Just In
Don't Miss
આદુવાળી ચા પીવાની સાઇડ ઇફેક્ટ
આદુવાળી ચા મસાલેદાર પીણું છે જે આખા એશિયામાં દિવસભર પીવામાં આવે છે અને દુનિયાભરમાં પણ તેને પસંદ કરવામાં આવે છે. પ્રાચીન આયુર્વેંદ અને ચીની દવાઓમાં પણ લગભગ 3 હજાર વર્ષોથી આદુનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. અને આદુના મૂળિયામાંથી તૈયાર કરવામાં આવેલી ચા, અપચો, સોજો, બળતરા, માઇગ્રેન, ડાયરિયા અને અન્ય ઘણા પ્રકારની બિમારીઓ માટે કુદરતી સારવાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
આદુના મૂળિયાની ચા પોટેશિયમ અને મેગ્નિશિયમ, વિટામિન બી6 અને વિટામિન સીથી ભરપૂર હોય છે. આ સાથે જ તેમાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી ઘણા જરૂરી ઓઇલ જેમ કે જિંજરોલ, જિંજરરોન, શોગોન, ફરનીસીન અને થોડું બીટા-ફેલાડ્રેન, સિનિયોલ અને કિટ્રલ હોય છે. એટલે કે તમે કહી શકો કે આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ જેમ કે એક જાણિતી કહેવત છે કે 'કોઇપણ વસ્તુની અતિ ખરાબ હોય છે અને આદુ પણ અપવાદ નથી. દરેક જડીબુટ્ટીની માફક આદુવાળી ચાની પણ સાઇડ ઇફેક્ટ થઇ શકે છે.
વધુ માત્રામાં આદુવાળી ચા પીવાથી કેટલાક લોકોના પેટ ખરાબ થવા, છાતીમાં બળતરા, મોંઢામાં બળતરા વગેરેની સમસ્યા થઇ શકે છે. જો આદુને કેપ્સૂલના રૂપમાં લેવામાં આવે, ત્યારે તમે તેમાંથી કેટલીક સાઇડ ઇફેક્ટ કરી શકો છો. આદુના ઘણા ફાયદા અને અને કેટલીક સાઇડ ઇફેક્ટને જાણવા માટે આ આર્ટિકલને વાંચો.
ઘરે આદુવાળી ચા બનાવવી ખૂબ જ સરળ છે. આદુને સારી રીતે ધોઇને તેને સુકવી દો. તમે આદુને છોલીને તેને નાના નાના ટુકડામાં કાપી દો. એક દોઢ કપ પાણીમાં ઉકાળો અને તેમાં આદુના ટુકડા નાખો. આગને ધીમી કરી દો, અને વાસણ ઢાંકી દો. તેને 5 થી 15 મિનિટ સુધી રહેવા દો. ચાનો સ્વાદ વધારવા માટે તમે તેમાં ખાંડ, લીંબૂ, દૂધ, ચા પત્તી, મધ, ક્રીમ અથવા કોઇ અન્ય વસ્તુ મિક્સ કરી શકો છો. એટલે કે જો તમને જે કંઇ મિક્સ કરવાની ઇચ્છા થાય. ચાને ગાળી અને ગરમા ગરમ પીવો. આ સાથે જ તમે રેડિમેડ જિંજર ટી પણ બજારમાં ઉપલબ્ધ છે અને તમે આદુને કેપ્સૂલના રૂપમાં પણ લઇ શકો છો.

બળતરા, ડાયરિયા, ઉબકા
આદુવાળી ચાનું વધુ સેવન તમારી પાચનક્રિયાને બગાડી શકે છે. તેના પરિણામ સ્વરૂપ મોંઢામાં બળતરા, ડાયરિયા, ઉબકા અને છાતીમાં બળતરાની પરેશાની થઇ શકે છે. આ સાથે જ તેના વધુ સેવનથી માનવ શરીરમાં એસિડનું નિર્માણ પણ થઇ શકે છે જેથી એસિડિટી થાય છે. અને ડાયાબિટિસના દર્દી કોઇપણ રૂપે આદુનુ વધુ માત્રામાં સેવન ન કરવું જોઇએ. કારણ કે આદુ શરીરમાં શર્કરાની માત્રાને ઓછી કરી દે છે જેથી હાયપોગ્લાસેમિયા થઇ શકે છે.

લોહી પતળું અને ડિસઓર્ડર
લોહી પાતળુ કરનાર કોઇપણ દવા અથવા અન્ય વસ્તુની સાથે આદુનું સેવન ન કરવું જોઇએ. તેમાં આઇબ્રૂફિન અને એસ્પ્રિન જેવી દવાઓ સામેલ છે. આ સાથે જ તે લોકો જે હાઇ બીપીની દવાનું સેવન કરી રહ્યાં છે તેમને કોઇપણ રૂપમાં આદુનું સેવન ન કરવું જોઇએ કારણ કે આ બ્લડપ્રેશને ઓછું કરી શકે છે જેમાં હાર્ટ પલ્પીટેશનની ફરિયાદ થઇ શકે છે. આદુના મૂળિયા બ્લડ પ્લેટલેટ્સની સાથે ક્રિયા કરે છે જે ફળસ્વરૂપ હીમોગ્લોબિન જામવા લાગે છે. આદુના સેવનથી લોકોમાં હીમોફિલિયા જેવા રક્ત વિકાર થઇ શકે છે. તો આદુવાળી ચા પીતાં પહેલાં તમારા ડોક્ટર સાથે જરૂર વાત કરો.

ઉંઘની સમસ્યા
આદુવાળી ચા પીવાથી બેચેની અને અનિદ્રાની ફરિયાદ થઇ શકે છે. સૂતાં પહેલાં આદુવાળી ચા પીવાથી બચવું જોઇએ કારણ કે તેનાથી કેટલાક લોકોની ઉંઘ ખરાબ થઇ શકે છે. આદુવાળી ચા પીધા બાદ તમે મોડાં સુધી ઉંઘી શકશો નહી કારણ કે તેનાથી બળતરા થઇ શકે છે. અને અનિદ્રાના લીધે તમને ઘણી પરેશાઓ પણ થાય છે.

બેભાન
સર્જરી પહેલાં આદુવાળી ચા પીવી સારું નથી, કારણ કે આદુ બેહોશી માટે આપવામાં આવતી દવાની સાથે પ્રતિક્રિયા કરે છે. વધુ લાંબા સમય સુધી આદુવાળી ચા પીનારાઓને પણ પરેશાનીઓ થઇ શકે છે. એંટીકોગ્લુએંટ્સની પ્રતિક્રિયાઓના કારણે પરિણામસ્વરૂપ વ્યક્તિને સહજ પ્રતિક્રિયાઓ, ઇજા અને રક્તસ્ત્રાવમાંથી બહાર નિકળવામાં સમસ્યા થાય છે. તો ઘણા ડોક્ટરો સર્જરીના એક અઠવાડિયા પહેલાંથી જ આદુવાળી ચા પીવાનું બંધ કરવાની સલાહ આપે છે.

ગોલસ્ટોન
પિત્તની પથરીના દર્દી ડોક્ટર પાસેથી સારી રીતે વાતચીત બાદ જ આદુવાળી ચાનું સેવન કરવું જોઇએ. કારણ કે તેનાથી સાઇડ ઇફેક્ટ થવાના ખતરા વધુ હોય છે. પિત્તની પથરીના દર્દીઓમાં પિત્તનું નિર્માણ ખૂબ દર્દનાક હોય શકે છે. આદુ પિત્તના નિર્માણમાં મદદ કરે છે, જેથી હાલત અને ખરાબ થઇ શકે છે.

ખરાબ પેટ
ઊબકા સારવારની સારવાર થયા બાદ, ખાલી પેટ આદુવાળી ચાનું સેવન પેટ ખરાબ થઇ શકે છે. યૂનિવર્સિટી ઓફ મૈરીલેંડ મેડિકલ સેંટરના અનુસાર આમ કરવાથી ગૈસ્ટ્રોઇનટેસ્ટિનલ ખરાબ થાય છે. આદુવાળી ચાની યોગ્ય માત્રા દરેક વ્યક્તિના હિસાબે અલગ-અલગ હોય છે. તો એવામાં આ કહેવું જરાય મુશ્કેલ છે કે આ સમસ્યાથી બચવા માટે આદુવાળી ચાની કેટલી માત્રા ઉપયોગી સાબિત થશે.

ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થામાં આદુનું સેવન કરવું જોઇએ અથવા નહી એ જરા વિવાદાસ્પદ મુદ્દો છે. ગર્ભવતી મહિલાઓને આદુનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી ગર્ભસ્થ શિશુ પર ખરાબ અસર પહોંચે છે. તો બીજી તરફ કેટલાક જાણકારોનું એવું માનવું છે કે મોર્નિંગ સિકનેસ માટે આદુવાળી ચા ખૂબ જ મદદગાર થાય છે. પરંપરાગત ચીની વૈદ્ય ગર્ભાવસ્થા દરમિયાન આદુનું સેવન માતા અને શિશું બંને માટે ખતરનાક ગણવામાં આવે છે. તેમનું માનવું છે કે તેનાથી ગર્ભપાત પણ થઇ શકે છે. તો સારું રહેશે કે ગર્ભાવસ્થામાં આદુવાળી ચાનું સેવન કરતાં પહેલાં તમારા ડોક્ટર પાસેથી જરૂર સલાહ લો.