For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો રાત્રે વાંરવાર ટોયલેટ જવું પડતું હોય તો જમવામાં ઓછું કરો મીંઠુ

By KARNAL HETALBAHEN
|

જે લોકોને રાત્રે વાંરવાર ટોયલેટ જવું પડતું હોય તેમના માટે સારાં સમાચાર છે. રિચર્સથી જાણવા મળ્યું છે કે ફક્ત મીંઠાની માત્રા ઓછી કરવાથી તેનાથી બચી શકાય છે. વાંરવાર રાત્રે પેશાબ કરવા જવું એટલે નોક્ટુરાની સમસ્યા ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં થાય છે. જોકે જોવામાં આ એક સામાન્ય સમસ્યા લાગે છે પરંતુ યોગ્ય રીતે ના ઉંઘવાના કારણે તણાવ, ચિડીયાપણું, કે થાક જેવી વસ્તુઓ થાય છે જેનાથી આપણી જિંદગી પ્રભાવિત થાય છે.

લંડનમાં યુરોપીય સોસાયટી ઓફ યુરોલોજી કોગ્રેંસમાં પ્રસ્તુતુ અભ્યાસ અનુસાર તમારા ભોજનમાં થોડો બદલાવ લાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Cut down salt to reduce night-time toilet trips

અભ્યાસ અનુસાર, ભોજનમાં મીંઠુ ઓછું કરવાથી દિવસ અને રાત્રે વધારે પેશાબ કરવા જવાની હેરાનગતિનો ઉપાય સંભવ છે. જાપાનમાં નાગાસાકી યુનિવર્સિટીના પ્રમુખ શોધકર્તા માત્સુઓ ટોમોહિરોના અનુસાર ''રાત્રે પેશાબ વધારે જવાની સમસ્યાથી મોટી ઉંમરના લોકો વધારે હેરાન થાય છે. તમારા ખાન-પાનમાં થોડો બદલાવ લાવીને તે લોકો પોતાના જીવન સ્તરને સારું કરી શકે છે.''

અધ્યયનકર્તાઓઅ. ૩૨૧ પુરુષો અને મહિલાઓના સમૂહ પર અભ્યાસ કર્યો જે કે ખાવામાં મીંઠુ વધારે લેતા હતા અને રાત્રે સૂવામાં તેમને સમસ્યા હતી. આ પેશન્ટ્સને મીંઠાની માત્રા ઓછી કરવાની સલાહ આપવામાં આવી. તેમને આવું ૧૨ અઠવાડિયા સુધી કર્યું, અને તેમના મીંઠાના સેવનનું બાયોકેમિકલ રૂપથી પરીક્ષણ કરવામાં આવ્યું.

આ તપાસ દરમ્યાન, ૨૨૩ લોકોએ પોતાના ભોજનમાં મીંઠાની માત્રા 10.7 ગ્રામ દરરોજથી 8.0 ગ્રામ દરરોજ કરી દીધું. આ સમૂહમાં રાત્રે પેશાબ જવાની ફ્રિક્વેન્સી 2.3 ટાઈમથી 1.4 ટાઈમ થઈ ગઈ. તેનાથી વિપરીત, 98 પ્રતિશતે રાત્રે પોતાના મીંઠાનું સેવન 9.6 ગ્રામથી 11 ગ્રામ વધારી લીધું, જેનાથી રાત્રે પેશાબ કરવા જવાની ફ્રિક્વેન્સી 2.3 ટાઇમથી વધીને 2.7 ટાઈમ થઈ ગઈ.

અધ્યયનકર્તાઓએ જાણ્યું કે દિવસમાં પણ ખાવામાં મીંઠાની માત્રા ઓછી કરવાથી પેશાબ જવાનું ઓછું થયું. ટોમોહિરોના અનુસાર, ''મીંઠાની માત્રાનું સેવનનું પેશાબ પર પડનાર પ્રભાવનું અધ્યયન કરનાર આ પહેલી સ્ટડી છે, અમને તેના પુખ્તા પરિણામો માટે આગળ વધારે સ્ટડિઝ કરવી પડશે.

English summary
Researchers have found that simply cutting back on salt intake can reduce such night-time trips.
Story first published: Friday, April 21, 2017, 10:55 [IST]
X
Desktop Bottom Promotion