For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વધુ પડતું લીંબુપાણી પીવાથી થાય છે આ સાઇડ ઇફેક્ટ

By Karnal Hetalbahen
|

મોટાભાગના લોકો સવારે ઉઠતાંની સાથે જ લીંબુપાણીનું સેવન વજન ઘટાડવા માટે કે પછી શરીરને અંદરથી સાફ કરવા માટે કરે છે. પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરને વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબર મળે છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના થોડા સાઈડ ઈફેક્ટ પણ થાય છે.

વધારે પડતું લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે અને ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે. આ ઉપરાંત કેટલાક લોકોના દાંતમાં ઠંડુ-ગરમ પણ અનુભવાય છે.

આ ઉપરાંત આવી બીજી ઘણી સમસ્યાઓ છે, જો કે વધુ પડતા લીંબુપાણી પીવાથી થઈ શકે છે. લીંબુપાણીનું નિયમિત સેવન કરતાં પહેલા એકવાર ર્ડોક્ટરની સલાહ જરૂર લો. આવો જાણીએ કે વધુ પડતા લીંબુપાણીના સેવનથી કઈ-કઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.

વધુ પડતું લીંબુપાણી પીવાથી થાય છે આ સાઇડ ઇફેક્ટ

દાંતોમાં ઠંડુ-ગરમ લાગવું
લીંબુમાં સિટ્રસ એસિડ હોય છે, જેનો દાંતોમાં વધુ સંર્પક થવાથી દાંત સંવેદનશીલ થઈ જાય છે. જો તમારે લીંબુપાણી પીવુ જ હોય તો તેને હંમેશા સ્ટ્રોથી પીવો, જેનાથી પાણી દાંતને ના અડી શકે.

છાતીમાં બળતરા
જો તમને એસિડીટીની સમસ્યા હોય તો, લીંબુનુ સેવન એકદમ બંધ કરી દો કેમકે તેમાં એસિડ હોય છે.

પેટ થઈ શકે છે ખરાબ
કેટલીકવાર લોકો જમવાનું પચાવવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે કેમકે તેનો એસિડ પચાવવામાં મદદ કરે છે. પણ પેટમાં વધારે એસિડ થઈ જવાના કારણે પેટ ખરાબ પણ થઈ શકે છે. લીંબુને હમેંશા જમવામાં ભેળવીને જ ખાઓ.

કિડની અને પિતાશયની થેલીની સમસ્યા
લીંબુમાં એસિડિક લેવલ ઉપરાંત તેમાં ઓક્સલેટ પણ હોય છે, જો કે વધારે ઉપયોગ કરવાથી શરીરમાં જઈને ક્રિસ્ટલ બની શકે છે. આ ક્રિસ્ટલાઈજ્ડ ઓક્સલેટ, કિડની સ્ટોન અને ગોલસ્ટોનનું રૂપ લઈ શકે છે.

ડીહાઈડ્રેશન
લીંબુપાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઇ શકે છે. તેના માટે લીંબુપાણીનો ઉપયોગ જ્યારે પણ કરો, ત્યારે દિવસભર વધુ પડતું પાણી અલગથી પીતા રહો.

કેટલીક સાવધાની વર્તો
લીંબુપાણીને ક્યારેયપણ કોઈપણ પ્રકારની બિમારીને દૂર કરવા માટે ના પીવું જોઈએ. જો તમને તેને પીધા બાદ કોઈ સાઈડ ઈફેક્ટ લાગે, તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દો. જો તમે તેને વિટામીન સી મેળવવા માટે પીવો છો તો ફક્ત અડધું લીંબુ નીચોવીને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો.

English summary
Lemon water may also cause side effects if you drink too much of it. There are some important things you need to know about having too much lemon and the lemon side effects.
Story first published: Saturday, November 19, 2016, 12:05 [IST]
X
Desktop Bottom Promotion