કોન્ડોમનો ઉપયોગ ન કરવા માટે પુરૂષો મોટાભાગે કાઢે છે 10 આ બહાના

Posted By:
Subscribe to Boldsky

પાર્ટનર સાથે હેલ્ધી રિલેશનશિપને બનાવી રાખવા માટે સુરક્ષિત યૌન સંબંધ જરૂરી હોય છે. જો કે યૌન સંબંધોને સુરક્ષિત બનાવવા અથવા ગર્ભ ન ધારણ કરવાની સ્થિતીમાં મોટાભાગે મહિલાઓને જ આગળ આવવું પડે છે. પુરૂષોને શારીરિક સંબંધ બાંધતી વખતે કોઇપણ પ્રકારનું બંધન પસંદ હોતું નથી અને કદાચ આ જ કારણે તે ક્યારેય કોન્ડોમનો ઉપયોગ કરીને સેક્સનો આનંદ માણી શકતા નથી. જો તેમની પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહી દે, તો તે હજારો બહાના બનાવી દેશે, પરંતુ કોન્ડોમ નહી લગાવે.

બજારમાં આવ્યો નવો 'ઇલેક્ટ્રિક એલ કોન્ડોમ', કરાવશે પરમાનંદની અનુભૂતિ

જો પુરૂષ, યૌન સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી તો તેમના પાર્ટનરને ઘણા પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. તે ગમે ત્યારે ગર્ભધારણ કરી શકે છે, તેને કોઇપણ પ્રકારનો સંક્રામણ રોગ થઇ શકે છે. પરંતુ મેન વિલ વી મેન... આવો જાણીએ કોન્ડોમ ન લગાવવા માટે પુરૂષો દ્વારા રજૂ કરવામાં બહાના વિશે.

પ્લાસ્ટિક જેવું લાગે છે

પ્લાસ્ટિક જેવું લાગે છે

ઘણા પુરૂષો પોતાની પાર્ટનરને કહે છે કે કોન્ડોમ પહેરવાથી તેમને પ્લાસ્ટિક જેવું લાગે છે અને તેનાથી મજા મરી જશે.

આજકાલ તો તારો સેફ પીરિયડ છે

આજકાલ તો તારો સેફ પીરિયડ છે

જો પાર્ટનરને પીરિયડ થઇ નથી રહ્યો તો પુરૂષ તે સમયને સેફ પીરિયડ ગણાવીને કોન્ડોમ લગાવતા નથી અને કહે છે કે કંઇ નહી થાય.

કોન્ડોમ પણ ફાટી જાય છે

કોન્ડોમ પણ ફાટી જાય છે

જે કપલ બાળક ન થવા માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે, તેમના પુરૂષ પાર્ટનર મોટાભાગે આ મંતવ્ય સામે રાખે છે કે કોન્ડોમ પણ સુરક્ષિત નથી, આ ફાટી જાય છે. તેનાથી સારું રહેશે કે તું ગોળીઓનું સેવન કરે.

તુ દવાઓ ખા લે

તુ દવાઓ ખા લે

જે પુરૂષોમાં અહમ વધુ હોય છે, તે મોટાભાગે પોતાના પાર્ટનરને સલાહ આપે છે કે યૌન સંબંધ ફક્ત મજા માટે હોય છે, તેને લગાવીને સુખ માણો અને બચવા માટે ગોળીઓ ખાઇ લો. તું ગોળીઓનું સેવન કરી શકે છે અને તેનાથી આપણા રિલેશનના ચાર્મ પર કોઇ અસર નહી પડે.

તને મજા આવશે નહી

તને મજા આવશે નહી

મોટાભાગે પુરૂષ ફોરપ્લે બાદ આ સામે રાખે છે કે જો હું કોન્ડોમ લગાવી લઇશ તો તને સંતુષ્ટિ નહી મળે અને સ્ત્રીઓ માની પણ જાય છે.

હું મારા પર કંટ્રોલ કરી લઇશ

હું મારા પર કંટ્રોલ કરી લઇશ

પુરૂષોનું માનવું હોય છે કે તે પોતાના પર કંટ્રોલ કરી શકે છે અને તે પાર્ટનરને પ્રેગ્નેંટ થવાથી બચાવી લેશે.

હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારામાં સમાઇ જવા માંગું છું

હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારામાં સમાઇ જવા માંગું છું

પ્રેમ અને સુરક્ષિત સેક્સ, બે અલગ વાત છે પરંતુ પુરૂષ માટે પથારી પર પ્રેમ અને સેક્સ સાથે આવી જાય છે. તે માને છે કે કોન્ડોમ લગાવવાથી અંતર રહે છે, આપણે એકબીજામાં સમાઇ શકતા નથી.

કોન્ડોમ ખૂબ મોંઘા છે

કોન્ડોમ ખૂબ મોંઘા છે

દરરોજ લવમેકિંગ કરનાર લોકોની સામે કોન્ડોમના ભાવ એક સમસ્યા હોય છે. એવામાં તે પાર્ટનરને તેની મોંઘી કિંમતોનો હવાલો આપતાં પણ ના પાડી દે છે.

ઇમરજન્સી કૉંટ્રાસેપ્ટિવ લઇ લેજે

ઇમરજન્સી કૉંટ્રાસેપ્ટિવ લઇ લેજે

પુરૂષ મોટાભાગે સલાહ આપે છે કે આજકાલ માર્કેટમાં ઘણી બધી કોંટ્રાસેપ્ટિવ આવે છે, તુ તે ખાઇ લેજે.

તને મારા પર વિશ્વાસ નથી

તને મારા પર વિશ્વાસ નથી

પુરૂષ મોટાભાગે આ ઇમોશનલ વાત કહીને મહિલાને ફસાવી દે છે તને મારા પર વિશ્વાસ નથી. આવું કહીને તે કોન્ડોમનો ઉપયોગ કરવાથી બચી જાય છે.

English summary
Men hate condoms and that is a fact that every woman knows. It is hard to get a man to use condoms against his will. And to avoid using condoms, men can come up with the most ingenious excuses.
Story first published: Tuesday, September 9, 2014, 13:31 [IST]