Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ઑયલી સ્કિનનાં ઇલાજ માટે 7 અસરકારક ઘરગથ્થુ ઔષધિઓ
શું આપની ત્વચા પર વણઇચ્છિત ચમક છે ? શું તેને સ્પર્શ કરતા તે ચિપચિપી અને ચિકણી લાગે છે ? જો હા, તો કદાચ આપ ઑયલી સ્કિની સમસ્યાથી ગ્રસ્ત છો.
બીજા શબ્દોમાં, તેનાથી આપની સુંદરતામાં ઓટ આવશે અને આપે સ્કિન કૅર પ્રોડક્ટ્સ પરનિર્ભર રહેવું પડશે કે જેમાં અનેક પ્રકારનાં કેમિકલ્સ હો છે કે જે ત્વચા માટે નુકસાનકારક છે.
તેથી, અમે બોલ્ડસ્કાયનાં માધ્યમથી આપનાં માટે લાવ્યા છીએ ઑયલી સ્કિનનો ઇલાજ કરવાની કેટલીક ઘરગથ્થુ ઔષધિઓ. આ ઔષધિઓ વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહી છે. તે ત્વચામાંથી ઑયલ શોષી લે છે અને ત્વચાને થતા નુકસાનથી બચાવે છે.
ઓછી કિંમતની અને રસાયણ રહિત આ ઔષધિઓ સ્કિન પર શાનદાર કામ કરે છે. તેથી તેમનો બ્યુટી પ્રોડક્ટ્સ તરીકે ઉપયોગ કરો અને મનગમતી ત્વચા પામો.

1. એલોવેરા :
એલોવેરા એક ઑલરાઉન્ડર ઔષધીય રોપો છે. આ ત્વચામાંથી વધારાનું ઑયલ શોષી લે છે. તે રોમ છિદ્રોને ખોલે છે અને મૃત કોશિકાઓનું નિર્માણ નથી થવા દેતું. ગુવાપાઠાનાં રસને ત્વચા પર લગાવવાથી ત્વચા તરોતાજા રહે છે અને ખીલ વગેરે દૂર રહે છે.

2. ઠંડા પાણીથી ધોવું :
ઘણી વાર સમસ્યાઓનો સમાધાન આસાન હોય છે. તેવી જ રીતે, પોતાનાં ચહેરાને ઠંડા પાણીથી ધોઈ ઘણા કલાકો સુધી ઑયલી સ્કિનની સમસ્યામાંથી બચી શકાય છે. તે ઑયલ બનાતું ઓછું કરે છે અને ત્વચાને અનેક પ્રકારે ફાયદો પહોંચાડે છે.

3. ત્વચાને સ્ક્રબ કરવું:
એક્સફોલિએશન પણ ઑયલી સ્કિન પર શાનદાર કામ કરે છે. તેને બ્યુટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરો અને ત્વચા પર અસર જુઓ. તેનાથી ફ્રી રેડિકલ્સ સ્વચ્છ થાય છે અને મૃત કોશિકાઓ દૂર થાય છે. આપ પડ ઉતારવા માટે બૅકિંગ સોડા કે એપ્પલ સાઇડર વિનેગર વગેરે પ્રાકૃતિક સ્ક્રબ ઉપયોગ કરી શકો છો.

4. ફ્રૂટ ટ્રીટમેંટ :
એપ્પલ તથા નારંગી જેવા ફળો ત્વચાનું વધારાનું ઑયલ શોષવામાં મદદગાર છે. ત્વચાને શૂટ કરતું તેમજ ખટાશનાં તત્વ હોવાનાં કારણે તે ત્વચાને યુવાન અને તરોતાજા રાખે છે. ઑયલી સ્કિનનાં ઇલાજની આ અસરકારક રીત છે.

5. એપ્પલ સાઇડર વિનેગર ટોનર :
આને બનાવવું આસાન છે. 1/3 કપ એપ્પલ સાઇડર વિનેગરને 2/3 કપ ફિલ્ટર્ડ પાણીમાં મેળવો. આ હોમ મેડ ટોનરને ખીલ તથા અન્ય ત્વચા સંબંધી મુશ્કેલીઓ દૂર કરવાનાં કામે લો.

6. લિંબુનો રસ :
લિંબુનો રસ વધારાનું ઑયલ શોષનાર તથા ત્વચાને રંગત આપવા માટે એક પ્રાકૃતિક પદાર્થ છે. તે બૅક્ટીરિયા દૂર રે છે અને ખીલથી ત્વચા પર થયેલા ડાઘા ઓછા કરે છે. બીજું, તેનો ખટાશનો ગુણ ત્વચાનાં પીએચ બૅલેંસને જાળવી રાખે છે.

7. ઇંડાની સફેદ ઝર્દીનું મૉસ્ક
ઑયલી સ્કિનનાં ઇલાજ માટે આ એક ઘરગથ્થુ ઔષધિ છે. ત્વચામાંથી તેલ શોષવા માટે ઇંડાની સફેદ ઝર્દીનું મૉસ્ક લગાવો. તેનાથી પણ વધુ, તે ત્વચાને કોમળ તથા સુંદર પણ બનાવે છે.