બેંગ્લોરના માર્કેટમાં વેચાઈ રહી છે પ્લાસ્ટિકની ખાંડ, લોકોના ઉડ્યા હોશ

Posted By: Super Admin
Subscribe to Boldsky

બજારમાં પ્લાસ્ટિકથી બનેલા ચોખા, કાંકરાથી ભરેલી દાળો, રંગ નાંખેલી શાકભાજી ઘણા સમયથી વેચાઈ રહી છે. પરંતુ હવે નવી વાત સામે આવી છે તે એ છે કે હવે નફાખોરોએ પોતાના ફાયદા માટે ખાંડમાં પ્લાસ્ટિક મિક્સ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકો કાલે બેધડક દૂધ, ખીર કે ચા માં ખાંડ મેળવે છે, તે હમણા ખૂબ જ સંભાળી સંભાળીને ખાંડ ખરીદવા લાગ્યા છે.

આંધ્ર પ્રદેશમાં પ્લાસ્ટિકના ચોખા વેચાવાની ખબર ઉડી હતી. અત્યારે આ વાત પૂરી રીતે ખતમ નથી થઈ કે બેંગ્લોરમાં પણ ખાંડમાં પ્લાસ્ટિકની ભેળસેળ કરીને વેચવામાં આવતી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

Plastic sugar

આવો જાણીએ કેવી રીતે થયો ખુલાસો
ચામાં ખાંડની સાથે પ્લાસ્ટિક મિક્સ કરેલી, તેનો ખુલાસો કર્ણાટકના ગડગ શહેરમાં થયો. અહીં એક પરિવારમાં મહીલા ચા બનાવી રહી હતી, થોડીવાર પછી જ્યારે તેને ખાંડ ના૦ખી તો તેમાંથી કંઈક બળવાની ગંધ આવવા લાગી. જ્યારે વાસણ જોયું તો તેમાં પ્લાસ્ટિકના કણ બળી રહ્યા હતા અને વાસણ પૂરું કાળું થઈ ગયું હતું.

Plastic sugar

પછી પરિવારના લોકોએ બજારમાંથી લાવેલી ખાંડને જ્યારે જોઈ ત્યારે જાણવા મળ્યું કે તેમાં ખાંડના કણ મિક્સ હતા. પરિવારવાળા ડિમાન્ડ કરી રહ્યા છે જે મીલમાંથી તે ખાંડ લાવે છે, તે મીલને તરત બંધ કરી દેવી જોઈએ.

Plastic sugar

સરકારે આપ્યા તપાસના ઓર્ડર
ખાંડમાં પ્લાસ્ટિક હોવની વાત જ્યારે સામે આવી તો કર્ણાટક સરકારે તરત જ કેશની તપાસ કરવાની સલાહ આપી દીધી. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ખાંડના સેમ્પલ લીધા અને તપાસ કરવા મોકલી દીધા છે.

Plastic sugar

કોણ કરી રહ્યું છે આ ભેળસેળ
ખાંડમાં ભેળસેળ ક્યાં કરવામાં આવે છે તેો જલદી ખુલાસો કરવામાં આવશે. શું આ ગરબડ સીધી મીલમાંથી થઈ રહી છે કે પછી તેની પાછળ રીટેલ શોપનો હાથ છે?

English summary
All that a family in Gadag wanted was a steaming cup of tea but what they were in for was a burnt mass of black residue.
Story first published: Monday, June 12, 2017, 16:00 [IST]