For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરામાં જોઇએ ચમક કે પછી ગોરાપણું, તો લગાવો મગ દાળનું ફેસ પૅક

By Super Admin
|

કદાચ આપ બાળપણથી જ મગ દાળને વધુ પસંદ ન કરતા હોવ, પરંતુ જેમ-જેમ આપણે મોટા થઈ જઇએ છીએ, તેમ-તેમ ખાદ્ય પદાર્થોનાં સ્વાદની જગ્યાએ આપણે તેમનાથી થતા આરોગ્ય લાભોની તરફ વધુ ધ્યાન આપીએ છીએ.

સામાન્ય રીતે મગનાં નામે ઓળખાતું આ કઠોળ ત્વચા અને સૌંદર્ય માટે લાભદાયક ગુણોથી ખચાખચ ભરેલું હોય છે. તો ભલે આપ પોતાનાં ખોરાકમાં તેનો સમાવેશ ન કરો, પરંતુ આપનાં સૌંદર્ય ઉત્પાદનોમાં તેને ચોક્કસ સામેલ કરો.

#1. ત્વચાને ઉજળી બનાવવી

#1. ત્વચાને ઉજળી બનાવવી

મગ દાળમાં ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાનાં ગુણો હોય છે અને તે મૃત ત્વચાને કાઢે છે તેમજ આપને ઉજળી, ચમકદાર અને કોમળ ત્વચા પ્રદાન કરે છે. તે આપની ત્વચાની રંગતમાં સુધારો લાવે છે અને તેમાં હાજર વિટામિન એ તથા સી ત્વચાને સલામતી પ્રદાન કરે છે.

આનો ઉપયોગ કેમ કરશો ?
2 ચમચી મગ દાળને આખી રાત પાણીમાં પલાડીને મૂકી રાખો અને સવારે તેનું પેસ્ટ બનાવી લો. તેમાં એક ચમચી બદામનું તેલ અને એક ચમચી મધ નાંખી સારી રીતે મેળવો. સ્વચ્છ અને સૂકા ચહેરા પર તેને 15 મિનિટ સુધી લગાવીરાખો. બાદમાં પાણીથી ધોઈ લો. તેનાથીત્વચા ચમકદાર થઈ જાય છે.

#2. ત્વચાને હાઇડ્રેટ કરવી

#2. ત્વચાને હાઇડ્રેટ કરવી

જો આપ યોગ્ય ઉપચારનહીં કરો, તો શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો બહુ મુશ્કેલ થઈ પડે છે. આ હોમમેડ પૅક આપની ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને ત્વચાને નરમ, કોમળ બનાવે છે. મગ દાળમાં કોશિકાઓને સ્ફૂર્તિ પ્રદાન કરનાર વિટામિન્સ અને એંઝાઇમ હોય છે કે જે આપની ત્વચાને ભેજ પ્રદાન કરેછે.

તેનો ઉપયોગ કેમ કરશો ?
2 ચમચી દાળને આખી રાત કાચા દૂધ (ન ઉકાળેલું)માં પલાડીને રાખો અને સવારે તેનું પેસ્ટબનાવી લો. આ પેસ્ટને પોતાની ત્વચા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી રાખો. પછી તેને પાણીથી ધોઈ નાંખો અને શુષ્ક ત્વચામાંથી છુટકારો પામો.

#3. વણઇચ્છિત વાળ કાઢવામાં સહાયક

#3. વણઇચ્છિત વાળ કાઢવામાં સહાયક

આ વાસ્તવમાં આશ્ચર્યજનક છે. આપ મગ દાળનો ઉપયોગ કરીને ઘરે જ ફેશિયલ સ્ક્રબ બનાવી શકો છો અને ચહેરાનાં વણચ્છિત વાળને ખાસ તો હોઠોનાં ઊપરનાં વાળ કે દાઢીનાં વાળ કાઢી શકો છો.

તેનો ઉપયોગ કેમ કરશો ?
4 ચમચી મગ દાળને આખી રાત પાણીમાં પલાડીને મૂકી દો અને બીજી સવારે તેનુંપોસ્ટ બનાવી લો. તેમાં 2 ચમચી નારંગીના છાલનું પાવડર અને 2 ચમચી ચંદન પાવડર મેળવી પેસ્ટ બનાવો. તેમાં થોડુંક દૂધ નાંખો અને એક પેસ્ટ બનાવી લો. તેને પોતાનાં ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી ચહેરાને ધીમે-ધીમે રગડો તથા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ રીતે ઉજળી ત્વચા મળશે અને વણચ્છિત વાળોમાંથી છુટકારો મળશે.

#4. સૂર્યથી થતી ટૅનિંગનો ઉપયોગ

#4. સૂર્યથી થતી ટૅનિંગનો ઉપયોગ

જો આપને ટૅંડ ત્વચા ગમતી નથી, તો આપ ઘરે જ મગ દાળનો ઉપયોગ કરી એક પૅક બનાવી શકો છો અને સૂર્યની ટૅનિંગનો ઉપચાર કરી શકો છો. આ રીતે આપનીત ત્વચાનો રંગ સાફ થવા લાગે છે. મગ દાળ નુકસાનકારક યૂવી કિરણોથી ત્વચાને થતા નુકસાનનો ઉપચાર કરવામાં પણ સહાયક છે.

તેનો ઉપયોગ કેમ કરશો ?
4 ચમચી મગ દાળને આખી રાત પાણીમાં પલાડીને મૂકી દો અને પછી સવારે તેનું પેસ્ટ બનાવી લો. તેમાં 2 ચમચી યોગર્ટ/દહીં નાંખો અને સારી રીતે મળવો. આ પૅકને અસરગ્રસ્ત ત્વચા પર સારી રીતેલગાવો અને 10 મિનિટ માટે છોડી દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પૅક સનબર્નનાં ઉપચારમાં પણસહાયક હોય છે અને ત્વચાના રોમ છિદ્રોમાં ટાઇટનેસ લાવે છે.

#5. ખીલને રોકવામાં સહાયક

#5. ખીલને રોકવામાં સહાયક

ખીલને ફોડો નહીં અને ઇરિથ્રોમાઇસિનનું વધુ પ્રમાણમાં સેવન ન કરો. ખીલને રોકવા માટે આ અદ્બુત મગ દાળ પૅકનો ઉપયોગ કરો.

તેનો ઉપયોગ કેમ કરશો ?
4 ચમચી મગ દાળને આખી રાત માટે પાણીમાં પલાડીને મૂકો અને બીજા દિવસે સવારે તેનું પેસ્ટ બનાવી લો. તેમાં 2 ચમચી ઘી નાંખો. સારીરીતે મેળવો અને આ મિશ્રણથી ત્વચાની માલિશ કરો. તેના નિયમિત ઉપયોગથી આપની ત્વચા યુવાન, તાજગીપૂર્ણ અને ખીલથી મુક્ત રહેશે.

English summary
Moong dal has the special power to exfoliate your skin and remove the layer of dead cells, giving you a brighter, lighter and softer skin.
Story first published: Monday, April 3, 2017, 9:49 [IST]
X
Desktop Bottom Promotion