ઘીમાં ભેળસેળ: આને વાંચીને તમે અવિશ્વસનીય સ્થાનો પરથી ઘી નહી ખરીદો!!

Posted By: Staff
Subscribe to Boldsky

જો તમારી પાસે સમય છે તો તમે ઘી ઘરે જ બનાવો. કે જો તમે કેટલીક વિશ્વસનીય બ્રાન્ડને જાણો છો જે શુદ્ધ ઘી વેચે છે તો દુકાનમાંથી તેમની બ્રાન્ડનું જ ઘી ખરીદો. પરંતુ રસ્તાના કિનારે ઉભા રહીને ઘી કે તેલમાં તળેલી વસ્તુઓ વેચનારથી સાવધાન રહો.

ઘી દૂધનું જ એક ઉત્પાદન છે. પરંતુ ભેળસેળ યુક્ત ઘી દૂધથી બનતું નથી. આ જાણીને તમને આશ્ચર્ય થશે. ભેળસેળ યુક્ત ઘી હાડકાંનો ભૂક્કો, પશુઓની ચરબી, પામોલીન તેલ, અને બીજા ખતરનાક કેમિકલ્સને મિક્સ કરીને બનાવવામાં આવે છે. અંચબિત છો ને?

તથ્ય #1

તથ્ય #1

શું થાય છે જ્યારે તમે ભેળસેળ યુક્ત ઘીનું સેવન કરો છો. તેમાં રહેલા પ્રાણીઓના અવશેષોના કારણે તમને ક્યારેક હાર્ટએટેક પણ આવી શકે છે. તમારો લોહીનો પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે અને તમારું મૃત્યું પણ થઈ શકે છે.

તથ્ય #2

તથ્ય #2

શું થાય છે જ્યારે તમે આવું ઘી ખાઓ છો જેમાં હાડકાંનો ભૂક્કો મિક્સ કરેલો હોય છે? તેના કારણે સ્ટ્રોક પણ થઈ શકે છે. તેના ઉપરાંત ગૈંગ્રીન થવાની સંભાવના પણ હોય છે. પાચન પણ પ્રભાવિત થાય છે. તમારી કિડની અને લિવર પણ ખરાબ થઈ શકે છે.

તથ્ય #3

તથ્ય #3

જો ઘીમાં ટોક્સિંસ (ઝેરીલા પદાર્થ) જેવા લેડ વગેરે હોય છે તો તેના કારણે એનિમીયા અને બ્રેન સંબંધિ સમસ્યાઓ થઈ શકે છે.

તથ્ય #4

તથ્ય #4

જો મિલાવટ યુક્ત ઘીમાં કેડમિયમ મિક્સ હોય છે તો તેના કારણે ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે. જો નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો તે મૂત્રમાર્ગ અને કિડનીને ખરાબ કરી શકે છે.

તથ્ય #5

તથ્ય #5

જો તેમાં ક્રોમિયમ મિક્સ હોય તો તમારું લિવર અને હદય ખરાબ થઈ શકે છે.

તથ્ય #6

તથ્ય #6

જો ભેળસેળ યુક્ત ઘીમાં ઝિંક મિક્સ હોય તો તેના કારણે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાત થઇ શકે છે.

English summary
Do you know that adulterated ghee is made of burning bones and animal fat at high temperatures? Read on to know about some shocking facts...
Story first published: Wednesday, April 12, 2017, 12:00 [IST]