શું તમારો ફોન તમારા ચહેરાને બરબાદ કરી રહ્યો છે?

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો તમે એ વિચારતા ઉંઘમાંથી ઉઠો છો કે તમને ખીલ કેવી રીતે થઈ ગયા, કે ચહેરા પર દાગ ધબ્બા કેવી રીતે થઈ ગયા તો તમે તેનું કારણ પોતાના સ્માર્ટફોનને માની શકો છો.

દરેક વખતે તમે તમારો ફોન ચહેરા પર લગાવો છો, તમે તમારા ચહેરાને બરબાદ કરી રહ્યા છો. આ યોગ્ય છે કે આજકાલ ફોન વગર આપણા બધાનું કામ નથી ચાલી શકતું. પરંતુ, કેટલીક સાવધાની રાખવાથી તે નિશ્ચિત કરી શકાય છે કે ફોનથી તમારી ત્વચા કે સ્વાસ્થ્ય ખરાબ ના થાય.

અહી એ જણાવવામાં આવ્યું છે કે ફોન તમારી ત્વચા કેવી રીતે ખરાબ કરી શકે છે અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો.

DIY face masks for combination skin

૧. ખીલ:

તમારા ફોન પર ઘણા કીટાણુ રહે છે અને ધૂળના કારણે ખીલ થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો તે નથી જાણતા કે જ્યારે પણ ફોન આપણા ચહેરાને ચોંટે છે તો ફોનની સ્ક્રીન પર ચહેરા પરથી મેકઅપ, નમી, પરસેવો કે ક્રીમ પણ સાથે સાથે ચોંટી જાય છે. તમારામાંથી ઘણા લોકોની ગંદી આદત હોય છે કે તે વોશરૂમમાં પણ ફોનને પોતાની સાથે લઈ જાય છે જ્યાં ભારે માત્રામાં કીટાળું હોય છે.

ઉપાય: તમારે તમારો ફોન થોડા થોડા સમયે સાફ કરતા રહેવું જોઈએ. કોઈપણ ક્લેંસરની મદદથી ફોન સાફ કરો. ઈયરફોનનો વધારે ઉપયોગ કરો.

DIY face masks for combination skin

૨. એલર્જી:

જો તમારા ગાલ પર રેશ થઈ રહ્યા છે તો આ વાતની સંભાવના છે કે તમને તમારા ફોનથી એલર્જી થઈ રહી છે. મોટાભાગના ફોનની કેસિંગમાં નિકલ અને ક્રોમિયમ હોય છે જેનાથી ચહેરા પર રિએક્શન થાય છે જેને એલર્જિક કોન્ટક્ટ ડર્મેટાઈટિસ પણ કહે છે.

ઉપાય: તેનું સમાધાન એ છે કે ફોનમાં પ્લાસ્ટિકનું કવર લગાવો કે પછી તેને પ્રોટેક્ટરથી કવર કરો.

DIY face masks for combination skin

૩. કરચલીઓ:

ક્યારેક 'ટેકનેક' વિશે સાંભળ્યું છે? અમુક સમય સુધી ફોનમાં જોઈ રહેવાથી ચીન અને ગળાની આસપાસ કરચલીઓ પડી જાય છે જેને 'ટેકનેક' પણ કહે છે. કેટલીક વાર તમારે કંઈક વાંચવા માટે આંખો નાની કરવી પડે છે જેનાથી આંખની આજુબાજુ કરચલીઓ થઈ જાય છે.

ઉપાય: નિરંતર સમય સુધી ફોન ના જુઓ. વચ્ચે વચ્ચે બ્રેક લો. અને જ્યારે તમે ફોનમાં કંઈ વાંચી રહ્યા હોય તો આંખો નાની ના કરો.

DIY face masks for combination skin

૪. કાળા ડાઘ:

જો તમે તમારા ફોનને વધારે સમય સુધી ઉપયોગ કરી રહ્યા છો તો તે ગરમ થઇ જાય છે કેમકે તે પણ એક મશીન છે. જો તમે મોડા સુધી ફોન પર વાત કરો છો તો તમારો ચહેરો ફોનનાં સંપર્કમાં રહે છે. ફોનનું વધારે ગરમ થઈ જવાના કારણે તમારા ચહેરા પર કાળા ડાઘ પડી શકે છે અને તમારા ચહેરા પર મેલેનીનની ઉત્પત્તિ થવા દેતા નથી.

ઉપાય: તમારે ફોન પર વધારે સમય સુધી વાત ના કરવી જોઈએ. જો તમે કોઈ અસાર્વજનિક જગ્યા પર વાત કરી રહ્યા છો તો ઈયરફોન કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો.

DIY face masks for combination skin

૫. આંખની નીચે કાળા કુંડાળા:

તમારા ફોનની એલઈડીના કારણે તમારી આંખોની નીચે કાળા કુંડાળા પડી શકે છે. મોટાભાગના લોકો સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરે છે. તેનાથી તમારી ઉંઘ તો ખરાબ થાય જ છે સાથે સાથે આંખોની નીચે કાળા કુંડાળા પણ બની જાય છે.

ઉપાય: જો સંભવ હોય તો સૂવાના અડધો કલાક પહેલા તમારો ફોન બંધ કરી દો. કે પછી ફોનને સાઈલેન્ટ પર રાખી દો અને તેની બ્રાઈટનેસ ઓછી કરી દો.

English summary
Take a look at the face mask for combination skin. These are the homemade face mask that you must try.
Story first published: Thursday, April 13, 2017, 12:30 [IST]