નાકની ખીલ સાજી કરવાનો ઘરગથ્થુ ઉપચાર

Posted By: Lekhaka
Subscribe to Boldsky

એક્ને એટલે કે ખીલ એક એવી ત્વચા સંબંધી સમસ્યા છે કે જે માત્ર ગાળ સુધી જ મર્યાદિત નથી રહેતી. ખીલ કાં તો નાક, છાતી, પીઠ અને માથા વગેરે પણ થઈ શકે છે. જો ચહેરા પર ખીલ થઈ ગઈ, તો તેની પર નથી કોઈ ક્રીમ કામ કરવાની કે નથી કોઈ પણ પ્રકારનું મેક-અપ. આમ છતાં આપનાં ચહેરા પર એક્ને રહેશે કે જે આપને બીજાઓ સામે ક્ષોભમાં નાંખશે. ચહેરા પર એક સામાન્ય જગ્યા છે નાક કે જ્યાં પણ ખીલ પીછો નથી છોડતી.

નાક પર બ્લૅકહૅડ્સ તથા વ્હાઇટ હૅડ્સ વિપુલ પ્રમાણમાં હોય છે કે જેનાથી નાકનાં રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને તે જગ્યાએ ખીલ ઉગી નિકળે છે. નાક પર ખીલ ન થાય, તેના માટે આપે નાકને કાયમ સ્વચ્છ રાખવું પડશે અને તેને કાયમ સ્ક્રબ કરતા રહેવું પડશે. જો આપનાં નાકે ખીલથઈ ગઈ છે, તો અહીં કેટલાક બેસ્ ઘરગથ્થુ ઉપચારો છે કે જે આ સમસ્યામાં ફાયદાકારક સાબિત થશે.

સ્પર્શવાનો પ્રયત્ન ન કરો

સ્પર્શવાનો પ્રયત્ન ન કરો

પોતાનાં પિંપલને સ્પર્શવાનો પ્રયત્ન ન કરો. તેનાથી બૅક્ટીરિયલ ચહેરા પર વધુ ફેલાઈ જશે અને ચહેરા પર વધુ પિંપલ્સ ઉગી નિકળશે. તેને કૉટન બૉલ તથા સ્વચ્છ ટિશ્યુથી જ લૂછો.

ચહેરો ધુઓ

ચહેરો ધુઓ

પોતાનાં ચહેરાને દિવસમાં 4-5 વખત ધુઓ. તેનાથી મૃત કોશિકાઓ સ્વચ્છ થઈ જશે અને ચહેરાનાં પોર્સમાં સમાયેલી ગંદકી તેમજ તેલ નિકળી જશે. કાયમ ઠંડા પાણીનો જ પ્રયોગ કરો.

પિંપલને ફોડો નહીં

પિંપલને ફોડો નહીં

જો આપ ઇચ્છતા હોવ કે એક્ને વધે નહીં, તો તેને જરાય પ દબાવો. તે પોતાનાં સમયે જ જશે.

ઓટ સ્ક્રબ

ઓટ સ્ક્રબ

ઓટને મિક્સીમાં દળી તેમાં મધ મેળવી લો. તેનાથી પોતાનાં નાકને દિવસમાં બે વખત સ્ક્રબ કરો. તેનાથી નાકની ખીલ સ્વચ્છ થઈ જશે.

ટી ટ્રી ઑયલ

ટી ટ્રી ઑયલ

તે નાક તેમજ શરીરનાં અન્ય ભાગોમાંથી એક્ને દૂર કરવામાં મદદ કરે છે. પોતાનાં નાકને ટી ટ્રી ઑયલ વડે મસાજ કરો અને 10 મિનિટ મૂકી રાખ્યા બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

લિંબુ

લિંબુ

એક્ને હટાવવામાટે લિંબુનો સહારો લઈ શકાય છે. તેમાં એસિડ અને એન્ટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચાને સ્વચ્છ કરે છે.

સ્ટીમ

સ્ટીમ

આપ 20થી 30 મિનિટ માપે સ્ટીમ લઈ શકો છો. તેનાથી પોર્સ ખુલી જશે અને અત્યધિક તેલ નિકળી જશે.

સફરજનનું વિનેગર બનાવો

સફરજનનું વિનેગર બનાવો

તેમાં કૉટનની બૉલ ડુબાડો અને પોતાનાં નાકને તેનાથી લૂછો. જો આપની ત્વચા સંવેદનશીલ છે, તો તેને લગાવતા પહેલાજોઈ લો કે આપને એસિડથી કોઈ પરેશાની તો નથી.

આઇસ

આઇસ

પિંપલ્સ બહુ દુઃખે છે અને તેમાં સોજો પણ જોવા મળે છે. બરફનાં ટુકડાને રૂમાલમાં બાંધી લો અને તેનાથી પ્રભાવિત ચહેરાનાં ભાગને દબાવો. તેનાથી પિંપલની અસર થોડીક હળવી થઈ જશે.

એલોવેરા જૅલ

એલોવેરા જૅલ

નાકની ખીલને આપ એલોવેરા જૅલથી મસાજ કરીને પણ સાજી કરી શકો છો. તેનાથી પિંપલ્સ હળવા રંગનું થઈ જશે અને આપનો ચહેરો ચમકવા લાગશે.

English summary
If you suffer from acne on nose, here are the best home remedies that can work wonders for you.
Story first published: Thursday, December 8, 2016, 14:30 [IST]