બ્લૅક હૅડ્સ દૂર કરવાના 3 સર્વોત્તમ ઘરગથ્થુ ઉપચારો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

બ્લૅક હૅડ્સ ખીલ જેવા જ હોય છે તથા મહિલાઓ અને પુરુષો બંનેએ જ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. બ્લૅક હૅડ્સ ચેહરા પર ધાની જેમ દેખાય છે તેમજ સામાન્ય રીતે તે નાક પર થાય છે.

જો આપને આ બાબતની ચિંતા હોય કે બ્લૅક હૅડ્સને કેવી રીતે દૂર કરવામાં આવે, તો આના માટે બજારમાં ઘણી વસ્તુઓ જેમ કે સ્ટ્રિપ વગેરે ઉપલબ્ધ છે. આ સ્ટ્રિપ બ્લૅક હૅડ્સને ખેંચીને કાઢે છે. જો કે આ બહુ જ દુ:ખાવાજનક પ્રક્રિયા હોય છે તથા આની સલાહ નથી આપવામાં આવતી, કારણે કે આ પ્રક્રિયામાં ત્વચાના રોમ છિદ્રોને ખોલીને બ્લૅક હૅડ્સ બાહર કાઢવામાં આવે છે.

રોમ છિદ્રો ખુલ્લા રહેતા તેમાં ઘૂળ જવાની શક્યતા રહે છે. માટે આ બધી બાબતો માંથી આપને બચાવવા માટે અમે આપને ત્રણ ઘરગથ્થુ ઉપચારો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા આપ બ્લૅક હૅડ્સને આરામથી દૂર કરી શકો છો. આવો આ ઉપચારો વિશે જાણીએ.

best home remedies for blackheads

જિલેટિન પૅક : જિલેટિન ચિકણુ હોય છે. માટે બ્લૅક હૅડ્સ તથા ત્વચાની અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે આનો ઉપયોગ કરવો યોગ્ય હોય છે. જિલેટિનના ઉપયોગથી વધુ દુ:ખાવો નથી થતો તથા આનો ઉપયોગ કરવો પણ સલામત છે. કોઈ પણ ફ્લેવર વગરના જિલેટિનનો ઉપયોગ કરો. જિલેટિન પાવડરને પાણીમાં મેળવો અને તરત જ અસરગ્રસ્ત સ્થાને લગાવો, એ પહેલા કે તે સૂકાઈને સખત થઈ જાય. સંપૂર્ણ રીતે સૂકાઈ જતા તેને કાઢી નાખો. આપ જોશો કે એક જ પળમાં આપના બ્લૅક હૅડ્સ નિકળી જશે. ખ્યાલ રાખવો કે આ ઉપચાર અપનાવ્યા બાદ તે સ્થળે આઇસ વૉટર લગાવો, જેથી રોમ છિદ્રો બંધ થઈ જાય.

best home remedies for blackheads

ટૂથપેસ્ટ સ્ક્રબ : કોઈ પણ મિંટ ટૂથપેસ્ટ લો (જૅલ અથવા સફેદ કોઈ પણ) તથા તેમાં મીઠું મેળવી સ્ક્રબ બનાવો. મીઠાની કર્કશતાને કારણ એક વારનાં ઉપયોગથી જ બ્લૅક હૅડ્સ નિકળી જશે. આ ઉપરાંત ટૂથપેસ્ટમાં મોજૂદ મિંટ ઠંડક પહોંચાડે છે કે જેથી નમક રગડવાથી વધુ બળતરા ન થાય. સારા પરિણામો માટે અઠવાડિયામાં એક વાર આવું કરો.

best home remedies for blackheads

ઇંડાની સફેદી : ઇંડાની સફેદી લો તથા તેને ત્યાં સુધી ફેંટો કે જ્યાં સુધી તે ફીણદાર ન થઈ જાય. એક બ્રશની મદદથી તેને નાક પર લગાવો. તેની ઉપર એક ટિશ્યુ પેપર લગાવો તથા આ ટિશ્યુ પેપર ઉપર ફરીથી ઇંડાની સફેદી લગાવો કે જેથી તે સખત થઈ જાય. આપનાં દ્વારા પોતે તૈયાર કરાયેલી સ્ટ્રિપ તૈયાર છે. બ્લૅક હૅડ્સ કાઢવા માટે તેને ખેંચીને નિકાળી દો.

English summary
ब्लैक हैड्स मुंहासों जैसे ही होते है तथा महिलायें और पुरुष दोनों को ही इस समस्या का सामना करना पड़ता है। ब्लैक हैड्स चेहरे पर घाव की तरह दिखते हैं तथा सामान्यत: ये नाक पर होते हैं।
Story first published: Monday, December 5, 2016, 12:00 [IST]