For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ બોડી પ્રાપ્ત કરવા માટે શાહિદ કપૂરે 15 દિવસ સુધી છોડ્યું હતું મીઠું અને ખાંડનું સેવન

By Karnal Hetalbahen
|

1 ડિસેમ્બરના રોજ બોલીવુડના જાણીતા હીરો શાહિદ કપૂરની ફિલ્મ પદ્યાવતી રિલીઝ થવાની છે. તેનું ટ્રેલર પણ બધા સમક્ષ આવી ગયું છે. એવામાં શાહિદ કપૂરના ચાહકોની નજર આ ફિલ્મના રાજપૂર રાજા રાવલ રતન સિંહ એટલે કે શાહિદ કપૂર પર ટકેલી છે.

શાહિદ, જે એકસમયે શરૂઆતના દિવસોમાં ખૂબ દૂબળા-પતળા હતા, તેમની મહેનત આજે તેમની બોડી પર જોવા મળે છે. આજે શાહિદે એક શાનદાર બોડી બનાવી લીધી છે, જેને જોઇ પ્રશંસકો તેમની મહેનતની કદર કરે છે.

શાહિદે ફિલ્મ પદ્માવતીના આ કેરેક્ટર માટે ખૂબ તનતોડ મહેનત કરી છે. તેના માટે આ શારીરિક અને ભાવનાત્મકરૂપે પડકારજનક હતું. બોડી બિલ્ડિંગમાં મજબૂત ખભાની ખૂબ જરૂર હોય છે, એટલા માટે શાહિદ પોતાના રૂટિન વર્કઆઉટમાં ખભાની એક્સરસાઇઝને લઇને ખૂબ સચેત રહ્યા છે.

ફિલ્મ જગતવાળા બતાવે છે કે શાહિદે આ રોલ માટે ખૂબ મહેનત કરી છે. સ્ટારે 14 કલાકના વ્યસ્ત શૂટિંગની સાથે સાથે હંમેશા 2 કલાક પોતાના વર્કઆઉટ માટે નિકાળ્યા છે. આવો જોઇએ કે શાહિદ કપૂરે મહારાજા રાવલ રતન સિંહની માફક બોડી બનાવવા માટે કેટલી તનતોડ મહેનત કરી અને તે દિવસોમાં કેવું ડાયટ હતું. કેવું હતું શાહિદનું ડાઇટ

શાહિદની બોડી બનાવવા માટે ડાયટ પર ખૂબ ભાર મુકવામાં આવ્યો. તેમનો ડાયટ કેનેડાના શેફ Kelvin Cheungએ તૈયાર કર્યો હતો, જો કે તેમના વર્કઆઉટ અને બોડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વીટ નગેટ્સ જે કોકોનેટ મિલ્ક અને 1 કટોરો કેરી તેમને રેગ્યુલર ખાવા માટે કહ્યું હતું. શાહિદને આર્ટિફીશિયલ શુગર ન ખાવાની સલાહ આપવામાં આવી હતી.

લીલા પાંદડાવાળી શાકભાજી

બ્રોક્લી, કેળા અને પાલકની સાથે બીંસ અને આખા અનાજ, જેમાં પ્રોટીન ખૂબ મોટી માત્રામાં મળી આવે છે, તે બધુ તેમને બપોરના ભોજનમાં આપવામાં આવતું હતું.

40 દિવસ સુધી ફોલો કરી આકરી ડાયટ

આ દિવસોમાં શાહિદે એક અઘરા ડાયટનું પાલન કર્યું, જેમાં તેમને બ્રાઉન રાઇસ અને શાકભાજીઓ ખાવા માટે કહ્યું હતું. 15 દિવસો સુધી શાહિદે મીઠું અને ખાંડનો સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો, આ ઉપરાંત શાહિદને મેક્સિકન રૈપ ખાવા માટે કહ્યું હતું જેમાં સ્ટમી શાકભાજીઓ હોય છે. શાહિદ કપૂર સંપૂર્ણપણે વેજિટેરિયન છે પરંતુ તેમછતાં પણ પોતાના મસલ્સ વધારવા માટે તેમણે કંઇપણ નોનવેજ ખાધું નહી.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

કેવો હતો વર્કઆઉટ

એક્ટરે 13મી સદીના રાજપૂત રાજાના કેરેક્ટર માટે કઠોર ટ્રેનિંગ લીધી. પોતાના તંગ કાર્યક્રમ છતાંપણ વર્કઆઉટ માટે બે કલાક નિકાળતા હતા. પોતાની ફીજીકને યોગ્ય રાખવા માટે શાહિદ પ્રસિદ્ધ ટ્રેન સમીર જૌરાની સાથે બૂટ કૈંપ માટે પણ ગયા. આ રિઝાઇમમાં તેમણે તલવારથી લડવાનું જ્ઞાન અને માર્શલ આર્ટ પણ શિખવાડવામાં આવ્યું. આ ઉપરાંત તેમને respiratory mask workout પણ શિખવાડવામાં આવ્યું જો કે ખેલાડીઓને શિખવાડવામાં આવે છે જે મોટાભાગે મેદાનમાં લાંબા સમય સુધી રહે છે. આ સહનશક્તિ અને ફેફસાંની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી હોય છે.

Read more about: exercise health
English summary
Shahid Kapoor undertook rigorous training and was following a strict diet to do justice to his part of the warrior king. Here's a lowdown into what went into making of Maharaj Rawal Ratan Singh's Body.
Story first published: Wednesday, November 8, 2017, 12:30 [IST]
X
Desktop Bottom Promotion