For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અઅકારણે થાક અને નબળાઈ લાગે, તો અજમાવો આયુર્વેદિક નુસ્ખાઓ

By Super Admin
|

થાક આજકાલની ખૂબ સામાન્ય સમસ્યા છે. સામાન્ય શબ્દોમાં તેને બહુ વધારે થાક કે સુસ્તી કે નબળાઈ થવી પણ કહી શકાય છે.

પરંતુ દરેક તાળાની ચાવી હોય છે. તેવી જ રીતે જ્યાં કોઈ સમસ્યા હોય છે, ત્યાં તેનો કોઈ ન કોઈ ઉકેલ પણ હોય છે અને આયુર્વેદ પાસે આ સમસ્યાનો યોગ્ય સમાધાન છે કે થાકને પહોંચી વળવામાં આપની મદદ કરશે.

નીચે અમે થાક મટાડવાનાં કેટલાક આયુર્વેદિક ઉપાચોર જણાવ્યા છે કે જેનો આપ અવશ્ય ઉપયોગ કરી અજમાવવા માંગશો. અમને વિશ્વાસ છે કે આપને આનાથી ખૂબ લાભ થશે. આવો જોઇએ.

અકારણે થાક અને નબળાઈ લાગે, તો અજમાવો આયુર્વેદિક નુસ્ખાઓ :

1. જીરૂં :

1. જીરૂં :

આ એક ખૂબ સામાન્ય ભારતીય મસાલો છે કે જેનો ઉપયોગ દરેક ઘરમાં દરોજ થાય છે. જો દરરોજ એક કપ ગરમ જીરૂંની ચાનું સેવન કરવામાં આવે અથવા જો દરરોજ સેકેલા જીરૂંના પાવડરનું સેવન કરવામાં આવે, તો આપને થાક દૂર કરવામાં સહાય મળે છે.

2. હળદર :

2. હળદર :

આનાથી માત્ર હૉર્મોન્સ જ નિયમિત નથી થતાં, પણ આનાથી આપનું પ્રતિરક્ષા તંત્ર પણ મજબૂત થાય છે અને મૂડ પણ સારૂ રહે છે. આ તમામ પ્રકારની બીમારીઓ માટે ફર્સ્ટ એડની જેમ કામ કરે છે.

3. રઈનાં દાણા :

3. રઈનાં દાણા :

રઈનાં દાણાઓમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, કેરોટીન અને મિનરલ્સ હોય છે કે જે શરીરમાં રક્તનું પરિસંચરણ વધારે છે. રઈનાં દાણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને આ પ્રકારે થાકને દૂર કરે છે.

4. આદુ :

4. આદુ :

આ મને હંમેશાથી જ પસંદ છે. એક કપ આદુની ચા પીવો અને થોડીક મિનિટોમાં આપનો થાક દૂર થઈ જશે. તેનું સ્વાદ પણ ત્યારે જ સારૂ આવે ખે જ્યારે તેમાં આદૂની કચડીને કે કૂટીને 10-15 મિનિટ સુધી ચાને ઉકાળવામાં આવે.

5. તજ :

5. તજ :

જો દરરોજ સવારે ઉઠીને એક ટી સ્પૂન તજનાં પાવડરને મધ અને પાણી સાથે લેવામાં આવે, તો તેનાથી થાકમાંથી છુટકારો મળે છે. આપને થોડાક જ અઠવાડિયાઓમાં તેની અસર જણાવા લાગશે. જો તેને તલનાં તેલ સાથે મેળવીને માથે લગાવવામાં આવે, તો થાકનાં કારણે થતા માથાના દુઃખાવામાંથી પણ મુક્તિ મળે છે.

6. અશ્વગંધા :

6. અશ્વગંધા :

વ્યાપક રીતે ઝેરી કરોંદા કે જંગલી ચેરીનાં નામે ઓળખાતા આ રોપાનાં મૂળિયાઓમાં બહુ બધા ઔષધીય ગુણો હોય છે. તે એડ્રેનલ અને થાઇરૉઇડ ગ્લૅંડ્સ માટે ફાયદાકારક હોય છે, એનર્જીનાં સ્તરને વધારે છે, હૉર્મોન્સનાં અસંતુલનને નિયમિત કરે છે. મૂળત્વે આ માનસિક થાક દૂર કરે છે.

7. લસણ :

7. લસણ :

લસણમાં પણ બહુ બધા ઔષધીય ગુણો હો છે. તેનો એંટી ઇમ્ફ્લેમેટરી ગુણ ઇમ્યુન સિસ્ટમ (પ્રતિરક્ષા તંત્ર)ને મજબૂત બનાવે છે. તેનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા તેને કાચું જ ખાવો.

8. ગુગ્ગુલ :

8. ગુગ્ગુલ :

ગુગ્ગુલમાં તરોતાજા એટલે કે ફ્રેશનેસ લાવવાનો ગુણ છે. આ ખરાબ કૉલેસ્ટ્રૉલ ઓછુ કરે છે અને હૃદયની કાર્યક્ષમતા વધારે છે. આપને સલાહ આપવામાં આવે છે કે તબીબ પાસે સલાહ લીધા બાદ જ તેનું સેવન કરો.

9. આંબળો :

9. આંબળો :

આંબળામાં વિટામિન સી પ્રચૂર પ્રમાણમાં હોય છે. તે એડ્રેનલ ગ્લૅંડથી તાણને દૂર કરનાર હૉર્મોનને સ્રાવિત કરવામાં સહાયક હોય છે. સારા પરિણામો માટે ેક ચમચી આંબળા પાવડરનું સેવન ગરમ પાણી સાથે કરો.

Read more about: health ayurveda home remedies
English summary
If you are feeling tired and fatigued too often, then know about a few of these ayurvedic remedies for fatigue, here on Boldsky.
Story first published: Thursday, June 15, 2017, 9:06 [IST]
X
Desktop Bottom Promotion