For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોજ બીટનો જ્યૂસ પીવાથી થઇ શકે છે સાઇડ ઇફેક્ટ

By Karnal Hetalbahen
|

જ્યૂસ બાર અને સ્પાના મેનૂમાં બીટ જરૂર સામેલ હોય છે જેમાં એમ કહેવામાં આવે છે કે આ તમારી પાચન, સહનશક્તિને મજબૂત બનાવે છે અને તમારા બ્લડ પ્રેશરને ઓછું કરે છે.

આ જ્યૂસને પીવાનો તમારો ઉદ્દેશ્ય ભલે ગમે તે હોય, તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમે તેનું કેટલી માત્રામાં સેવન કરી રહ્યાં છો. કારણ કે કોઇપણ સારી વસ્તુના અતિરેકથી નુકસાન થઇ શકે છે.

બીટ જ્યૂસ, બીટથી થનાર ફાયદાનો લાભ લેવાની સરળ રીત છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે અને આ બનાવવામાં પણ સરળ હોય છે. તેના લીધે ગત કેટલાક વર્ષોથી દેશમાં તેનું સેવન વધી રહ્યું છે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોના જીવનમાં ફિટનેસ પ્લાનનો આ એક અભિન્ન અંગ છે.

શોધ દ્વારા જાણવા મળ્યું છે કે બીટના જ્યૂસમાં ઉપસ્થિત ઇનઓર્ગેનિક નાઇટ્રેટ્સ તમારા હદયને ઓક્સિજનની આપૂર્તિ વધુ માત્રામાં કરે છે, રક્ત વાહિનીઓમાં સુધારો લાવે છે, કસરત કરવાના સમયને વધારે છે અને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. બ્લ્ડ પ્રેશરને ઓછુ કરે છે. બ્લડ પ્રેશર ઓછું થવાથી સ્ટ્રોક અને અનીમિયાના કારણે હદય સંબંધિત થનારી બિમારીઓની સંભાવનાઓ ઓછી થઇ જાય છે. બીટના જ્યૂસથી થનાર આ બધા સ્વાસ્થ્ય લાભ આકર્ષક લાગે છે પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવું સારી વાત નથી. અહીં બીટ જ્યૂસના કેટલાક ખરાબ પરિણામો દર્શાવવામાં આવ્યા છે.

1.કિડની સ્ટોન્સ

1.કિડની સ્ટોન્સ

તેનું સૌથી મહત્વપૂર્ણ દુષ્પરિણામ તમારી કિડની પર થઇ શકે છે. કિડનીના દર્દીઓને તથા એવા લોકો જેમને કિડનીમાં સ્ટોન બનવાનો ખતરો હોય, તેમને બીટના જ્યૂસનું સેવન ન કરવું જોઇએ. એનએચએસના અનુસાર જે લોકોને કિડનીમાં પથરી થવાની સમસ્યાથી બચવું છે તેમને બીટના જ્યૂસનું સેવન ન કરવું જોઇએ કારણ કે તેમાં ઓક્સલેટ હોય છે. ઓક્સલેટ્સ તે યૌગિક છે જે કિડનીમાં સ્ટોન બનાવે છે. જો કે તેના પાંદડાની તુલનામાં મૂડિયામાં વધુ ઓક્સલેટ હોય છે પરંતુ તેમછતાં સાવધાની રાખવી જરૂરી છે.

2.પેશાબનો રંગ અને મળ ત્યાગ

2.પેશાબનો રંગ અને મળ ત્યાગ

આ સ્થિતિને બીટૂરિયા કહેવામાં આવે છે જેમાં તમારું શરીર ગુલાબી અથવા લાલ રંગના મૂત્રનું ઉત્પાદન કરે છે. કેટલાક લોકોના મળમાં પણ આ પ્રકારનો રંગ આવી શકે છે જેથી મોટાભાગના લોકો મળ અથવા મૂત્રમાં લોહી સમજે છે. આ ચિંતાનું કારણ નથી અને સામાન્ય રીતે તેનાથી કોઇ નુકસાન થતું નથી. બીટમાં ઉપસ્થિત ઘાટ્ટા રંગના બીટાનિન ત્વવના કારણે મળ અને મૂત્રમાં આ રંગ આવી જાય છે. આ સ્થિતિ લગભગ 48 કલાક અથવા તેનાથી ઓછા સમયમાં ઠીક થઇ જાય છે અને ત્યારબાદ મળ અને મૂત્રનો રંગ સામાન્ય થઇ જાય છે. એકવાર જ્યારે તમે બીટના જ્યૂસનું સેવન બંધ કરી દેશો અને તેના 48 કલાક બાદ આ સ્થિતિ બની રહે છે તો તમારે ડોક્ટર સાથે ચર્ચા કરવાની જરૂર છે.

3. બ્લ્ડ પ્રેશરમાં ઘટાડો અસુરક્ષિત

3. બ્લ્ડ પ્રેશરમાં ઘટાડો અસુરક્ષિત

બીટનો જ્યૂસ બ્લડ પ્રેશરને ઓછો કરે છે. જો તમે બ્લડપ્રેશરને ઓછું કરવા માંગો છો તો પછી આ યોગ્ય છે. જો કે તમે દવાઓની સાથે સાથે બ્લડપ્રેશરને ઓછું કરવાની દવાઓનું સેવન પણ કરો છો તો તેના લીધે તમારું બ્લડપ્રેશર ઓછું થઇ શકે છે જે તમારા માટે અસુરક્ષિત છે.

4.પેટ ખરાબ થવું

4.પેટ ખરાબ થવું

જો તમે એકવારમાં જ બીટના જ્યૂસનું વધુ માત્રામાં સેવન કરી લો છો તો તમારું પેટ ખરાબ થઇ શકે છે. કેટલાક લોકોની સલાહ અનુસાર તમારે શરૂઆતમાં બીટના એક અથવા અડધા રસને અન્ય રસની સાથે મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ જેથી તમારા શરીરને તેની ટેવ પડી જાય. કાચા બીટનું સેવન કરવાથી ગેસ્ટ્રોઇંટેસટાઇનલ બિમારીઓ થવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. તેમાં ઉપસ્થિત ફ્રક્ટંસ જે એક લધુ શ્રેણી કાર્બોહાઇડ્રેટ છે, તેના કારણે તે લોકોને સમસ્યા આવી શકે છે જેમનું પેટ સંવેદનશીલ હોય છે અને જેમને ઇરિટેબલ બોવેલ સિંડ્રોમની સમસ્યા થાય છે.

5. હાઇ શુગર?

5. હાઇ શુગર?

100 ગ્રામ કાચા બીટમાં લગભગ 7 ગ્રામ શુગર હોય છે. જો તમે આટલી માત્રામાં બીટના જ્યૂસને બનાવીને જો તમે તેનું સેવન કરો છો તો પણ તમે શુગરનું વધુ માત્રામાં સેવન કરી રહ્યાં છો. બીજા શબ્દોમાં જો તમે તમારા શુગરના સેવન પર કંટ્રોલ કરો છો તો પણ બીટ જ્યૂસનું સેવન ચોક્કસ કરી શકો છો જો તમે તેમાં અન્ય કોઇ રીતે શુગર ખાતા નથી. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે તેને અન્ય ખાદ્ય પદાર્થોની સાથે સંતુલિત કરી લો.

6. બ્લડ પ્રેશરને નિયમિત કરવાની સમસ્યા

6. બ્લડ પ્રેશરને નિયમિત કરવાની સમસ્યા

કેટલાક તથ્યોના અનુસાર માંસપેશીઓમાં પ્રસાર લાવવાવાળા પદાર્થોનો ઘણા લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન બંધ થઇ જાય છે. જો આ સત્ય છે તો શરીરમાં સામાન્ય રીતે બ્લડ પ્રેશરને ઓછું કરવાની ક્ષમતા ખતમ થઇ શકે છે અને તમને લાંબા સમય સુધી બ્લડ પ્રેશરની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. આ વાત પર હજુ સુધી કોઇ એકમત નથી કે બીટથી તમને મળનારી માત્રાથી તમે પરેશાનીઓ આવી શકે છે અથવા નહી. પરંતુ સાવધાનીની દ્રષ્ટિએ વિશેષજ્ઞોની સલાહ માનીએ તો કૃત્રિમ નાઇટ્રેટ્સની તુલનામાં પ્રાકૃતિક નાઇટ્રેટ્સ વધુ સુરક્ષિત છે. માટે વધુ માત્રામાં સેવન તમારા માટે હાનિકારક થઇ શકે છે.

7. તેનું કેટલી માત્રામાં સેવન કરવું જોઇએ?

7. તેનું કેટલી માત્રામાં સેવન કરવું જોઇએ?

પોષણ વિશેષજ્ઞોના અનુસાર એકવારમાં આઠ ઔંસ અને અઠવાડિયામાં ત્રણ વખતથી વધુ તેનું સેવન ન કરવું જોઇએ. અહી એક સર્વિંગમાં બે બીટના જ્યૂસ બરાબરા હોય છે. જો તમને તેનો સ્વાદ પસંદ નથી તો તમે તેની સાથે અન્ય કોઇ ફળ જેમ કે સંતરા અથવા સફરજનના જ્યૂસને મિક્સ કરી શકો છો. કેટલાક સ્વાસ્થ જાણકારોના અનુસાર તમે દરરોજ એક બીટનો જ્યૂસ પી શકો છો. પરંતુ હકિકત એ છે કે આટલી વધુ માત્રામાં તેનું સેવન કરતાં પહેલાં તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો તમે પહેલાંથી જ બ્લડ પ્રેશર ઓછી કરવાની દવાઓ લઇ રહ્યાં છો તો તેનાથી તમને ખતરો થઇ શકે છે. ધ્યાન રહે કે તમે જે દવાઓ લઇ રહ્યાં છો અથવા તમારી મેડિકલ હિસ્ટ્રીના અનુસાર તમારે તેના દુષ્પરિણામ ન સહન કરવા પડે. અને ડોક્ટર સાથે પરામર્શ કર્યા વિના તમારી દવાઓ છોડીને ફક્ત તેનું સેવન ન કરવું જોઇએ.

English summary
Chugging down gallons of beet juice may not be a good idea. Here’s side effects of beetroot juice you must watch out for.
Story first published: Thursday, February 23, 2017, 13:00 [IST]
X
Desktop Bottom Promotion