For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આંખોની નીચેથી રેખાઓ અને કરચલીઓ દૂર કરવાના ઘરેલૂ નૂસખા

By KARNAL HETALBAHEN
|

આંખોની નીચે નાની રેખઓ અથવા કરચલી સુંદરતાને ખતરામાં મુકી શકે છે, અને એટલા માટે જલદી જલદી તેના પર ધ્યાન આપવું જરૂરી છે. 30 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરવાળી મહિલાઓ પોતાના ચહેરા પર મોટાભાગે રેખાઓ અથવા કરચલીઓ જોઇ શકે છે જે આંખોની નીચે પણ જોવા મળે છે.

જવા દો, ખૂબ મોંધી વસ્તુઓ પસંદ કરીને પોતાના ખિસ્સાને હળવું કરવાના બદલે, અહીં કેટલીક પ્રાકૃતિક રીત છે જે તમારી આંખોની નીચે દેખાતી કરચલીઓને સરળતાથી છુટકારો અપાવવા માટે કારગર છે.

આ સામગ્રીઓને તમે આંખોની નીચે લગાવવામાં આવતી ક્રીમના રૂપમાં ઉપયોગ કરી શકો છો! આંખોની નીચે પડનાર કરચલીઓને ઓછી કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઘરેલૂ ઉપાયો તરફ ધ્યાન આપો.

અનાનસનો રસ

અનાનસનો રસ

અનાનસના રસમાં હાજર વિટામીન સી અને એંટીઓક્સિડેંટની એક મોટા ત્વચા પર ઉંમર વધારવાના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. આ સરળતાથી આંખોની નીચે પડનાર કરચલીઓને દૂર કરે છે. અનાનસના રસમાં હાજર એંટી-ઇન્ફલામેટ્રી ગુણ અને અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ તમારી ત્વચાને જવાન બનાવવામાં પણ મદદ કરે છે. કેટલાક અનાનસના ટુકડા લો અને તેમાંથી રસ કાઢો. હવે આંખોની નીચે લગાવીને તેને થોડીવાર પછી ઠંડા પાણી વડે ધોઇ દો.

રોજમેરી તેલ

રોજમેરી તેલ

રોજમેરી તેલ એક મહત્વપૂર્ણ તેલ છે જે આંખોની નીચે કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. રોજમેરી તેલ વડે તમારી ત્વચાની માલિશ કરવાથી ત્વચાને પોષણ મળે છે, તેનાથી આંખોની નીચેની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઓછી થાય છે. કરચલીઓવાળી જગ્યા પર રોજમેરી તેલના થોડા ટપકાં લગાવો અને ઉપરની દિશામાં માલિશ કરો. 15 મિનિટ બાદ ધોઇ લો.

કાકડી

કાકડી

કાકડી વધુ એક ઉત્કૃટ ઉત્પાદ છે જે આંખોની નીચેની રેખાઓને રોકવામાં મદદ કરે છે. ત્વચામાં નમીની ઉણપન કારણે, ક્યારેક-ક્યારેક આંખોની નીચેની રેખાઓ અને કરચલીઓ થઇ શકે છે. ત્વચા પર કરચલીઓ અને આંખોની નીચે કાળા કુંડાળાને રોકવા માટે તમારે કાકડીનો રસ લગાવવો જોઇએ. કાકડીનો રસ લગાવવાથી તમારી ત્વચામાં નમી જળવાઇ રહેશે અને અહીં આંખોની નીચે પડનાર રેખાઓને રોકવા માટે સૌથી સારી રીતે છે.

નારિયેળ તેલ

નારિયેળ તેલ

નારિયેળ તેલ આંખોની નીચેવાળી રેખાઓના ઉપચારમાં ખૂબ જ અસરકારક છે. નારિયેળના તેલના થોડા ટીપા લગાવીને ધીરે ધીરે આંખોની આસપાસ માલિશ કરો. આંખોની નીચે નારિયેળ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની બનાવટમાં સુધારો આવે છે અને આંખોની નીચે પડનાર કાળા કુંડાળાને રોકવામાં મદદ મળે છે. તમે નારિયેળ તેલમાં જૈતૂનના તેલના થોડા ટીપાં મિક્સ કરીને પણ તમારી ત્વચાની માલિશ કરી શકો છો.

દ્વાક્ષના બીજનું તેલ

દ્વાક્ષના બીજનું તેલ

દ્રાક્ષનું તેલ એક પ્રભાવી તેલ છે જે આંખોની નીચેની રેખાઓને યોગ્ય કરવામાં મદદ કરે છે. આ ત્વચાના એપિડર્મિસ પડમાં નમી જાળવી રાખવામાં મદદ કરે છે, તેનાથી તમારી ત્વચા જવાન બની રહે છે. દ્વાક્ષના તેલનો ઉપયોગ કરવાથી ચહેરા પર કરચલીઓ અને ઝીણી રેખાઓ પણ રોકવામાં મદદ મળે છે. આ તમારી ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી રાખે છે.

ગરમ દૂધ અને બ્રાઉન શુગર

ગરમ દૂધ અને બ્રાઉન શુગર

થોડું ગરમ દૂધ લો અને તેમાં થોડું બ્રાઉન શુગર મિક્સ કરો. હવે દૂધને ઠંડુ કરો અને તેને તમારા પર લગાવો. આ મિશ્રણ વડે આંખોની નીચે માલિશ કરો, કારણ કે આ ચહેરા પર બારીક રેખાઓ અને કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ ચહેરા પરથી ગંદકી અને ધૂળ માટીને સાફ કરવામાં મદદ કરે છે, તેનાથી તમારી ત્વચા ચમકદાર બને છે. ઝીણી રેખાઓમાંથી સારી રીતે છુટકારો મેળવવા માટે આ પ્રક્રિયાને બે વાર કરો.

સંતરાનો રસ

સંતરાનો રસ

ચહેરા પર સંતરાના રસનો ઉપયોગ આંખોની નીચે કરચલીઓ અને ઝીણી રેખાઓને ઓછી કરવામાં મદદ કરે છે. વિટામિન સીના લીધે, સંતરાનો રસ આંખોની નીચે રંજકતાના ઉપચારમાં મદદ કરે છે, આ પ્રકારના કાળા કુંડાળાને રોકે છે. થોડા તાજા સંતરાનો રસ લો અને તેને ચહેરા પર લગાવો, થોડીવાર માલિશ કર્યા બાદ તેને આખી રાત ચહેરા પર લગાવીને રહેવા દો અને સવારે ધોઇ દો. આ પ્રભાવી રીતે આંખોની નીચેની કરચલી અને ઝીણી રેખાઓને રોકવામાં મદદ કરશે.

English summary
These are the simple tricks that help you to reduce ageing lines under the eyes. Take a look.
Story first published: Thursday, March 16, 2017, 10:39 [IST]
X
Desktop Bottom Promotion