For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્ન પછી અચાનક પીરિયડની ડેટમાં કેમ થઈ જાય છે ચેન્જ ?

By Karnal Hetalbahen
|

લગ્ન પછી ના ફક્ત સામાજિક પારિવારિક, માનસિક જવાબદારીઓ બદલાઇ જાય છે, પરંતુ સૌથી વધારે બદલાય છે શારિરીક જવાબદારીઓ. ભલે તે ઘરની બહારના કામ હોય કે પછી પતિ-પત્નીના શરીર સંબંધ. અને ઘણી વખત કેટલીક જવાબદારીઓની સાથે કેટલીક ઘટનાઓ ઘટે છે, જે આપણને ક્યારેક ખુશ તો ક્યારેક હેરાન કરે છે.

હવે જેમ કે લગ્ન પછી માં બનવાની ખુશી સાતમા આશમાને પહોંચાડી દે છે તો ત્યાં જ ઈરેગ્યુલર પીરિયડ જેવા ચેન્જ ટેન્શન અને તકલીફ આપે છે.

reason why you are having irregular periods after marriage

જોકે અનિયમિત પીરિયડ હોવાનું એક મેડિકલ કારણ છે જોકે લગ્ન પછી આ સમસ્યાના કારણ અને ઉપાયની જાણકારી હોવી જરૂરી છે જેનાથી તેમાંથી છુટકારો મેળવી શકાય.

લગ્ન પછી મહિલાના જીવનમાં આવનાર ભાવનાત્મક અને હોર્મોનલ ચેન્જમાં કંઈ મોટી ચિંતાની વાત હોતી નથી જો આ એક સામન્ય રીતે હોય તો પીરિયડમાં થનાર આ બદલાવ એક રીતે સંકેત હોય છે કે માસિક ધર્મને નિયંત્રિત કરનાર હોર્મોનસમાં બેલેન્સ નથી.

૧. ગર્ભ નિરોધક દવા લેવી

૧. ગર્ભ નિરોધક દવા લેવી

લગ્ન પછી સામાન્ય રીતે મહિલાઓ ગર્ભનિરોધક ઉપાયોનો ઉપયોગ કરે છે અને દવાઓ અને બીજા મેડિકલ સાધનોનો ઉપયોગ કરે છે જેના કારણે હોર્મોનલ સંતુલન બગડી જાય છે અને તેને સામન્ય થવામાં સમય લાગે છે અને તે પણ તમારા પીરિયડ્સની અનિયમિતતા, સંખ્યા અને તારીખને પ્રભાવિત કરે છે. લગ્ન પછી પરિવાર નિયોજન એટલે ફેમીલી પ્લાનિંગ કરવી અને અનવોન્ટેડ પ્રેગ્નેન્સીથી બચવું ખૂબ જરૂરી છે પણ તેના માટે પિલ્સ લેવાની જગ્યાએ તમે બીજા બચાવના ઉપાયો અપનાવો.

૨. હોર્મોનલ બદલાવ

૨. હોર્મોનલ બદલાવ

હોર્મોનલ ચેન્જીસ લગ્ન પછી સામન્ય છે પરંતુ સમયસર ર્ડોક્ટરની સલાહ ના લેવા પર ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે જેમકે ગર્ભાશયમાં ગાંઠ થવી અને માસિક ધર્મનું અનિયમિત થવું જેના કારણે ગર્ભધારણ કરવામાં સમસ્યા થઈ શકે છે.

૩. વજનમાં ફેરફાર

૩. વજનમાં ફેરફાર

લગ્ન પછી વજનને લઈને પણ સમસ્યા થઈ શકે છે અને સાથે જ ઘણાં કારણોથી ઉત્પન્ન થયેલા હોર્મોનલ અનિયમિતતાની સમસ્યાથી છુટકારો મેળવવા શરીરને સમય લાગે છે અને શરીરની આ જ પ્રક્રિયા તમારા પીરિયડ્સની નિયમિતતાને પ્રભાવિત કરી શકે છે.

૪. સ્ટ્રેસ

૪. સ્ટ્રેસ

વધારે ડિપ્રેશન કે થાકના કારણે પણ માસિક ધર્મના નિયમિત હોવા પર ખરાબ અસર કરે છે ના તે તમારા માસિક ધર્મના અનિયમિત હોવા માટે જવાબદાર છે પરંતુ સાથે જ તે વજન વધવા જેવી સમસ્યાઓથી પણ હેરાન થવું પડે છે.

૫. આલ્કોહોલનું સેવન

૫. આલ્કોહોલનું સેવન

આલ્કોહોલ અને ધ્રુમપાનના સેવનના કારણે પણ માસિક ધર્મ અનિયમિત થઈ શકે છે. દારૂ પળ ભરનો નશો જ નહીં પરંતુ ઉંડાણથી શરીર પર લાંબા સમય સુધી પ્રભાવ પાડે છે.

૬. અનહેલ્દી લાઈફસ્ટાઈલ

૬. અનહેલ્દી લાઈફસ્ટાઈલ

ઘણા અનિયમિત પીરિયડના પ્રોબ્લેમ આપાણી અનિયમિત અને અસંતુલિત જીવનચર્યાના કારણે થાય છે. લગ્ન પછી અનિયમિત અને અસંતુલિત લાઇફસ્ટાઈલ અપનાવનાર મહીલાઓની સંખ્યા વધારે છે. યોગ્ય સમયે ના ખાવું અને જ્યારે ખાય ત્યારે તેમાં વધારે ફેટ કે તીખું તળેલું ખાવું.

૭. બીમારી

૭. બીમારી

ક્યારેક ક્યારેક બીમાર હોવાના કારણે પણ ઓવ્યુલેશનમાં મોંડુ થઈ શકે છે. તો આગળ જતા જ્યારે તમને પીરિયડ્સ ના આવે કે મોંડુ થાય તો આ વાત પર જરૂર ધ્યાન આપો કે ક્યાંક તમે બીમાર તો નથી ને.

૮. ઓવ્યુલેટ ના થવું

૮. ઓવ્યુલેટ ના થવું

નોર્મલ પીરિયડ્સમાં જ્યારે તમારા અંડનું ઉત્પાદન થાય છે ત્યારે ગર્ભાશયની પરત જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે તે નીકળી જાય છે. જ્યારે તે ઓવ્યુલેશનના સમયે અંડાનું ઉત્પાદન ના થાય ત્યારે તે પરત મોટી થઈ જાય છે અને તેના કારણે વધારે રક્તસ્ત્રાવ થાય છે. ત્યાં જ તમારા પીરિયડ્સ થઈ રહ્યાં હોય અને પછી ઘણા મહિના બાદ થાય તો ત્યારે તમે ઓવ્યુલેટ કરતા નથી.

૯. થઈ શકે તમે ગર્ભવતી હોય

૯. થઈ શકે તમે ગર્ભવતી હોય

લગ્ન પછી જો તમને પીરિયડ ના આવે તો તેનું કારણ આ પણ હોઈ શકે છે. પીરિયડ્સ બંધ થવાના થોડા સમય સુધી ક્યારેક તમને એ જાણવા નથી મળતું કે તમે ગર્ભવતી છો. એટલા માટે પીરીયડ્સ ના થવા પર હેરાન ના થાઓ. થઈ શકે તમને આગળ જતા કોઇ ખુશખબરી જ મળી જાય.

૧૦. વધારે પડતો વ્યાયામ

૧૦. વધારે પડતો વ્યાયામ

લગ્ન પછી મોટાભાગની મહિલાઓનું વજન વધી જાય છે, જેને ઓછું કરવાના ચક્કરમાં વધારે વ્યાયામ કરવા લાગે છે. અને જેનાથી આગળ જતા તેમના પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે.

English summary
Here are a few common reasons behind the irregular menstrual cycle after marriage.
Story first published: Saturday, November 25, 2017, 14:45 [IST]
X
Desktop Bottom Promotion