For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આંખના થાકને ઓછા કરવાના ૧૦ સર્વશ્રેષ્ઠ નુસખા

By Karnal Hetalbahen
|

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી.

આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો.

આ બધા લક્ષણ તમને સવારે નથી દેખાતા પણ જ્યારે તમે કોઈપણ વસ્તુને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી આંખમાં જોર પડે છે. જો કે દવાની દુકાનોમાં અનેક પ્રકારના આઈ ડ્રોપ કે પછી દવાઓ મળે છે પણ આખંના થાકને દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ કરી શકો છો. આખંના થાકને દૂર કરવા માટે તમે આ ૧૦ નુસખાનો ઉપયોગ કરી શકો છો.

૧. આંખોની માલિશ

૧. આંખોની માલિશ

આંખનો થાક દૂર કરવા માટે દરરોજ તમે આંખની માલિશ કરો. તેનાથી તમારી આંખમાં રક્ત સંચાલન યોગ્ય રીતે થશે અને તે તમારી આંખની આસપાસની માંસપેશિયોને પણ આરામ આપશે. તેનાથી તમારા ટિયર ગ્લેંડ પણ યોગ્ય રીતે કામ કરવા લાગશે જેનાથી તમારી આંખો ભીની રહેશે અને સૂકાપણાનો અહેસાસ થતો નથી.

૧. તમારી આંગળીઓથી પાંપળ અને ભ્રમરની આજુબાજુની માંસપેશિયોની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.

૨. ત્યારબાદ નીચેની પાંપળો અને હાડકાની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.

૩. પછી કપાળ અને ગાલના ઉપરના હાડકાની માલિશ કરો.

૪. આ દરરોજ એક થી બે વખત જરૂર કરો.

૨. હથેળીઓ વડે માલિશ

૨. હથેળીઓ વડે માલિશ

જ્યારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી તમારી આંખ થાકી જાય છે. ત્યારે હથેળીઓથી માલિશ કરવાથી તમારી આંખને આરામ મળે છે. તેનુ મુખ્ય ઉદ્દેશ્ય તમારી આંખને આરામ આપવાનો હોય છે.

૧. તેના માટે પહેલા તમે આરામથી સીધા બેસી જાઓ.

૨. ત્યારબાદ તમારી હથેળીઓને ત્યાં સુધી મસળો જ્યા સુધી તે ગરમ થઇ જાય.

૩. હવે તમારી આંખને બંધ કરી અને પાંપળો પર વજન આપ્યા વગર પોતાની હથેળીઓને પોતાની આંખ પર રાખો.

૪. એકદમ રિલેક્સ થઇ જાઓ અને અંધારાનો થોડા સમય માટે આંનદ લો.

૫. હવે હળવેથી પોતાની આંખ ખોલો અને તમારી આજુબાજુ જુઓ.

૬. એક સિટિંગમાં આ ઓછામાં ઓછું ત્રણથી પાંચ વખત કરો.

૭. દિવસામા ચાર થી પાંચ વખત તેને જરૂર કરો.

૩. તડકો લેવો

૩. તડકો લેવો

તડકો લેવો તે આંખનો થાક દૂર કરવા માટેની એક લાભકારી ટેકનીક છે. સૂર્યની મહત્વપૂર્ણ જીવન ઊર્જા તમારી આંખ માટે ખૂબ જ લાભકારી છે. આ ટેકનીકથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વ વિટામીન ડી પણ બને છે. તડકામાં કાળા થવાથી બચવા માટે સવારે ૮ થી ૧૦ ની વચ્ચે તમે તડકો લો.

૧. તડકો લેવા માટે તમે સવારે એવી જગ્યા પર ઊભા રહો કે જ્યાં તડકો સારી રીતે આવતો હોય.

૨. હવે તમારી આંખને બંધ કરી લો અને તડકાને પોતાની પાંપળો પર આવવા દો.

૩. સૂર્યની ગરમીને મહેસૂસ કરો અને તમારી આંખની કીકીને ઉપર નીચે, આગળ પાછળ ફેરવો.

૪. આ પ્રક્રિયાને ૫ મિનિટ સુધી કરો.

૫. તેના પછી હથેળીયોથી પોતાની આંખની માલિશ કરો.

૬. આ દિવસમાં એક વાર જરૂર કરો.

નોટ: તડકો લેતા સમયે ચશ્મા કે કાંટેક્ટ લેન્સ ના પહેરો. તડકો લીધા પછી હથેળીઓથી માલિશ કરવાનું ના ભૂલો.

૪. આંખની કસરત

૪. આંખની કસરત

દરરોજ આંખની કસરત એટલે કે આઈ એક્સસાઈઝ કરવાથી આંખનો થાક આરામથી દૂર થઈ જાય છે. આંખની કસરતથી તમારી આંખમાં રક્ત સંચાલન સારુ રહે છે અને આંખની માંસપેશિયાં વધારે લચીલી થઈ જાય છે જેથી ધ્યાન આપવામાં સરળતા રહે છે.

આ માટે તમે એક પેન કે પેન્સિલને એક હાથની દૂરી પર પકડો અને ધીરે ધીરે તેને તમારી નજીક લાવો. તેને ત્યાં સુધી જોતા રહો જ્યાં સુધી તે તમને સ્પષ્ટ ના દેખાઈ. પછી તેને જોતા જોતા જ દૂર લઈ જાઓ. આ પ્રકિયા લગભગ ૧૦-૧૫ વખત કરો. આ ઉપરાંત, થોડી સેકંડ માટે પોતાની આંખને ક્લોકવાઈઝ અને એન્ટી ક્લોકવાઈઝ ફેરવો. થોડાક સમયનો બ્રેક લો અને પછી તમારી પાંપળો પટપટાવો. આ કસરત લગભગ ૪-૫ વખત કરો. આ કસરતને બે-ચાર કલાકમાં ફરી વાર કરો. જો તમે તમારી આંખને થાકથી બચાવા માંગો છો તો આ કસરતને દરરોજ કરો.

૫. ઠંડુ પાણી

૫. ઠંડુ પાણી

જો તમારી આંખમાં તણાવની સાથે સાથે સોજા પણ છે તો તેને ઠંડા પાણીથી શેકો. તમે એક ચોખ્ખા કપડાંમાં થોડાક બરફ લપેટીને તેને પોતાની બંધ આંખો પર રાખો. આમ કરવાથી પાંચ - દસ મિનિટમાં તમારી આંખના સોજા જતા રહેશે.

૬. ગરમ શેક

૬. ગરમ શેક

ગરમ શેક પણ આંખના દર્દથી આરામ મેળવવાનો એક સારો એવો નુસખો છે. તે તમારી આંખની આજુબાજુની માંસપેશિયોને આરામ આપશે. તેનાથી તમારી આંખનુ દર્દ પણ ઓછું થશે અને તેની તાજગી પણ ચાલી જશે. જો તમારી આંખો સોજાયેલી છે તો આ શેકથી તમને દર્દમાં આરામ મળશે.

૧- તમે ગરમ પાણીમાં એક મુલાયમ કપડું નાખોં અને તેનું બધુ જ પાણી નીચોવી નાખો.

૨- તમે આરામથી સૂઈ જાઓ, આંખ બંધ કરો અને પોતાની પાંપળો પર ગરમ કપડાને રાખો.

૩- તમે શાંત રહો અને એક મિનિટ સુધી ધીમે ધીમે શ્વાસ લો.

૪- હવે તમે આ ભીના કપડાંને બદલો અને આ પ્રક્રિયાને ત્રણથી ચાર વખત કરો.

૫- અમારી સલાહ છે કે આ ઉપાયને તમે દિવસમાં બે વખત જરૂરથી કરો.

૭. કેમોમાઈલ ચા

૭. કેમોમાઈલ ચા

આંખના થાક માટે બીજો પણ એક રામબાણ ઈલાજ છે કેમોમાઈલ ચા. કેમોમાઈલના આરામદાયક અસરથી તમારી આંખના થાકને તરત જ રાહત મળી જશે. તે તમારી આંખાના આજુબાજુના સોજાને ઓછો કરવા માટે અસરદાર છે.

૧- એક કપ ગરમ પાણીમાં તમે કેમોમાઈલ ચા ના બે બેગ નાખો અને તેને ૫ મિનિટ માટે રાખી મૂકો.

૨- તમે પાણીમાંથી ટીબેગ નીકાળો અને એક ટી બેગ પોતાના ફ્રિજમાં રાખો અને બીજો પોતાના કિચન કાઉંન્ટર પર.

૩- નવસેકા ટ્રીટમેન્ટ માટે તમે પોતાના કિચન કાંઉન્ટરવાળી ટી બેગને પાંચ મિનિટ માટે પોતાની પાંપળો પર રાખો.

૪- ઠંડી ટ્રીટમેન્ટ માટે ફ્રીજવાળી બેગને પોતાની આંખ પર રાખો.

૫- આ પ્રક્રિાને તમે તમારી અનુકૂળતા મુજબ સમય સમય પર કરતા રહો.

તેના ઉંપરાત તમે દરરોજ કેમોમાઈલ ચા ત્રણથી ચાર વખત પીવો તેનાથી તમારો માથાનો દુખાવો ઓછો થશે જે આંખના દર્દ અને થાકનુ એક મુખ્ય કારણ છે.

૮ ગુલાબ જળ

૮ ગુલાબ જળ

ગુલાબજળ તણાવપૂર્ણ અને થાકેલી આંખો માટે એક પ્રાકૃતિક રિલેક્સના રૂપમાં કામ કરે છે. તેના ઉપયોગથી આંખ પર ખૂબ જ સુખદ પ્રભાવ પડે છે. સાથે જ, તે આંખની આજુબાજુની ત્વચા અને ડાર્ક સર્કલને પણ ઓછા કરે છે જેનાથી ત્વચા મુલાયમ અને આકર્ષક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગુલાબજળનો દરરોજ ઉપયોગ કરવાથી આંખની ભીનાશ પણ એવીને એવી રહે છે.

૧- તમારી આંખ પર ઠંડા પાણીની છાલક મારો અને એક સાફ રૂમાલથી તેને સાફ કરો.

૨- રૂ થી બનેલા બે ગોળાને ગુલાબજળમાં ડુબાડો.

૩- સૂઈ જાઓ અને રૂના તે ગોળાને પોતાની આંખ પર રાખો.

૪- આ પ્રક્રિયાને દિવસમાં બે વાર કરો.

૯. ખીરા

૯. ખીરા

ખીરાના ટુકડા રાખવાથી પણ આંખનો થાક જલદી દૂર થઈ જાય છે. તેના કસૈલ ગુણના કારણે ખીરા આંખની આજુબાજુની થાકેલી માંસપેશિયોને શાંત કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આંખના નીચેના સોજા અને ડાર્ક સર્કલ માટે પણ ખીરા ખૂબ જ ફાયદાકારક છે.

૧- એક મધ્યમ આકારની કાકડીને ૨૦ થી ૩૦ મિનિટ માટે ફ્રિજમાં રાખો.

૨- તેને મોટા ટુકડામાં કાપો અને પોતાની આંખોની નીચે રાખો.

૩- આ ઉપાયને તમે દિવસમાં એક થી બે વાર કરી શકો છો.

આ ઉપચારને તમે બટાટાથી પણ કરી શકો છો.

૧૦. દૂધ

૧૦. દૂધ

આંખના દર્દને દૂર કરવા માટે દૂધ પણ એક ખૂબ જ લોકપ્રિય રીત છે. દૂધની જે મલાઈ હોય છે તે સોજા અને થાકેલી આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત પણ દૂધ આંખના દર્દ, બળતરા અને સોજાને ઓછા કરવામાં સહાયક છે.

૧- ઠંડા દૂધમાં રૂને એક મધ્યમ આકારના ગોળાને થોડાક સમય સુધી ડુબાડીને રાખો.

૨- તેને પોતાની આંખની આજુબાજે ધીમે ધીમે રગડો સાથે જ આ મસાજ દરમિયાન તમે તમારી આંખની પાંપળોને થોડાક સમય માટે બંધ પણ કરો.

૩- આ પ્રક્રિયા દરમ્યાન થોડાક સમય માટે વિશ્રામ કરો એવામાં દૂધ અને યોગ્ય રીત તમારી આંખને રાત આપશે.

આ પ્રક્રિયાને દિવસમાં એક વાર કે જ્યારે પણ તમારી જરૂરિયાત હોય ત્યારે કરો.

૧૧. બીજી ટિપ્સ :૧

૧૧. બીજી ટિપ્સ :૧

જો તમે કોમ્પ્યુટર કે બીજા કોઈ અન્ય સ્ક્રીન પર ૨૦ મિનિટથી વધારે કામ કરતા હોય તો આ નાનો એવો વ્યાયામ તમારી આંખની બળતરાથી આરામ અપાવી શકે છે. તમે ૨૦ ફૂટ દૂરની કોઈ પણ વસ્તુને ૨૦ સેંકડ માટે જોવો અને તે પ્રક્રિયાને ઘણી વાર કરો.

જો તમે કોમ્પ્યુટર પર વધારે સમય સુધી કામ કરો છો તો તમે તમારા કોમ્પ્યુટરમાં કેટલાક સ્પેશિયલ સોફ્ટવેર જેવા કે આઈ લિયો, આઈ રેવની પસંદગી કરો. આ સોફ્ટવેર એક નિશ્ચિત અંતરમાં તમને બ્રેકની યાદ અપાવશે. તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીનને પોતાનાથી ૨૦ થી ૨૬ ઈંચ દૂર રાખો અને સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો કે કોમ્પ્યુટર કે લેપટોપ તમારી આઈ લેવલથી ઓછા હોય.

૧૨. બીજી ટીપ્સ: ૨

૧૨. બીજી ટીપ્સ: ૨

જે સમયે તમારી આંખ દુખતી હોય તો ધ્યાન રાખો કે તમારી આંખની આજુબાજુનો મેકઅપ ઓછો છે.

૧- જ્યારે તમે બહાર નીકળો તો ચશ્માનો ઉપયોગ કરો.

૨- જો તમે તમારી આંખને સૂકી મહેસુસ કરો છો તો ભેજ માટે કૃત્રિમ આંસુનો ઉપયોગ કરો.

૩- જ્યારે તમે ઘરની અંદર કામ કરી રહ્યા હોય તો હ્યૂમિડીફાયરનો ઉપયોગ કરો તે તમારી આંખને તાજાપણું આપશે.

૫ - વધારેમાં વધારે સૂવાની કોશિશ કરો. ઉંઘ ની ઉણપથી તમારી આંખ જલદી થાકી જાય છે.

૬ - તમારી પાંપળોને નીરતંર જબકાવતા રહો જેનાથી તમારી આંખોની નમી બની રહે.

૬- એંટીઓક્સીડેંટ અને ઓમેગા -૩ ફૈટી એસિડ યુક્ત ખોરકા જરૂર લો.

૭- સમગ્ર નેત્ર સ્વાસ્થ્ય માટે વિટામિન એ અને બીટા કેરોટીનવાળો ખોરાક લો.

૮- આંખના તણાવને ઓછો કરવા માટે દિવસમાં ખૂબ જ પાણી જરૂરથી પીવો.

૯- પોતાની આંખને સ્વસ્થ્ય રાખવા માટે પોતાના નેત્ર

English summary
There are many over-the-counter eye drops and medicines that can offer help, there are also many natural ways to alleviate eye strain. Here are the top 10 ways to reduce eye strain.
Story first published: Thursday, January 19, 2017, 11:52 [IST]
X
Desktop Bottom Promotion