પાંપણોને ગાઢ અને મજબૂત બનાવવા અપનાવો આ નુસ્ખા

Posted By: Lekhaka
Subscribe to Boldsky

અમે આપને એવા જ એક આયુર્વેદિક મૉસ્ક વિશે જણાવાવ જઈ રહ્યાં છીએ કે જે આપની પાંપણોને ગાઢ બનાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

આપની આંખોની સુંદરતામાં પાંપણોનું ખૂબ મહત્વનું સ્થાન હોય છે. દુર્ભાગ્યે ઘણા લોકોની પાંપણો સુંદર નથી હોતી અથવા તો બરાબર નથી હોતી. તેનાં કારણે તેમને આંખોનાં મેકઅપ પર વધુ ધ્યાન આપવાનું હોય છે. કે પછી નકલી પાંપણો લગાવવી પડે છે.

જો આપ થોડીક કૅર કરી લો, તો આપની પાંપણો પ્રાકૃતિક રીતે પણ ખૂબ સારી બની શકે છે. તેના માટે આપ કેટલાક પ્રકારનાં ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરી શકો છો. અમે આપને એવા જ એક આયુર્વેદિક મૉસ્ક વિશે જણાવાવ જઈ રહ્યાં છીએ કે જે આપની પાંપણોને ગાઢ બનાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

જ્યારે આપ આ મૉસ્કનો ઉપયોગ પાંપણોનાં ગ્રોથમાં કરી રહ્યા હોવ, તો કોઈ અન્ય પ્રકારનાં કેમિકલને લગાવતા બચો. સાથે જ પ્રોટીન અને વિટામિનયુક્ત આહારનું સેવન કરો. જાણો આ મૉસ્કને પોતાનાં ઘરે જ આપ કેવી રીતે બનાવી શકો છો :

સ્ટેપ 1 :

સ્ટેપ 1 :

બે ચમચી એરંડિયું તેલ લો અને તેને 5 મિનિટ સુધી ધીમી આંચ પર ગરમ કરો. તે પછી આંચને બંધ કરી દો અને તેલ સંપૂર્ણપણે ઠંડુ થવા દો. આ તેલમાં મોજૂદ એંટી-ઑક્સીડંટ રોમને વિકસિત કરવામાં સહાય કરશે અને પાંપણોને ગાઢ કરશે.

સ્ટેપ 2 :

સ્ટેપ 2 :

વિટામિન ઈ કૅપ્સૂલ લો. એક સેફ્ટી પિલ લો અને તેનાથી કૅપ્સૂલાં માથે કાણુ કરી દો. તેનાથી જેલ બહાર કાઢી લો અને તેને એક ચમચીમાં લઈ કસ્ટર ઑયલ સાથે સારી રીતે મેળવી લો. આપને જણાવી દઇએ કે વિટામિન ઈ પાંપણોને મજબૂત અને જાડી બનાવી દે છે.

સ્ટેપ 3 :

સ્ટેપ 3 :

એલોવારનાં પાનની જૅલને કાઢી લો અને તેને ચમચીમાં બનાવાયેલ મિશ્રણ સાથે ફેંટી લો. તેમાં મોજૂદ વિટામિન પાંપણોને ગાઢ બનાવી દેશે.

સ્ટેપ 4 :

સ્ટેપ 4 :

આ ઉપરાંત આપ આ મિશ્રણમાં એક ચમચી પેટ્રોલિયમ જૅલી પણ મેળવી શકો છો. તે પણ પાંપણોને ખરતા રોકે છે અને તેને ગાઢ બનાવે છે.

સ્ટેપ 5 :

સ્ટેપ 5 :

હવે એક નાનકડું કંટેનર લો. તેમાં તેને પલટી નાંખો. આપ બ્રશની મદદથી આ મિશ્રણને પાંપણો પર લગાવો.

સ્ટેપ 6 :

સ્ટેપ 6 :

પરંતુ તે પહેલા આપે મસ્કરાનાં જૂના બ્રશથી પાંપણો સાફ કરવાની રહેશે કે જેથી માટી કે કીચડ વગેરે સાફ થઈ જાય. સાથે જ બંદ છિદ્રો ખુલીજાય. એવું કરવાથી મૉસ્ક પણ પાંપણો પર સારી રીતે લાગી જશે.

સ્ટેપ 7 :

સ્ટેપ 7 :

હવે એક રૂનું પુમડું લો અથવા કોઇક ઝીણું બ્રશ લો. તેને આ મિશ્રણમાં ડુબાડો અને પાંપણો પર લગાવો. પાતળું જેવું પડ લગાવો. બાદમાં આઈબ્રૉ પર પણ તેને લગાવો.

સ્ટેપ 8 :

સ્ટેપ 8 :

આ મૉસ્કને આખી રાત લગાવી રહેવા દો. સવારે ઉઠીને જોશો, તો આપને અનુભવાશે કે આપની ભ્રમરો ખૂબ કોમળ થઈ ચુકી છે.

ટિપ્સ :

ટિપ્સ :

આપઇચ્છો તો સર્ક્યુલર મૉશનમાં 30 સેકન્ડનું મસાજ પણ આપી શકો છો. તેનાથી આપને સારૂ અનુભવાશે. સાથે જ રક્તનું સંચાર પણ સારી રીતે થઈ જશે.

પરિણામ :

પરિણામ :

આ મૉસ્કને ફ્રીઝમાં રાખી શકો છો. ઉપયોગ કરવાથી થોડીક વાર પહેલા કાઢી લો. તેને એક મહિના સુધી લગાવવાથી આપને પોતે ફરક સમજાઈ જશે.

English summary
Listed in this article is a mask recipe to grow eyelashes fast. For thicker, longer and dense lashes, try these herbal ingredients.