For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટામેટાંના આશ્ચર્યચકિત કરનાર લાભ

By Karnal Hetalbahen
|

ટામેટાં! આ મીઠા, રસાળ અને સ્વાદિષ્ટ હોય છે. દરેક જાણે છે, કે તે તમારા માટે સારાં હોય છે. શું દરેકને વિશેષ રીતે જાણકારી છે કે , ટામેટાં સ્વસ્થ ભોજન કેમ છે? તેમાં વિટામીન સી હોય છે? તેમાં કેલરી ઓછી હોય છે, પરંતુ એટલું બધું કંઈ નથી! લાલ, પાકેલાં કાચા ટામેટાં (એક કપ કે ૧૫૦ ગ્રામ) ને પીરસવું વિટામીન એ, સી, કે, ફોલેટ અને પોટેશિયમનો એક સારો સ્ત્રોત છે.

ટામેટાંમાં સંતૃપ્ત ચરબી, કોલેસ્ટ્રોલ, કેલેરી અને સોડિયમ સ્વાભાવિક રીતે ઓછા હોય છે. ટામેટાં થાયમિન, નિયાસીન, વિટામીન બી-૬, મેગ્નેશીયમ, ફોસ્ફરસ અને તાંબુ પણ પ્રદાન કરે છે, જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ બધાથી વધુ એક ચમચી ટામેટા તમને આપશે 2 ગ્રામ ફાઇબર, જે દિવસભરમાં જેટલો ફાઇબર જોઇએ તેનો 7 ટકા હશે. જે ટામેટામાં અપેક્ષાકૃત ઉચ્ચ પાણી પણ હોય છે, જે તેમને ગરિષ્ઠ ભોજન બનાવે છે. સામાન્ય રીતે ટામેટા સહિત મોટાભાગની શાકભાજીઓ અને ફળ ખાવાથી હાઇ બ્લ્ડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક, અને હદય રોગથી સુરક્ષા મળે છે. આવો જોઇએ કે ટામેટાને એક ઉત્કૃષ્ટ સ્વસ્થ્ય વિકલ્પ કોણ બનાવે છે.

સ્વસ્થ્ય ત્વચા

સ્વસ્થ્ય ત્વચા

ટામેટા તમારી ત્વચા સારી કરી દે છે. પણ ગાજર અને શકરિયામાં પણ મળી આવતા બીટા કૈરોટીન, સૂર્યની ક્ષતિથી ચામડીની રક્ષા કરવામાં મદદ કરે છે. ટામેટાનું લાઇકોપીન પરાબૈંગની પ્રકાશ ક્ષતિથી પણ ચામડીને ઓછી સંવેદનશીલ બનાવે છે, જે લાઇનો અને કરચલીઓનું એક મુખ્ય કારણ હોય છે.

મજબૂત હાડકાં

મજબૂત હાડકાં

ટામેટા હાડકાંને મજબૂત બનાવે છે. ટામેટામાં વિટામીનના અને કેલ્શિયમ બંને જ હાડકાંને મજબૂત બનાવવામાં અને ઠીક કરવા માટે સારા હોય છે. જોવા મળ્યું છે કે લાઇકોપીન હાડકાંને સુધારે પણ છે, જે ઓસ્ટિયોપોરોસિસ સામે લડવા માટે ખૂબ સારી રીત છે.

કેંસર સામે લડવું

કેંસર સામે લડવું

ટામેટા પ્રાકૃતિક રીતે કેંસર સામે લડે છે. પ્રોસ્ટેટ, ગર્ભાશય, ગ્રીવા, મોઢું, ગ્રસની, ગળું, ભોજન-નળી, પેટ, મળાશય, ગુદા સંબંધી, પ્રોસ્ટેટ અને ડિમ્બગ્રંથિના કેંસર સહિત ઘણા પ્રકારના કેંસરના ખતરાને ઓછો કરે છે. ટામેટા એંટિઓક્સિડેંટ (વિટામિન એ અને સી) ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જેથી કોશિકા ક્ષતિ થઇ શકે છે.

લોહી શર્કરા

લોહી શર્કરા

ટામેટા તમારી રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

દ્રષ્ટિ

દ્રષ્ટિ

ટામેટા તમારી દ્રષ્ટિમાં સુધારો કરે છે. ટામેટા જે વિટામીન એ પ્રદાન કરે છે, તે દ્રષ્ટિમાં સુધારો અને રતાંધળાને રોકવામાં મદદ કરે છે. તાજેતરમાં શોધ દ્વારા જાણવા મળ્યું છે કે ટામેટા ખાવાથી એક ગંભીર અને અપરિવર્તનીય આંખની સ્થિતિને ઓછી કરવામાં મદદ મળે છે.

સ્વસ્થ્ય વાળ

સ્વસ્થ્ય વાળ

ટામેટા તમારા વાળને સારા બનાવે છે. ટામેટામાં મળી આવનાર વિટામીન વાળને મજબૂત અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. (માફ કરશો, ટામેટા પતળા થતા વાળને વધુ મદદ ન કરી શકે પરંતુ તે તમારા વાળને સારા બનાવી દેશે)

કિડનીની પથરી અને પિત્તની પથરીને અટકાવે છે.

કિડનીની પથરી અને પિત્તની પથરીને અટકાવે છે.

ટામેટા કિડનીની પથરી અને પિત્તની પથરીને રોકવામાં મદદ કરે છે. કેટલાક રિસર્ચ જણાવે છે કે કિડની અને પિત્તની પથરી તે લોકોમાં ઓછો બને છે જે બીજ વિજ વિના ટામેટા ખાય છે.

જુના દર્દ

જુના દર્દ

ટામેટા જૂના દર્દને ઓછું કરે છે. જો તમે તે લાખો લોકોમાંથી એક છો, જેમને સામાન્ય અને મધ્યમ જૂનો દુખાવો રહે છે (સંધિવા અથવા પીઠનો દુખાવો), તો ટામેટા દુખાવાને ખતમ કરી શકે છે. ટામેટામાં હાઇ બાયોફ્લેવોનાઇડ અને કૈરોટીન હોય છે, જે પ્રજ્વલનરોધી કારકના રૂપમાં જાણીતું છે.

વજન ઘટાડવું

વજન ઘટાડવું

ટામેટા તમારા વજનને ઓછું કરવામાં મદદ કરી શકે છે. જો તમે એક સમજદાર આહાર અને વ્યાયામની યોજના પર છો, તો તમે તમારા રૂટિન ભોજનમાં સારા ટામેટાનો સમાવેશ કરો. એક સારો નાસ્તો બનાવશો અને સલાડ, કૈસરોલ, સેંડવિચ અને અન્ય ભોજનને વધારવા માટે કરવામાં આવે છે. કારણ કે ટામેટામાં ખૂબ જ પાણી અને ફાઇબર હોય છે, એટલા માટે વજન નિયંત્રણ કરનાર તેને ‘ફિલિંગ ફૂડ' કહે છે, તે ખાવાથી જલદી પેટ ભરાય છે અને તે પણ કેલેરી અને ફેટ વધાર્યા વિના.

English summary
Does everyone know specifically why tomatoes are a healthful food? Let’s look at what makes the tomato an excellent healthy choice.
Story first published: Wednesday, February 8, 2017, 11:02 [IST]
X
Desktop Bottom Promotion