જે લોકો ભોજનની સાથે વધુ અથાણું ખાય છે, તે જરૂર વાંચો..

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ભારતીય લોકો અથાણું ખાવાનું પસંદ કરે છે. બસ, અથાણાંનું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. ચાહે ઈડલી, ઢોંસા, રોટલી હોય કે ચોખા આપણને દરેક વસ્તુનો સ્વાદ વધારવા માટે અથાણું જોઈએ.

ક્યારેક ક્યારેક અથાણું ખાવું ખરાબ નથી. પરંતુ કહે છે કે અતિ દરેક વસ્તુ ખરાબ હોય છે, એવું જ અથાણાંની સાથે છે, તે પણ સ્વાસ્થ્ય માટે નુકશાનકારી છે.

તેમાં ખૂબ જ તેલ અને મસાલા હોય છે. એટલા માટે તેનું સેવન ઓછું કરો. જી હાં, અથાણાંથી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે. અમે જણાવીએ છીએ તમને અથાણાંનું સેવન કઇ રીતે તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે...

are pickles good for health

થઈ શકે છે હાર્ટની સમસ્યા
તેલ પ્રિઝરવેટિવ હોય છે, અથાણું ખરાબ ના થાય એટલા માટે તેમાં ખૂબ વધારે તેલ નાંખવામાં આવે છે. અથાણાંના ટુકડા ખૂબ વધુ તેલ શોષી લે છે. જો તમે વધારે ખાઓ છો તો આગળ જઈને તમને કોલેસ્ટ્રોલ કે હાર્ટથી સંબંધી સમસ્યાઓ પેદા થવા લાગે છે.

are pickles good for health

સોજા આવે છે
અથાણું સોજાનું કારણ બની શકે છે. અથાણાંમાં રહેલું સોડિયમ વોટર રિટેન્શનનું કારણ બની શકે છે.

બ્લડપ્રેશરવાળા માટે
અથાણાંમાં મીઠું પણ વધારે હોય છે. હાઈપરટેન્શન, સોજા અને વોટર રિટેન્શન જેવી વસ્તુઓ વધારે અથાણાંનું સેવન કરવાથી થાય છે. બ્લડપ્રેશરવાળા માટે અથાણું ખાવું યોગ્ય નથી.

are pickles good for health

કિડની સંબંધી સમસ્યાઓ
અથાણાંના વધારે સેવનથી કિડની સંબંધી સમસ્યાઓ પણ થાય છે. તેનાથી તમારી કિડની ખરાબ પણ થઇ શકે છે.

are pickles good for health

પેટ માટે છે ખરાબ
ખાવાનું પચાવનાર અથાણું તમારા પાચનતંત્રને ખરાબ પણ કરી શકે છે. ડાયરીયા તેની સાઈડ ઈફેક્ટ છે.

are pickles good for health

ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ
કેટલીક સ્ટડિઝથી જાણવા મળ્યું છે કે વધારે મરચાવાળા અથાણાંના વધારે સેવનથી ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ વધી જાય છે.

English summary
Is it bad to eat pickles on a daily basis? Read on to know what happens if you eat them to much...
Story first published: Saturday, May 27, 2017, 11:06 [IST]