For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૂથપિકનો ટાળો ઉપયોગ તેનાથી થાય છે આ નુકસાન

By KARNAL HETALBAHEN
|

ઘણીવાર એવું બને છે કે આપણે જમીએ છી અને ખાવાનું દાંતની વચ્ચે ફસાઇ જાય છે. ફસાયેલા ખોરાકના ટુકડાને દૂર કરવા માટે આપણે ટૂથપિકનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું ટૂથપિકનો ઉપયોગ યોગ્ય છે? આ તમારા દિમાગમાં આવતું હશે. પરંતુ જ્યારે દાંતની વચ્ચે ખોરાક ફસાઇ જાય છે તો આપણે તરત જ ટૂથપિક વડે તેને હટાવી દઇએ છીએ. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ટૂથપિકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તો તમે ટૂથપિકનો ઉપયોગ કરો છો તો આ આર્ટિકલ જરૂર વાંચો. આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ટૂથપિક કેમ નુકસાનકારક છે.

આજે આપણે જે ટૂથપિકનો ઉપયોગ કરીએ છીએ તે પ્લાસ્ટિકની બનેલી હોય છે અથવા તો લાકડાની. લાંબાગાળાના અંતરે જ્યારે ટૂથપિકનો ઉપયોગ કરો છો અને ધીરે ધીરે તમારા દાંતની સફાઇ કરો છો તો તેમાં ગભરાવવાની જરૂર નથી. પરંતુ જો તમે ઘણીવાર ટૂથપિકનો ઉપયોગ કરો છો અને વધુ તાકાત લગાવીને દાંત અને પેંઢાને સાફ કરો છો તો આ આપણા માટે નુકસાનકારક છે. આવો જાણીએ એવા જ કેટલાક કારણો.

1. ઘસવું

1. ઘસવું

જ્યારે તમે વારંવાર તમારા દાંત અને પેંઢાને સાફ કરો છો, તો તેને ઘસવાથી પેંઢામાંથી લોહી આવવા લાગે છે. જો આ લાંબા સમય સુધી આવે તો તેનાથી દાંતને નુકસાન પહોંચી શકે છે.

2. પેઢાની બિમારી

2. પેઢાની બિમારી

ક્યારેક ક્યારેક ટૂથપિકનો ઉપયોગ કરવાથી કોઇ મુશ્કેલી સર્જાતી નથી, પરંતુ જો આ રોજ કરવામાં આવે તો તેનાથી દાંતને જ નહી પરંતુ પેંઢાને પણ નુકસાન પહોંચે છે. અને જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો પેંઢાની બિમારી પણ થઇ શકે છે.

3. દાંત વચ્ચે જગ્યા

3. દાંત વચ્ચે જગ્યા

જો ટૂથપિકનો ઉપયોગ એક જ જગ્યાએ વારંવાર કરવામાં આવે તો તેનાથી દાંત વચ્ચે ખાલી જગ્યા બનવા લાગે છે. જેથી તે ખાલી જગ્યામાં વધુ ભોજન ફસાવવા લાગે છે. જેથી દાંતમાં કેવિટી થવા લાગે છે.

4. ઇનૈમલને નુકસાન

4. ઇનૈમલને નુકસાન

ઘણીવાર ટૂથપિકનો ઉપયોગ કરતી વખતે આપણે તેને ચાવવા લાગીએ છીએ, જે લાકડા અને પ્લાસ્ટિકની બનેલી હોય છે. તેનાથી દાંતન ઇનૈમલને નુકસાન પહોંચે છે.

5. દાંતના મૂળિયાને નુકસાન પહોંચાડવું

5. દાંતના મૂળિયાને નુકસાન પહોંચાડવું

ટૂથપિકનો સતત ઉપયોગ કરવાથી પેંઢા પોતાની જગ્યાએથી ખુલવા લાગે છે જેથી દાંતની પકડ ઢીલી પડી જાય છે. તેનાથી દાંતના મૂળિયાને નુકસાન પહોંચે છે અને ઘણીવાર તેમાં દુખાવો પણ થાય છે.

6. વેનીરને ખતમ કરી દે છે

6. વેનીરને ખતમ કરી દે છે

જો તમે ટૂથપિકનો દરરોજ ઉપયોગ કરો છો તો વેનીર એટલે કે ચમક, જે દાંતોને કેવિટીથી બચાવવા માટે ઉપયોગી હોય છે. તેને ખતમ કરી દે છે.

7. શ્વાસની દુગંધ

7. શ્વાસની દુગંધ

ટૂથપિકનો ઉપયોગ આપણે દાંતમાં ફસાયેલી ગંદકીને સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ જો આ ખાવાનું વધુ સમય માટે દાંત વચ્ચે રહી જાય અને તેને ટૂથપિક વડે સાફ કરવામાં આવે તો તેનાથી મોંઢામાંથી વાસ આવવા લાગે છે.

English summary
Using toothpicks is dangerous for your teeth and gums. Hence it should be avoided.
Story first published: Monday, March 20, 2017, 10:05 [IST]
X
Desktop Bottom Promotion