શું સફર દરમ્યાન તમને ઉલ્ટી કે ઉબકા થાય છે?

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૮ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. તો જાણો કયા છે આ ૮ ઘરગથ્થું ઉપાય..

૧. લીંબુ સૂંધો

૧. લીંબુ સૂંધો

જ્યારે પણ કોઇ સફર માટે નીકળો, તમારી સાથે એક પાકેલું લીંબુ જરૂર રાખી લો. જરા પણ ખરાબ મન થાય તો, આ લીંબુને છોલીને સૂંધો, એવું કરવાથી તમને ઉલ્ટી થશે નહી.

૨. લવિંગ પીસીને રાખો

૨. લવિંગ પીસીને રાખો

થોડા લવીંગને શેકીને, તેને પીસી લો અને એક ડબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી કરો કે ઉલ્ટી જેવું મન થાય તો તેને ફક્ત એક ચપટી માત્રામાં ખાંડ કે કાળા મીંઠાની સાથે મોંઢામાં રાખી લો. કેટલાક તુલસીના પત્તા પણ તમારી સાથે રાખો, તેને ખાવાથી પણ ઉલ્ટી નહી થાય.

૩. લીંબુ અને ફુદીનાનો જ્યુસ

૩. લીંબુ અને ફુદીનાનો જ્યુસ

તેના ઉપરાંત મુસાફરીમાં જતા સમયે એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ કાળું મીંઠુ નાંખીને રાખો અને સફરમાં તેને થોડું-થોડું પીતા રહો.

૪. ઈલાયચી

૪. ઈલાયચી

લવીંગની જેમ ઈલાયચી ખાવાથી પણ જલ્દી આરામ મળે છે. તેના ઉપરાંત સફરમાં નીકળતા પહેલા પણ ઈલાયચીવાળી ચા પીને તમે મુસાફશી માટે નીકળી શકે છે.

૫. કાળા મરી અને કાળું મીંઠુ

૫. કાળા મરી અને કાળું મીંઠુ

લીંબુને કાપીને, તેના પર કાળા મરી અને કાળું મીંઠુ ભભરાવીને ચાટતા રહો. આ રીત પણ તમને ઉલ્ટી થવાથી બચાવી શકે છે.

૬. પેપર પાથરીને બેસો

૬. પેપર પાથરીને બેસો

જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો અને બસમાં તમને ઉલ્ટી થાય છે તો જે સીટ પર તમે બેઠા છો, ત્યાં સીટ પર પહેલા એક પેપર પાથરી લો અને પછી પેપર પર બેસો.

૭. જીરું પાવડર પીવો

૭. જીરું પાવડર પીવો

જીરા પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘરેથી નીકળતા પહેલા પી લો. તેને પીવાથી ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યાઓ મુસાફરી દરમ્યાન નહી થાય.

૮. આદુંવાળી ચા પીવો

૮. આદુંવાળી ચા પીવો

આદુંવાળી ચામાં એન્ટી ઈમેટિકના તત્વ રહેલા છે. જેનાથી ઉલટી કે ઉબકા આવવાના બંધ થઈ જાય છે. આદુંથી પાચનક્રિયા સારી થાય છે. અને ઉલ્ટી થવાની સ્થિતી બંધ થઈ જાય છે.

English summary
To avoid such eventualities, here are 8 home remedies to prevent vomiting during travel.
Story first published: Tuesday, May 2, 2017, 15:00 [IST]