For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમળાનો મુબ્બો: દાદીમાંના આ નુસખા બચાવશે ગરમીમાં લૂ થી

By KARNAL HETALBAHEN
|

આમળાના ગુણો વિશે તો બધા જાણે છે. આ એક એવું ફળ છે જેના ગુણ કાચા હોય કે પાકા હોય કે તડકાંમાં સૂકાયેલા હોય, ઓછા હોતા નથી. તે ખાવામાં ખૂબ ખાટા હોય છે પરંતુ તેનો મુરબ્બો ખાવો બધાને પસંદ છે. ગરમીમાં લોકો આમળાના મુરબ્બાને ફ્રીઝમાં ઠંડો કરીને ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો નાસ્તા અને લંચમાં તેને ખાવાનું ભૂલતા નથી.

આમળાનો મુરબ્બો વિટામીન સી, આયરન અને ફાઈબરનો સૌથી સારો સ્ત્રોત હોય છે. સાથે જ તેમાં કેલ્શિયમ, વિટામીન એ અને મેગ્નેશિયમ હોય છે જે તેને વધારે હેલ્દી બનાવે છે. તેના નિયમીત સેવનથી ઘણી બધી સમસ્યાઓથી રાહત મળે છે.

ઘરોમાં નાની, દાદી સ્પેશિયલી તેને ગરમીને ધ્યાનમાં રાખીને બનાવે છે. ગરમીમાં આમળાનો મુરબ્બાના ઘણા ફાયદા છે, આવો જાણીએ

પ્રેગ્નેન્સી દરમ્યાન થાય છે ફાયદાકારક-

પ્રેગ્નેન્સી દરમ્યાન થાય છે ફાયદાકારક-

ગર્ભવતી મહિલાઓમાં મોર્નિગ સિકનેસની સમસ્યા સામાન્ય હોય છે, અને આ સમસ્યા તેમના માટે ખૂબ કષ્ટદાયક હોય છે. અહીં સુધી કે કેટલીક મહિલાઓને ગર્ભધારણ પહેલાની અવસ્થામાં કબજીયાતની સમસ્યા થઈ જાય છે, આ બધાનો એક જ ઘરગથ્થું ઉપાય છે, તે છે આમળાનો મુરબ્બો.

આમળાના મુરબ્બામાં જે વિટામીન સી અને ફાઈબર હોય છે તે આ સમયે ખૂબ કામમાં આવે છે. દરેક દિવસ સવારે નવશેકા ગરમ પાણીની સાથે એક કે બે આમળના મુરબ્બાને પીસ ખાવાથી આ બન્ને કષ્ટને ઓછા કરી શકાય છે.

હિટ સ્ટ્રોક માટે લાભદાયક

હિટ સ્ટ્રોક માટે લાભદાયક

ગરમીના દિવસોમાં લૂ લાગવી કે હિટ સ્ટ્રોકના કારણે લોકોના નાકથી લોહી વહે છે. મુરબ્બામાં જે વિટામીન સી હોય છે તે લોહીનું વહેવું ઓછું કરે છે.

એસિડિટીની સમસ્યા-

એસિડિટીની સમસ્યા-

આજકાલ તો એસિડીટીની સમસ્યા સામાન્ય છે. દરેક પાંચ લોકોમાંથી ત્રણ લોકોને ગેસ કે અપચાની બીમારી હોય છે. કડવી દવા કે કેપ્સૂલ લેવાની જગ્યાએ ટેસ્ટી આમળાના મુરબ્બાનું સેવન કરો. દરરોજ સવારે ખાલી પેટ મુરબ્બાના બે પીસ ગરમ પાણી સાથે લેવાથી ખૂબ ફાયદો પહોંચે છે.

ફર્ટિલીટીમાં મદદરૂપ-

ફર્ટિલીટીમાં મદદરૂપ-

મુરબ્બામાં આયરન, ફાઈબર અને વિટામીન સી હોવાના કારણે તે એટલું હેલ્દી હોય છે કે તે મહિલાઓની પ્રજજન પ્રણાલીને સારી બનાવીને માં બનવાની સંભાવનાને વધારવામાં મદદરૂપ થાય છે. રોજ સવારે ખાલી પેટ ગરમ દૂધ કે પાણીની સાથે એક કે બે પીસ મુરબ્બો ખાઓ.

થાક દૂર કરે છે-

થાક દૂર કરે છે-

જે લોકોને લોહીની ઉણપના કારણે હંમેશા થાકની સમસ્યા હોય છે તેમના બ્લડમાં હિમોગ્લોબિનની માત્રા વધારીને તેને એનર્જી આપે છે. ખાસ કરીને કોઈ બિમારી પછી માં બન્યા પછી કે બાળકને વધારે માનસિક પરિશ્રમના કારણે લોહીની ઉણપના કારણે થાકનો અનુભવ થાય છે તેને નિયમીત રીતે બે મહિના સુધી મુરબ્બાનું સેવન રોજ સવારે કરવું જોઈએ.

અલ્સરને જલ્દી ઠીક કરે છે

અલ્સરને જલ્દી ઠીક કરે છે

તમને આ જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો પેપ્ટિક અલ્સરના કષ્ટથી હેરાન છે તેને આમળાના મુરબ્બાના સેવનથી ખૂબ આરામ મળે છે. તેનો હિલીંગ કે ઉપચારાત્મક ગુણ ઘાને જલ્દી ભરવામાં મદદ કરે છે.

વાળનું ઉતરવું ઓછું કરે છે-

વાળનું ઉતરવું ઓછું કરે છે-

આમળાના મુરબ્બામાં જે વિટામીન સી હોય છે તે વાળનું ઉતરવાનું ઓછું કરવાની સાથે-સાથે ક્વોલીટીને પણ સારી બનાવે છે. તેને નવશેકા ગરમ દૂધની સાથે લો અને તમારા વાળની ખૂબસૂરતી વધારો.

વિભિન્ન ભાષઓમાં અલગ અલગ નામથી પણ જાણીતા છે આમળા

વિભિન્ન ભાષઓમાં અલગ અલગ નામથી પણ જાણીતા છે આમળા

હિંદીમાં આમલા કે આંવલા

અંગ્રેજીમાં Gooseberry, Emblic Myrobalam

સંસ્કૃતમાં આમલકી, ઘતૃરી, અમ્લિકા

ગુજરાતીમાં આમળા

બંગાળમાં- અમલોકી

પંજાબીમાં ઓલ્યા

આસામીમાં અમલાખી

ઓડિયામાં આનલા

તમિલ, કન્નડ, મલાયાલમમાં નેલક્કિાઈ

ઉર્દુ- ઉસીરી

English summary
Ayurvedic practitioners recommend taking amla murabba each day in the morning for its health benefits.
Story first published: Thursday, May 4, 2017, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more