પેટ રહેશે હંમેશા સાફ જો પીશો પપૈયાના પત્તાનો જ્યૂસ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું તમને લારી પર વેચાતા પકવાન ટેસ્ટી લાગે છે? આ પકવાનોની સુગંધ તમને તેમની તરફ આકર્ષિત કરવા માટે મજબૂર કરે છે? જો આ સાચું છે તો અમને આ જણાવતાં દુખ થાય છે કે તમારું પેટ એક સ્વસ્થ પેટ નથી. મેદો તથા તેલમાંથી નિકળેલા આ વ્યંજન પ્રદૂષિત હવાની સાથે પીરસવામાં આવે છે. આ હવા વ્યંજનોની સાથે તમારા ફેંફસાંથી તમારા પેટમાં ઉતરે છે.

જો તેમાં હાજર રોગાણું તમારા પેટમાં એકત્રિત થઇ જાય તો આ એક ગંભીર બિમારીનું કારણ બની શકે છે. એટલા માટે ખૂબ જરૂરી છે કે તમે તમારા પેટને સ્વસ્થ તથા હેલ્ધી રાખો.

જો તમે આ પ્રયત્નમાં આગળ વધવા માંગો છો અને એક ઘરેલૂ ઉપાયની મદદથી તમારા પેટ તથા આંતરાડાના સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, આ શક્ય છે. તમારા પેટને સાફ રાખવા માટે તમે તમારા રસોડામાં હાજર સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. તમે ઇચ્છો તો નીચે આપેલા નુસખાને પણ અજમાવી શકો છો.

Home Remedy For Stomach Detox

સામગ્રી:

- પપૈયાના પત્તાનો રસ- 3 ચમચી

- મધ- 1 મોટો ચમચો

Home Remedy For Stomach Detox

તૈયાર કરવાની રીત:

- ઉપર આપવામાં આવેલી સામગ્રીને એક ગ્લાસમાં નાખીને મિક્સ કરો. આ મિશ્રણને 15 દિવસ સુધી રોજ ખાલી પેટ પીવો.

- આ મિશ્રણ તમારા પેટને સાફ કરી તમને હળવો અનુભવ કરાવશે.

- આ ઉપરાંત પપૈયાના પત્તાથી બનેલો રસ તમારા આંતરડામાં હાજર જીવાણુંઓ તથા બેક્ટેરિયાને ખતમ કરે છે તથા તમારા પેટને હેલ્ધી બનાવે છે.

- પપૈયાના પત્તા અને મધમાં હાજર વિટામિન તથા મિનરલ પેટની કોશિકાઓને પોષિત કરે છે તથા સ્વસ્થ પાચન રસને ઉત્પાદનમાં મદદ કરે છે.

English summary
There are a number of ingredients in your kitchens and gardens that can help detoxify your stomach.
Story first published: Tuesday, May 23, 2017, 10:00 [IST]