For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કમરના દુખાવાને દૂર કરવાના આ આયુર્વેદિક ઉપાય

By KARNAL HETALBAHEN
|

કમરનો દુખાવો કોઇ નાની મોટી બિમારી હોતી નથી, આ જેને પણ થાય છે તેનો અડધો જીવ નિકળી જાય છે. જ્યારે આ લાંબા સમય સુધી હોય અને ઠીક ના થાય તો આ ઘાતક સ્વરૂપ લઇ લે છે એટલા માટે સારું છે કે તમે તેની જલદી સારવાર કરાવો.

જો તમારી રાતો કમરના દુખાવાના લીધે જાગતાં જાગતાં પસાર થાય છે. તો આ આયુર્વેદિક નસખા તમારા કામ લાગશે. આવો જાણીએ કમરના દુખાવાને ઠીક કરવાના ઉપાય.

1. અજમો

1. અજમો

જો તમે અજમાને તવા પર સેકી લો અને પછી તેને ઠંડો થયા પછી ચાવીને ગળી જાવ છો તો તમને ઘણો ફાયદો પહોંચશે. આ પ્રયોગ તમારે 7 દિવસ સુધી કરવાનો છે. તમે જોશો કે તમારા કમરના દુખાવામાં ઘણી રાહત મળી ચૂકી હશે.

2. ગરમ પાણી વડે શેક કરો

2. ગરમ પાણી વડે શેક કરો

કમરના દુખાવામાં ગરમ પાણી વડે શેક કરવાથી ખૂબ રાહત મળે છે. 5 મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા પછી 2 મિનિટ બાદ ઠંડા પાણી વડે શેક કરવો જોઇએ.

3. સૂંઠ

3. સૂંઠ

સૂંઠ અને ગોખરૂને બરાબર માત્રામાં લો અને તેને મિક્સ કરી દિવસમાં બે વખત પાણી સાથે પીવો.

4. ધતૂરાના પત્તાનો રસ

4. ધતૂરાના પત્તાનો રસ

500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેના વડે દિવસમાં 4 વખત માલિશ કરો અને આરામ મેળવો.

5. કમળ કાકડીનું ચૂર્ણ

5. કમળ કાકડીનું ચૂર્ણ

તેના માટે 100 ગ્રામ કમળ કાકડીનું ચૂર્ણ લો. પછી એક વાસણમાં દૂધ નાખો અને તેને ઉકાળીને તેમાં કમળ કાકડીના ચૂર્ણને નાખો. પછી તે દૂધનું સેવન કરો અને રાહત મેળવો.

6. અજમો અને ગોળ

6. અજમો અને ગોળ

અજમો અને ગોળનો ઉપયોગ કરીને પણ કમરના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. તેના માટે 200 ગ્રામ અજમો લો અને તેને વાટી દો. હવે 200 ગ્રામ ગોળ લો અને તેને પણ વાટી દો. આ મિશ્રણને ડબ્બામાં મુકી રાખો અને દરરોજ એક ચમચી ખાવ.

7. આદુનો રસ

7. આદુનો રસ

આદુના રસમાં ઘી મિક્સ કરીને પીવો, આરામ મળશે.

English summary
There are some simple Ayurvedic Treatment for back pain that give immediate relief.
Story first published: Tuesday, May 23, 2017, 10:04 [IST]
X
Desktop Bottom Promotion