારતના કોમન મેન વિશે કેટલાક રસપ્રદ તથ્યો...

1 - વેરો ભરનારાઓની સંખ્યા ઘટી!

1 - વેરો ભરનારાઓની સંખ્યા ઘટી!


જી હા, 1 અબજ 20 કરોડની વસતી ધરાવતા ભારત દેશમાં માત્ર 3 ટકા લોકો જ વરો ભરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે ખેતીને કરના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે તેનું આ પરિણામ છે. આ ઉપરાંત ભારતની બે તૃતિયાંશ વસતી હજી પણ ગામડાંમાં ખેત અને તેને સંલગ્ન વ્યવસાયોમાંથી રોજગાર મેળવે છે.

2 - લગ્ન પહેલાની જાસૂસી વધી... જનમ જનમ કા સાથ હૈ...

2 - લગ્ન પહેલાની જાસૂસી વધી... જનમ જનમ કા સાથ હૈ...


થોડું વધુ આશ્ચર્યકારક છે પણ હકીકત છે કે હવે સામાન્ય લોકો પણ પોતાના લગ્ન પહેલા લાઇફ પાર્ટનર બનવા જઇ રહેલી પોતાના સાથીની જાસૂસી કરાવવાનો આગ્રહ રાખતા થયા છે. ભારતમાં આ પ્રકારનું જાસૂસી કામ કરી આપનારી કંપનીઓની સંખ્યા વધીને અંદાજે 15,000 થઇ છે.

3 - સમાચારપત્રનો વ્યાપ વધ્યો... ક્યા કૂલ હૈ હમ

3 - સમાચારપત્રનો વ્યાપ વધ્યો... ક્યા કૂલ હૈ હમ


ઇન્ટરનેટ અને ટેલિવિઝનના સમયમાં જ્યારે પશ્ચિમના દેશોમાં સમાચાર પત્રો બંધ થઇ રહ્યા છે ત્યારે ભારતમાં સમાચાર પત્રોનો ધંધો વધારે ધીકતો થયો છે. સમાચાર પત્રોની સંખ્યા તો વધી જ છે સાથે તેમનો વ્યાપ અને વાચકો પણ વધ્યા છે. તેના આધારે એ તારણ મેળવી શકાય કે ભારતમાં સાક્ષરોની સંખ્યા વધી છે.

4 - ફોર વ્હીલરના હોર્નનો ઘોંઘાટ... પોં પોં પોં પોં પોં

4 - ફોર વ્હીલરના હોર્નનો ઘોંઘાટ... પોં પોં પોં પોં પોં


ભારતમાં મોંઘવારી વધી છે. સાથે લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. જેની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડી છે. વ્હીકલ ઉદ્યોગને ફાયદો મળી રહ્યો છે, તો બીજી બાજુ અવાજનું પ્રદૂષણ અને ટ્રાફિક જામનું પ્રમાણ પણ વધ્યું છે કારણ કે લોકોની પર્સનલ વ્હીકલની સંખ્યા વધી છે. જેમાં ટુ વ્હીલરની સરખામણીએ પર્સનલ ફોર વ્હીલરની ખરીદીમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

5 - નવયુવાનોનો દેશ ભારત... ખલબલી હૈ ખલબલી

5 - નવયુવાનોનો દેશ ભારત... ખલબલી હૈ ખલબલી


ભારતની 1 અબજ 20 કરોડથી વધારેની વસતીમાં અડધાથી વધારે વસતી 25 વર્ષથી નાની હોય તેવી વ્યક્તિઓની છે. એટલે કે ભારત વર્તમાન સમયમાં નવયુવાનોને દેશ છે. જેના કારણે દેશને નવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરવાની તક મળી રહી છે.

6 - પ્લાસ્ટિક પ્લાસ્ટિક એવરીવ્હેર...

6 - પ્લાસ્ટિક પ્લાસ્ટિક એવરીવ્હેર...


ભારતના કોમનમેનની જીવનશૈલીમાં પ્લાસ્ટિકે મહત્વનું સ્થાન બનાવી લીધું છે. ટૂથબ્રથથી લઇને બેસવાની ખુરશી, સામાન ખરીદી વગેરે સ્થળોએ પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.

7 - મેદસ્વિતાની સમસ્યા - જાને ક્યા હોગા રામા રે...

7 - મેદસ્વિતાની સમસ્યા - જાને ક્યા હોગા રામા રે...


લોકોની લાઇફસ્ટાઇલ અને વર્કિંગ અવર્સ તથા વર્કિંગ ટાઇપ બદલાવાને કારણે ખાન પાનની આદતો બદલાઇ છે. નવયુવાન દેશમાં પશ્ચિમના દેશોની પણ ખાસ્સી અસર થઇ છે. આ કારણે યુવાનો ફાસ્ટ ફૂડ તરીકે જાણીતા જંક ફૂડના દીવાના બન્યા છે. જેના કારણે ભારતમાં મેદસ્વિતાની સમસ્યા દરેક ઘરમાં જોવા મળી રહી છે.

8 - થૂંકના મના હૈ... લેકિન આદત સે મજબૂર હૈ...

8 - થૂંકના મના હૈ... લેકિન આદત સે મજબૂર હૈ...


ભારતમાં જાહેર સ્થળોએ થૂંકના મના હૈ... પણ આદતથી મજબૂર કોમન મેન મન થયું નથી કે થૂક્યું નથી. અરે મુંબઇમાંતો જાહેર સ્થળોએ થૂંકનારાઓને દંડ કરવા માટે થૂંક નિરીક્ષકો નિમાયા છે, છતાં સ્થિતિ જૈસે થે તેવી જ છે. લોકોએ જાણવું જરૂરી છે કે થૂંકના મના હૈનો અમલ એટલા માટે જરૂરી છે કે તેનાથી ટીબી ફેલાતો અટકાવવામાં મોટી મદદ મળે છે.

9 - કાન સાફ કરનારા પણ મળે ભારતમાં...

9 - કાન સાફ કરનારા પણ મળે ભારતમાં...


આમ તો ભારતમાં દરેક વસ્તુઓ હાથવેંતમાં ઉપલબ્ધ બની જાય છે. ભારતીયોની ચતુરાઇ અને કલ્પનાશીલતાને કારણે જ આ ઉપલબ્ધિ શક્ય બની છે. લોકોની જરૂરિયાતો પૂરી કરવાના તમામ પ્રકારના બિઝનેસ અહીં વિકસ્યા છે, પછી તે ફૂટપાથ પર જ કેમ ના કરવો પડે. ભારતમાં ચાવી રિપેર કરવાથી લઇને દાંતના દુખાવો મટાડવા, તૂટેલાં હાડકાંને સાંધનારાથી લઇને પારંપરિક જડીબુટ્ટીઓથી અસાધ્ય રોગ દૂર કરવાનો દાવો કરનારા ઉપલબ્ધ છે. તેમાં કાન સાફ કરી આપનારા લોકોનો પણ સમાવેશ થાય છે.

10 - શનિવારનો મહિમા યથાવત...

10 - શનિવારનો મહિમા યથાવત...


ભારતે વિશ્વના શ્રેષ્ઠ વિજ્ઞાનીઓ, એન્જિનીયર્સ અને ડોક્ટર્સ આપ્યા છે. આમ છતાં અંધશ્રદ્ધાળુઓનો આંકડો ઘટવાને બદલે સતત વધતો રહે છે. આજે પણ લોકો શનિવારે નવા કપડાં પહેરવાનું ટાળે છે, રાત્રે ઘરની સફાઇ કરતા નથી. ઘરમાં નવી વસ્તુ આવે તો તેની પૂજા કરવામાં આવે છે.

English summary
10 interesting facts about India s common man