Just In
- 599 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 608 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1338 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ રીતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રીતે રમો હોળી
હોળી રંગો અને પ્રેમનો તહેવાર છે. દર વર્ષે હોળી રમતી વખતે જાણે અજાણે કેમિકલ રંગોના લીધે ઘણા લોકોની આંખની રોશની જતી રહે છે અથવા કાનનો પડદો ફાટી જવાની ઘટનાઓના લીધે ઘણા લોકોની જીંદગી બેરંગ બની જાય છે.
એટલા માટે જરૂરી છે કે તમે સાવધાનીપૂર્વક અને સુરક્ષિત હોળી રમો. આવો જાણીએ હોળી રમતી વખતે તમારે કેવી રીતે સાવધાન રહેવાની જરૂર છે.

આંખો
મોટાભાગના રંગ એસિડિક હોય છે. આંખોમાં જતાં જ તેનાથી ખંજવાળ અથવા બળતરા થઇ શકે છે. આંખોમાં રંગ જતા રહે તો ઠંડા પાણી વડે ધુવો. આરામ ન મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

નખ
હોળી રમ્યાના થોડા દિવસો સુધી નખના કિનારા પર રંગ ચોંટેલો રહે છે, જે ખરાબ લાગે છે. નખની સુરક્ષા માટે ધૂળેટીના દિવસે નેલપોલિશ લગાવો. જો નખ લાંબા હોય તો અંદર તરફ પણ થોડી નેલપોલિશ લગાવી શકો છો.

હોઠ
હોઠની સુરક્ષા માટે લિપસ્ટિક જરૂર લગાવો. હાં, તે પહેલાં વેસલીન જરૂરથી લગાવો.

વાળ
હોળી રમતા પહેલાં વાળમાં સારી રીતે તેલ લગાવી શકો છો અને પછી ચોટી અથવા અંબોડો બનાવી લો. જેથી કલર તમારા માથાની ત્વચા સુધી જઇ ન શકે.

મોંઢું તથા નાક
જો તમારા મોંઢામાં રંગ જતો રહે તો પાણી પી ને ઉલટી કરી દો. પરંતુ વધુ માત્રામાં જતો રહે તો જલદી ડોક્ટર પાસે જાવ. આ ઉપરાંત જો ભૂલથી રંગ તમારા નાકમાં જતો રહ્યો છે અને તમને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે તો તાત્કાલિક હોસ્પિટલ જાવ. ધ્યાન રહે કે આ દરમિયાન પાણી પીશો નહી, નહીતર શ્વાસ રૂંધાઇ શકે છે.

હળદર તથા મીઠું
મોંઢામાં રંગ જતો રહે તો ગરમ પાણીમાં હળદર તથા મીંઠું મિક્સ કરી કોગળા કરો.