For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંધિવાનો દુખાવો? કોબીજના પાનથી ઉપાય કરો!!

By KARNAL HETALBAHEN
|

કોબીજ એક પોષક પત્તેદાર શાકભાજી છે. તેમાં ફાઈબર, ફોલેટ, તાંબું, વિટામીન બી1, પોટેશિયમ, મેંગેનિજ, વિટામીન બી, સી, અને બીજું ઘણું મળી આવે છે. તેમાં કેલ્શિયમ, આયરન, ક્લોરિન, મેગ્નેશિયમ, પેંટોથેનિક એસિડ, નિયાસીન અને ફોસ્ફરસ પણ મળી આવે છે. કોબીજનો ઉપયોગ ખેંચાણ, મચકોડ, સોજા, અલ્સર, ઘા, આર્થરાઈટિસ અને સાંધાના દુખાવના ઉપાયમાં કરી શકાય છે.

તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. આ ઉપાય ઘણા લોકો પર અસર કરી ચૂક્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે કોબીજીના પત્તા દુખાવાને ઓછો કરે છે. કેટલાક લોકો કહે છે કે સંધિવાના દુખાવના પૂરી રીતે ઠીક કરી દે છે. આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ ઉપાય વાસ્તવમાં પ્રભાવશાળી છે કે નહીં.

પરંતુ એક વખત તેનો ઉપયોગ કરવામાં કોઈ ખરાબી પણ નથી વિશેષ રીતે ત્યારે જ્યારે તમે સંધિવાના દુખાવાથી પીડાવ છો. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ર્ડોક્ટરની સલાહ લઇ લો.

cabbage for gout

તબક્કો #1
સૌથી પહેલા બજારમાંથી કોબિજની તાજા પાન લાવો અને તેને પ્લાસ્ટિક બેગમાં રાખી દો. તેને ફ્રિઝરમાં રાખો. જ્યારે સંધિવાનો દુખાવો થાય તો કોબિજના પાનને ફ્રિઝરમાંથી નીકાળી તેને તે પ્રભાવિત જગ્યા પર લપેટી લો. એક રૂમાલ લો અને તેને કોબીજના પટ્ટા પર લપેટી લો.

તબક્કો #2
તમારા શરીરની ગરમીથી કોબીજના ઠંડા પાન ગરમ થઈ જશે અને આ પ્રક્રિયા દરમિયાન કોબીજમાં ઉપસ્થિત કેટલાક યોગિક તમારી ત્વચામાં પ્રવેશ કરે છે. આ ઉપાયથી યુરિક એસિડના કણ મળી જાય છે જે સંધિવાના દુખવાનું મુખ્ય કારણ છે. ઓછામાં ઓછો તે ભાગનો સોજો ઓછો થઇ જાય છે.

ઉપાય #2
જો તમને તળિયામાં સોજા હોય તો કોબીજના પાનને તે સ્થાન પર લપેટીને રાખો અને ૩૦ મિનીટ સુધી પગને ઉપરની તરફ ઉઠાવીને રાખો. તેનાથી સોજો ઓછો થઇ જશે.

બીજી રીત
કોબીજના પાનને ફ્રિઝરમાં રાખવાની જગ્યાએ ફક્ત તેને વેલણથી દબાવો. એવું કરવાથી પાન પર તિરાડ પડી જાય છે અને તેમાંથી રસ નીકળતો રહે છે.

તબક્કો #2
એક ફ્રાઈંગ પેન પર પત્તાને ગરમ કરો. તેને વધારે ગરમ ના કરો. કપડાંની મદદથી પત્તાને સાંધા પર બાંધો. ૪૫ મિનીટ પછી પત્તા નીકાળી લો. તમને સાંધાના દુખવામાં આરામ મળશે.

સાવધાની
જો તમારા પગને કોબીજથી એલર્જી થાય છે કે તમને ખંજવાળ આવે છે તો પત્તાને તરત નીકાળી દો.

English summary
Cabbage is used as a folk remedy to treat joint pains, sprains, gout pain and even arthritis. Would you like to try it? Read on to know...
Story first published: Saturday, April 8, 2017, 11:26 [IST]
X
Desktop Bottom Promotion