For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Best Tips: શરીરની ગર્મી દૂર કરવાના સરળ ઉપચાર

|

[લાઈફસ્ટાઇલ] ક્યારેક ક્યારેક આપે એવું અનુભવ્યું હશે કે કોઇ કારણ વગર પરસેવો આવી રહ્યો હોય અને આપનું આખુ શરીર જાણે તપી રહ્યું હોય. આ લક્ષણ શરીરમાં રહેલી ગર્મીનું હોય છે.

આપણા શરીરનું એવરેજ તાપમાન લગભગ 36.9 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઇએ. જો તે વધી જાય તો તે હાનિકારક પણ નિવડી શકે છે.

શરીરનું તાપમાન ઘણા કારણોથી વધી શકે છે કે, જેમ કે ટાઇટ કપડા, વધારે કસરત, ભારે દવાઓ અથવા તો તકડામાં વધારે સમય રહેવું વગેરે... જો આપ વધારે ગરમ અને મસાલેદાર ભોજન ખાવાના શોખીન હોવ તો તેનાથી પણ અંતર બનાવી લો.

જંક/ફાસ્ટ ફૂડનું સેવન ઓછુ કરવું કારણ કે તેમાં ખૂબ જ વધારે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કેફીન અને દારૂથી દૂર રહો. કોશિશ કરો કે આપ શાકાહારી ભોજન જ કરો.

શરીરની ગર્મીને દૂર કરવા માટે કરો આ ઉપચાર....

feature

દાડમનો રસ
દરરોજ દાડમનો રસમાં બદામના તેલના કેટલાંક ટીપાં મિલાવીને તેનું સેવન કરવું જોઇએ.

ઠંડા પાણીનો પ્રયોગ
એક ટબમાં ઠંડું પાણી લઇને તેમાં પોતાના પગને 10 મિનિટ સુધી રાખી મૂકો. તેનાથી શરીરની ગરમી તુરંત શાંત થઇ જશે.

ખસખસનું સેવન
સારુ આરામ મેળવવા અને સામાન્ય શરીરના તાપમાને બનાવી રાખવા માટે, ઊંઘતા પહેલા, રાત્રિના સમયે એક મુઠ્ઠી ખસખસ ખાવી. ખસખસમાં ઓપિએટ થાય છે અને તેનાથી મોટી યાત્રામાં સેવન ના કરવું જોઇએ, અને બાળકોને પણ આપવું જોઇએ નહીં.

મેથી
દરરોજ એક ચમચી મેછીના દાણા ખાવાની આદત રાખવી જોઇએ.

ઠંડા દૂધનું સેવન
ઠંડા દૂધમાં એક ચમચી મધ નાખો અને પ્રભાવી પરિણામ માટે રોજ તેનું સેવન કરો.

ચંદનનો લેપ
પાણી અથવા ઠંડા દૂધની સાથે ચંદન મિલાવો અનો પાતાના માથા અને છાતીમાં તેનો લેપ લગાવો અને વધારે સારુ પરિણામ મેળવવા માટે લેપમાં ગુલાબજળના ટીપા નાખો.

વિટામિન સીવાળા આહાર
કહેવામાં આવ્યું છે કે શાકભાજી, શરીરના તાપમાનને રાહત આપવા માટે ઉત્કૃષ્ટ ખાદ્ય પદાર્થ છે. જેમાં વિટામિન સીની માત્રા ઉચ્ચ રહે જેમ કે લીંબૂ, નારંગી, મીઠું લીંબૂ વગેરે....

છાછ પીવો
ગર્મીઓમાં છાછ પીવાના વધારે લાભ છે, જેમાં પૂરતા પ્રોબાયોટિક્સ, ખનિજ અને વિટામિન હોય છે જે આપના શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.

નારિયેલ પાણી
આ સ્વાભાવિક રીતે શરીરના તપમાનને સંતુલિત કરે છે, શરીરને પુન: હાઇડરેટ કરવા માટે નારિયેલ પાણીનું એક ગ્લાસ ચોક્કસ પીવો.

English summary
These home remedies for reducing body heat in summer should be followed strictly. These are natural home remedies which is therefore good for the stomach.
Story first published: Saturday, May 2, 2015, 15:59 [IST]
X
Desktop Bottom Promotion