દરરોજ ક્રૉસવર્ડ રમવાથી આપનું મગજ થાય છે તેજ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

શું આપને વર્ડ પઝલ જેવા 'ક્રૉસવર્ડ' રમવું પસંદ છે ? જો હા, તો આપનાં માટે એક ખુશકબરી છે. આ પ્રકારની રમત રમવાથી આપનાં મગજનાં કામકાજમાં સુધારો થાય છે અને આપનું મગજ દસ વર્ષ નાનું રહે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં થયો છે.

પરિણામોથી સંકેત મળે છે કે વધુ વખત વર્ડ પઝલ રમવા સાથે જોડાયેલા લોકો ધ્યાન, તર્ક અને સ્મૃતિનું આકલન કરનાર સંજ્ઞાનાત્મક કાર્યો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે કે જેથી મનોભ્રંશનાં વિકાસમાં ઘટાડો નથી થઈ શકતો. આ ઉપરાંત, આ પ્રકારનાં લોકોનું બ્રેન ફંક્શન પણ વ્યાકરણિક તર્ક ગતિ અને અલ્પકાલિક સ્મૃતિ સચોટતાનાં પરીક્ષણ પર પોતાની આયુથી દસ વર્ષની ઉંમરને સમાન હોય છે.

Playing Crosswords

બ્રિટનમાં એથિસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર કીથ વેનેસસે જણાવ્યા મુજબ આપણે વર્ડ પઝલ ઉપયોગની આવૃત્તિ અને નવ સંજ્ઞાનાત્મક કાર્યોનાં પ્રદર્શનની ગતિ અને સચોટતા વચ્ચે સંબંધો જોઇએ છીએ કે જેમાં ધ્યાન, તર્ક અને મેમોરી સહિતનાં કાર્યનાં અનેક પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

લંડનમાં યોજાયેલા અલ્ઝાઇમર્સ એસોસિએશન ઇંટરનેશનલ કૉન્ફરંસ (એએઆઈસી) 2017માં રજુ થયેલ અભ્યાસ માટે ટીમે વિશ્લેષણ કર્યું છે કે પઝલમાં ગુંચવાવું અને સામાન્ય રીતે પઝલ ઉપયોગની આવૃત્તિ સાથે સંવર્ધિત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં પ્રદર્શન સતત શ્રેષ્ઠ હતું. આ શોધમાં 50થી વધુ વયનાં 17 હજારથી વધુ સ્વસ્થ લોકોને એક ઑનલાઇન પરીક્ષણમાં સામેલ કરાયા હતાં.

શોધકર્તાઓએ સુચન કર્યું છે કે મનને સક્રિય રાખવા, વ્યાયામ કરવા, ધૂમ્રપાલન છોડવા અને સ્વસ્થ-સંતુલિત આહાર ખાવાથી મનોભ્રંશ વિકસિત થવાનાં જોખમને ઓછું કરવામાં મદદ મળી શકે છે.

English summary
Love to play word puzzles such as crosswords? It may improve brain function and keep your brain ten years younger, a study has found.
Story first published: Wednesday, July 19, 2017, 13:00 [IST]