For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધૂમ્રપાન છોડવાની આસાન રીતો

By Lekhaka
|

જે લોકો ધૂમ્રપાન કરે છે, તેમને ધૂમ્રપાન નહીં કરવાની તમામ જાહેરખબરો અને હૉર્ગિંગ્સ માત્ર મજાકનો વિષય લાગે છે. તેઓ તે વિશે ક્યારેય પણ ગંભીરતાથી નથી વિચારતા. જ્યારે તેમને કોઇક અકસ્માત કે કોઇક ઘટના બાદ લાગે છે કે સ્મૉકિંગ સાચે જ જીવલેણ છે, ત્યાં સુધી બહુ મોડુ થઈ ચુક્યું હોય છે, કારણ કે તેઓ તેનાં બંધાણી બની ચુક્યાં હોય છે.

ધૂમ્રપાન છોડવું સાચે જ બહુ મુશ્કેલ હોય છે, પરંતુ જો આપ સાચે જ સ્મૉકિંગ છોડવામાંગતા હોવ, તો પોતાનાં વિલ પાવરને સ્ટ્રૉંગ કરો અને તેને છોડવાનો ભરપૂર પ્રયાસ કરો. ધૂમ્રપાલન છોડવાની અનેક આસાન રીતે નીજે મુજબની છે :

દૃઢ ઇચ્છા

દૃઢ ઇચ્છા

જે લોકોને ધૂમ્રપાનની ટેવ હોય છે અને જો તેઓ તેને છોડવા માંગે છે, તો તેમને પોતાની અંદર દૃઢ ઇચ્છા જાળવી રાખવી પડશે. જો આપનું વિલ પાવર સ્ટ્રૉંગ છે, તો આપ આસાનીથી ધૂમ્રપાનની ટેવથી છુટકારો પામી શકો છો.

મગજ હટાવો

મગજ હટાવો

જો આપ ધૂમ્રપાન છોડવાનું મન બનાવી ચુક્યા છો, તો પોતાનાં માઇંડને ડાયવર્ટ કરતા શીખો, પોતાનાં હાથમાં પેન કે પેંસિલ પકડી લો, કંઇક બીજુ ખાઓ કે જેથી આપને એવું ન લાગે કે આપ કંઇક એકલા છો, કંઇક ખાલીપણુ છે, કંઇક નથી મળી રહ્યું. પોતાનાં મગજને કોઇક બીજા કામમાં લગાવો. બહાર રમો, બાળકો સાથે સમય પસાર કરો.

કાઉંસેલિંગ કરાવો

કાઉંસેલિંગ કરાવો

ધૂમ્રપાન બંધ કરવું જ છે, તો તબીબની સલાહ લેવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ ન હોવો જોઇએ. આપ તબીબ સાથે વાત કરો, તેમનાથી થેરાપી વિશે પૂછો, આસાનટિપ્સ લો અને તેમને ફૉલો કરો. તેનાથી આપને ઇમોશનલ સ્ટ્રૉંગનેસ મળશે અને આપ જલ્દીથી ધૂમ્રપાનની ટેવમાંથી છુટકારો પામી લેશો.

નિકોટિન રિપ્લેસમેંટ થેરાપી

નિકોટિન રિપ્લેસમેંટ થેરાપી

ધૂમ્રપાન છોડવાનૌ સૌથી શ્રેષ્ઠ ઉપાય નિકોટિન રિપ્લેસમેંટ થેરાપી પણ હોય છે. તેની મદદથી આપ એડિક્શન સિંડ્રૉમમાંથી બહાર આવી શકો છે. તેમાં બસ આપની બૉજીને થોડીક નિકોટિનની માત્રા આપવાની હોય છે કે જેથી ધૂમ્રપાનની ટેવ છુટી જાય છે.

લાલચ છોડો

લાલચ છોડો

ધૂમ્રપાલન છોડવાની સૌથી સારીરીત પોતાની અંદર લાલચ પેદા ન થવા દો. જો એક વાર પણ આપનું મન ડગી જાય, તો તમામ પ્રયત્નો ચોપટ થઈ જશે. ઘર, કાર, ઑફિસ... દરેક સ્થળે પોતાની જાને એવા ઝોનમાં રાખો કે જ્યાં ધૂમ્રપાન ન થતું હોય. એવા સર્કલ અને ક્રાઉડથી દૂર જવું પડે, તો જતા રહો.

પરિવારનો સપોર્ટ લો

પરિવારનો સપોર્ટ લો

સૌનાં પરિજનો ઇચ્છે છે કે તેમની દીકરી કે દીકરો ધૂમ્રપાન કરવાનું છોડી દે. એવામાં આપ પોતાનાં પરિવારનો સપોર્ટ પણ લઈ શકો છો. તેમની સાથે સમય વિતાવો, તેમને પોતાનું ધ્યાન રાખવાનું કહો.

એક્ટિવ રહો

એક્ટિવ રહો

ખાલી મગજ, શૈતાનનું ઘર. પોતાના મગજને ખાલી ન રહેવા દો, કંઇક વાંચો, વાતો કરો, પરંતુ એકલા ન બેસો. તેનાથી આપને કંટાળો આવશે અને આપ ધૂમ્રપાન કરવા અંગે વિચારશો. પોતાની જાતને વ્યસ્ત રાખો કે જેથી ધૂમ્રપાનની ટેવમાંથી વહેલામાં વહેલી તકે છુટકારો મળે.

મંચિંગ કરો

મંચિંગ કરો

હંમેશા કંઇકને કંઇક ખાતા રહો. તેનાથી આપને ધૂમ્રપાનની આદતથી દૂર રહેવામાં આરામ મળશે. આપનું મન પણ સિગરેટ વિગેરે પીવાનું નહીં કરે.

તેનાં સ્થાને કંઇક બીજું ખાઓ

તેનાં સ્થાને કંઇક બીજું ખાઓ

જો આપ ચેન સ્મૉકર છો અને ધૂમ્રપાનની ટેવથી છુટકારો પામવા માંગો છો, તોતેનાં સ્થાને કંઇક બીજુ ખાઓ. જેમ કે લવિંગ, એલચી વિગેરે... તેનાથી આપનું બૉડી પણ ફિટ રહેશે અને ધૂમ્રપાન કરવાનું મન પણ નહીં કરે.

English summary
Quitting smoking is not an impossible task if you really want it. There are many ways to quit smoking that are considered as effective in breaking your smoking habit.
Story first published: Saturday, February 4, 2017, 11:24 [IST]
X
Desktop Bottom Promotion