For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવસમાં 3 વખત પીવો પાર્સલેની ચા, પગનો સોજો તાત્કાલિક થશે ઓછો

By Karnal Hetalbahen
|

પગના સોજાના ઘણા કારણો હોઇ શકે છે. તેમાંથી સૌથી મોટું કારણ, મોટાપો, પ્રેગનેંસી, લાંબા સમય સુધી બેસી રહેવું અથવા પછી શરીરમાં ખરાબ લોહીનો પ્રભાવ હોવો છે. જો તમે પણ પગના સોજાથી પરેશાન છો, તો તમારે પાર્સલેના પાંદડા અને મૂળીયામાંથી બનાવેલી ચાનું સેવન દિવસમાં 3 વખત કરવું જોઇએ.

પાર્સલે ચા તમે તમારા ઘરે બનાવી શકો છો તેના માટે જો તમારે જાણકારી જોઇએ તો આ આર્ટિકલ વાંચવાનું ભૂલશો નહી.

જરૂરી સામગ્રી-

1 ઉકાળેલું પાણી

અડધો કપ પાર્સલેના પાંદડા

બનાવવાની રીત 1. પાર્સલેના પાંદડા અને તેના મૂળીયાને ધોઇને બારીક કાપી લો. 2. ત્યારબાદ એક કપ પાણી ઉકાળો અને તેમાં પાંદડા અને મૂળિયા નાખો. 3. પછી પાણીને ધીમા તાપે રહેવા દો. 4. 10 મિનિટ બાદ પાણીને ગાળી દો. તમારી પાર્સલેવાળી ચા પીવા તૈયાર છે. 5. તમે ઇચ્છો તો તેમાં 1 ચમચી મદ અને 3-4 ટપકાં લીંબૂનો રસ મિક્સ કરી શકો છો.

જાણો પાર્સલેના પાંદડા કેવી રીતે કરે છે કમાલ?
પાર્સલેમાં શરીરની અંદરથી મીઠું અને પાણીને ખેંચવાની શક્તિ હોય છે. આ કિડનીઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પેશાબ લાગે છે જેથી શરીરમાં જમા ગંદકી બહાર નિકળે છે. એકવાર જ્યારે તમે પાર્સલેની ચા પીવાનું શરૂ કરો છો, તો પગનો સોજો ગાયબ થવા લાગે છે. આ ચાને દિવસમાં ત્રણ વાર પીવો.

English summary
If you are one of those women who suffer from swollen legs, you might be well aware how bad the situation can be. There is a natural remedy that can help you treat this problem.
Story first published: Tuesday, February 21, 2017, 9:00 [IST]
X
Desktop Bottom Promotion