Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બ્રેસ્ટ નીચે પડતા રૅશથી આમ મેળવો છુટકારો
બૅક્ટીરિયા દરેક જગ્યાએ હોય છે અને તેમની ફેવરિજ જગ્યા છે સ્કિનની સપાટીઓ. શું આપે ક્યારેય અનુભવ કર્યો છે કે આપનાં બ્રેસ્ટ નીચે રૅશિસ પડી ગયા છે કે જેમાં ખૂબ ખંજવાળનો અનુભવ થાય છે ?
સ્તનો નીચે રૅશિસ પડવા ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને તે મોટાભાગે પરસેવાનાં કારણે થાય છે. આ ઉપરાંત તે મેદસ્વિતાનાં કારણે પણ થાય છે.
જો બ્રેસ્ટ નીચે રૅશિસ હોય, તો તેનાથી છુટકારો પામવા માટે આપ કેટલાક પ્રાકૃતિક ઉપચારો કરી શકો છે. આ ઉપરાંત પોતાનાં તબીબની સલાહ લો. ખાસ ત્યારે કે જ્યારે ચેપનાં લક્ષણો દેખાય. અહીં સ્તનો નીચે પડતા રૅશિસમાંથી છુટકારો પામવા માટેનાં ઘરગથ્થુ ઉપચારો આપવામાં આવ્યા છે.
નારિયેળ તેલ
1 ચમચી નારિયેળ તેલ લો. તેને હુંફાળુ ગરમ કરો. પછી તેને રૂથી અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. એવું દિવસમાં ત્રણથી ચાર વાર કરો.
એલોવેરા જૅલ
1 ચમચી એલોવેરા જૅલમાં 5 ટીપા ઑલિવ ઑયલ મેળવો. પછી તેને રૂની મદદથી અસરગ્રસ્ત સ્તાને લગાવો. 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આવું દિવસમાં 2થી 3 વાર કરો.
ટી ટ્રી ઑયલ
ટી ટ્રી ઑયલમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તેનાં પાંચ ટીપામાં 1 ચમચી ઑલિવ ઑયલ તથા અડધી ચમચી નારિયેળ તેલ મિક્સ કરી તેને અસરગ્રસ્ત સ્થાને માલિશ કરતા લગાવો. આપ તેને સ્નાન કર્યા બાદ કે સૂતા પહેલા લગાવી શકો છો. ત્વચાને તેને સમ્પૂર્ણપણે શોષવી લેવા દો. ક્યારેય ટી ટ્રી ઑયલને એવી રીતે ન લગાવો, નહિંતર પ્રૉબ્લમ વધી શકે છે.
લસણ
લસણ એંટી-બૅક્ટીરિયલ અને એંટી-સૅપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે કે જે રૅશિસને દૂર કરવામાં મદદ કરે છે. થોડુંક લસણ પીસી રૅશિસ પર લગાવો અને 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ નાંખો.
એપ્પલ સાઇડર વેનિગર
1/2 કપ એપ્પલ સાઇડર વેનિગરમાં 1 કપ પાણી મેળવો. પછી તેને એક સ્પ્રે બોતલમાં ભરી દર પાંચ કલાક બાદ રૅશિસ પર સ્પ્રે કરો. આ ઉપરાંત આપે પોતાનાં કપડાઓને પણ વેનિગરનાં ઘોળથી ધોવા જોઇએ કે જેથી બૅક્ટીરિયાનો ખાત્મો થઈ જાય.
બૅકિંગ સોડા
બૅકિંગ સોડાથી ડેડ સ્કિન હટી જશે. આપે 1/4 કપ બૅકિંગ સોડામાં અડધી ચમચી વિનેગર મેળવી પેસ્ટ બનાવવાની રહેશે. પછી તેને બ્રેસ્ટનાં અસરગ્રસ્ત એરિયા પર લગાવો અને અડધા કલાક બાદ પાણીથી ધોઈ લૂંછી નાંખો.
હળદર
હળદરમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. 1 ચમચી હળદરને એક ગ્લાસ પાણીમાં મેળવો. આ ઘોળને મધ્યમ આંચ પર ગરમ કર્યા બાદ ઠંડુ કરો અને પછી તે ઘોળથી અસરગ્રસ્ત એરિયાને દિવસમાં બે વાર ધુઓ.