સ્વપ્નદોષ માટે અચૂક ઘરગથ્થું ઉપાય

By KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

સ્વપ્નદોષની ફરિયાદ મોટાભાગે પુરુષોમાં જોવા મળે છે. સ્વપ્નદોષ ત્યારે થાય છે જ્યારે સૂતા સમયે વીર્ય સ્ખલિત થઇ જાય છે. સ્વપ્નદોષ, કોઈ સપના પછી થનાર એક સ્વાભાવિક શારિરીક પ્રતિક્રિયા છે. શું તમે જાણો છો કે સ્વપ્નદોષ મહિલાઓને પણ થાય છે? પરંતુ તેમના લક્ષણ પુરુષોના મુકાબલે થોડા અલગ હોય છે.

આજના યુવાનો સ્વપ્નદોષની ઝપેટમાં ખૂબ જલદી આવી જાય છે કેમકે તે અશ્લીલ ફિલ્મો જુએ છે કે પછી ઉત્તેજક પુસ્તકોમાં ડૂબેલા રહે છે. મનમાં ભોગ-વિલાસના વાસનાત્મક વિચાર કે મનમાં કામ-વાસનાના સ્વપ્નદોષના કારણ બને છે. આજ નહી ક્યારેક ક્યારેક તો સેક્સ વિશે વિચાર કર્યા વગર જ તેને સ્વપ્નદોષ થઈ જાય છે.

આમ તો સ્વપ્નદોષ કોઈ બીમારી નથી પરંતુ જ્યારે તમે ફક્ત આના જ કારણે દિવસભર તણાવથી ઘેરાયેલા રહો તો તેનો ઈલાજ જલ્દીથી જલ્દી શરૂ કરી દેવો જોઇએ. આજે અમે તમને સ્વપ્નદોષના કેટલાક અચૂક ઘરગથ્થું નુસખા જણાવીશું પરંતુ તેની પહેલા તમારે પોતાને બદલાવું પડશે અને મનમાં કોઈપણ રીતના ઉત્તેજક વિચાર લાવવાના બંધ કરવા પડશે, ત્યારે આ નુસખા કામ કરશે.

ઈલાયચી

ઈલાયચી

૧/૨ ગ્રામ લીલી ઈલાયચી પીસી લો અને તેમાં ૩ ગ્રામ સૂકા ધાણાનું ચૂર્ણ અને ૨ ગ્રામ પીસેલી મિશ્રી મિક્સ કરો. આ મિશ્રણનું સેવન સવારે બ્રેકફાસ્ટ પહેલા કરો. એવું ત્યા સુધી કરો જ્યા સુધી કે તમને આરામ ના મળે.

ગાયનું દૂધ

ગાયનું દૂધ

૧ ગ્લાસ ગાયના દૂધમાં ૩ ખજૂર પલાળી દો. પછી તેને બનાવો અને તેમાં સ્વાદ અનુસાર મિશ્રી મિક્સ કરો. જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને દૂધ પી લો. એવું ઘણા દિવસો સુધી કરવાથી વીર્યની ગુણવત્તા પણ વધશે અને સ્વપ્નદોષથી પણ રાહત મળશે.

બદામ

બદામ

૧ પીસેલી બદામ, થોડું માખણ અને ૩-૩ ગ્રામ લો. આ બધાને બરાબર માત્રામાં મેળવીને તેમાં ૭-૮ ગ્રામ મધ મિક્સ કરીને એક સમાન ભાગ બનાવી લો. આ મિશ્રણને ૮ થી લઈને ૧૦ દિવસો સુધી સવારે અને સાંજના સમયે પ્રયોગ કરવાથી આ સમસ્યાથી આરામ મળશે.

આમળા

આમળા

૬ ગ્રામ આમળાના ચૂર્ણમાં મધ મિક્સ કરીને ખાઓ અને ઉપરથી તેમાં મિશ્રી મેળવીને પાણી પી લો.

લીમડાંના પાન

લીમડાંના પાન

દરોરજ ૨ પત્તાં લીમડાના ચાવીને ખાવાથી ક્યારેય પણ સ્વપ્નદોષ નહી થાય.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

૬ ગ્રામ ડુંગળીના રસમાં ૪ ગ્રામ ગાયનું ઘી અને ૩ ગ્રામ મધ સવારે ચાટવાથી સ્વપ્નદોષથી છુટકારો મળશે.

આંમલી

આંમલી

આમલીને પાણીમાં પલાળીને તેની છાલ ઉતારી લો. તેના સફેદ બીજોને સૂકવીને ચૂર્ણ બનાવીને એક બોટલમાં રાખી લો. પછી દિવસમાં એક વખત દૂધમાં ૧ ચમચી તેનો પાવડર મિક્સ કરીને પીવો. રોજ આવુ કરો અને ફરક જુઓ.

આમળાનો મુરબ્બો

આમળાનો મુરબ્બો

રોજ આમળાના મુરબ્બાનું સેવન કરવું જોઈએ.

ત્રિફળા

ત્રિફળા

રાત્રે સૂતા પહેલા એક લીટર પાણીમાં ત્રિફળાનું ચૂર્ણ પલાળી લો અને સવારે તેને ગાળીને પી લો.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary
    In Ayurvedic texts, it is referred to as swapandosha. Ayurvedic medication can help with nightfall treatment to a large extent. Check out some Ayurvedic Treatment for Nightfall or wet dreams.
    Story first published: Thursday, May 18, 2017, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more