For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ખાશો થાયરૉઇડમાં ?

By Lekhaka
|

થાયરૉઇડનાં દર્દીએ તેનાથી બચવા માટે વિટામિન, પ્રોટીનયુક્ત અને ફાયબરયુક્ત ખોરાકનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઇએ. જે લોકોને થાયરૉઇડ છે, તેમણે વધુ આયોડીન ધરાવતા ખાદ્ય પદાર્થો ખાવા જોઇએ.

માછલી અને દરિયાઈ માછલી થાયરૉઇડનાં દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કોઇક-કોઇકનું થાયરૉઇડ હાયપર હોય છે અને કોઇકને હાયપો, એવામાં જરૂરી છે કે આપ પોતાનાં તબીબનો સમ્પર્ક કરી જરૂરી ટેસ્ટ કરાવડાવો.

આજે અમે આપને કેટલાક આહારો વિશે માહિતી આપી રહ્યાં છે કે જે થાયરૉઇડનાં દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.

આયોડીન :

થાયરૉઇડનાં દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. આયોડીન થાયરૉઇડ ગ્રંથિની આડઅસરને ઓછી કરે છે.

શું ખાશો થાયરૉઇડમાં ?

આખું અનાજ :

લોટની સરખામણીમાં આખા અનાજમાં વધુ પ્રમાણમાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાયબર હોય છે. અનાજ ખાવાથી શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા વધે છે. જૂના ભૂરા ચોખા, જવ, બ્રેડ, પાસ્તા અને પૉપકૉર્ન ખાવા જોઇએ.


માછલી :

નૉન-વેજ પસંદ કરનારાઓએ માછલી જરૂર ખાવી જોઇએ, કારણ કે તેમાં વધુ પ્રમાણમાં આયોડીન હોય છે. એમ તો તમામ માછલીઓમાં આયોડીન હોય છે, પરંતુ દરિયાઈ માછલીઓમાં વધુ પ્રમાણમાં આયોડીન હોય છે.

તેથી દરિયાઈ માછલી જેમ કે સેલફિશ અને ઝીંગા ખાવા જોઇએ કે જેમાં વધુ પ્રમાણમાં ઓમેગા-3 ફૅટી એસિડ હોય છે. ટ્યૂના, સામન, મૅકેરલ, સાર્ડિન, હલિબેટ, હેરિંગ તથા ફ્લાઉંડર, ઓમેગા-3 ફૅટી એસિડનાં ટોચનાં ખોરાકી સ્રોત છે.


દૂધ અને દહીં

દૂધ અને દહીંમાં પુરતા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ, કૅલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. દહીં ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. પ્રોબાયોટિક્સ થાયરૉઇડ દર્દીઓમાં ગૅસ્ટ્રો ઇંટેસ્ટાઇનને સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે.


ફળો અને શાકભાજીઓ :

ફળો અને શાકભાજીઓ એંટી-ઑક્સીડંટનું પ્રાથમિક સ્રોત હોય છે કે જે શરીરનાં રોગો સામે લડવામાં મદદ પ્રદાન કરે છે. શાકભાજીઓમાં રહેલું ફાયબર પાચન ક્રિયાને મજબૂત કરે છે કે જેનાથી ભોજન સારી રીતે પચે છે. લીલી અને પાંદડાયુક્ત શાકભાજીઓ થાયરૉઇડ ગ્રંથિની ક્રિયાઓ માટે સારી હોય છે.

હાયપર થાયરૉઇડિઝ્મ હાડકાંને પાતળા અને નબળા બનાવે છે. તેથી લીલી અને પાંદડાયુક્ત શાકભાજીઓનું સેવન કરવું જોઇએ કે જેમાં વિટામિન ડી અને કૅલ્શિયમ હોય છે કે જે હાડકાંને મજબૂત બનાવે છે. લાલ અને લીલુ મરચુ, ટામેટા તથા બ્લ્યુબેરી ખાતાં શરીરની અંદર વધુ પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ જાય છે. તેથી થાયરૉઇડનાં દર્દીએ ફળો અને લીલી શાકભાજીઓનું સેવન કરવું જોઇએ.


સોયા

સોયા મિલ્ક, ટોફૂ કે સોયાબીનમાં એવા રસાયણો હોય છે કે જે હૉર્મોન્સને રાબેતા મુજબ કામ કરવામાં મદદ કરે છે, પરંતુ આ સાથે જ આપે આયોડીનનું પ્રમાણ પણ નિયંત્રિત રાખવાનું રહેશે.

Read more about: ખોરાક
English summary
Food can be your friend or your enemy when you’re dealing with thyroid trouble, depending on which foods you’re focusing on.
Story first published: Friday, November 25, 2016, 10:38 [IST]
X
Desktop Bottom Promotion