Related Articles
ફણસમાં છુપાયેલા સ્વાસ્થ્ય લાભ
ભારતમાં સૌથી વધુ પસંદ થનાર ફળ ફણસ વિશ્વમાં સૌથી મોટું હોય છે. ફણસનું શાક, પકોડા કે અથાણું ઘણા લોકોના ફેવરિટ હોય છે. જ્યારે તે પાકી જાય છે ત્યારે તેની અંદરના મીઠાં ફળને ખાવામાં આવે છે. જે કે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફણસની અંદર ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેવા કે, વિટામીન એ, થાઈમીન, પોટેશિયમ, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, આર્યન, નિયાસીન અને જિંક વગેરે.
આ ફળમાં વધુ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે સાથે જ તેમાં કંઈપણ કેલરી હોતી નથી. શું તમને જાણકારી છે કે પાકેલા ફણસના ગુંદાને સારી રીતે મેશ કરીને પાણીમાં ઉકાળીને અને આ મિશ્રણને ઠંડુ કરીને એક ગ્લાસ પાણીમાં પીવાથી જબરદસ્ત સ્ફુર્તિ આવે છે, આ હાર્ટના રોગી માટે પણ સારું માનવામાં આવે છે.
ફણસના સ્વાસ્થ્ય લાભ
૧. ફણસમાં પોટેશીયમ મળી આવે છે જે કે હાર્ટની સમસ્યાને દૂર કરે છે કેમ કે તે બલ્ડ પ્રેશરને લો કરી નાખે છે.
૨. આ રેશાદાર ફળમાં મોટા પ્રમાણમાં આર્યન મળી આવે છે જે કે એનિમીયાને દૂર કરે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારે છે.
૩. તેના મૂળને અસ્થામાના રોગીઓ માટે સારા માનવામાં આવે છે. જો તમે તેના મૂળને પાણી સાથે ઉકાળીને બચેલું પાણી ગાળીને પીવો તો અસ્થામા કંટ્રોલમાં આવી જશે.
૪. તે શરીરનો થાઈરાઈડ પણ સંભાળે છે. તેમાં રહેલા સૂક્ષ્મ ખનિજ અને કોપર થાયરાઈડ પાચનક્રિયા માટે પ્રભાવશાળી હોય છે. ખાસ કરીને તે હોર્મોનના ઉત્પાદન અને અવશોષણ માટે સારું માનવામાં આવે છે.
૫. હાડકાં માટે પણ આ ફળ ખૂબ જ સારુ હોય છે. તેમાં રહેલ મેગ્નેશિયમ હાડકામાં મજબૂતી લાવે છે તથા ભવિષ્યમા૦ ઓસ્ટિયોપુરોસિસની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
૬. તેમાં વિટામીન સી અને એ મળી આવે છે જે કે રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેકશનથી પણ બચાવે છે.
૭. સાધારણ શર્કરા જેવી કે, ફક્યોઝ અને સૂકરોઝ તરત જ ઉર્જા આપે છે. આ શર્કરામાં જામેલી ચરબી અને કોલેસ્ટ્રોલ નથી હોતા.
૮. આ ફળ અલ્સર અને પાચન સંમ્બધી સમસ્યાને દૂર કરે છે. તેમાં ફાઈબર હોય છે જે કે કબજીયાતની સમસ્યાને દૂર કરે છે.
૯. તેનો સ્વાસ્થ્ય લાભ આંખ અને ત્વચા પર પણ જોવા મળે છે. આ ફળમાં વિટામીન એ મળી આવે છે જેનાથી આંખોની રોશની વધે છે અને સ્કીન સારી થાય છે. આ રંતાધણાપણાને પણ સારુ કરે છે.