For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હળદરયુક્ત દૂધ પીવાના જોરદાર ફાયદાઓ 

By Super Admin
|

હળદર અને દૂધનાં પ્રાકૃતિક પ્રતિજૈવિક ગુણો હોય છે. આ બે પ્રાકૃતિક અવયવોનો પોતાના દૈનિક આહારમાં સમાવેશ કરી આપ અનેક બીમારીઓ અને ચેપોને રોકી શકો છો. હળદરને જ્યારે દૂધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઘણી આરોગ્ય સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

હળદરયુક્ત દૂધ બનાવવાની વિધિ-

* એક ઇંચ હળદરનો ટુકડો લો

* દૂધમાં 15 મિનિટ માટે ઉકાળો.

* દૂધમાંથી હળદરને ચાળી લો.

* દૂધ ઠંડુ કરી પીવો.

આવો પ્રકૃતિનાં આ શાનદાર ઉપહારના 15 શ્રેષ્ઠ ફાયદાઓ પર નજર કરીએ-

1. શ્વાસ સંબંધી બીમારીઓ

1. શ્વાસ સંબંધી બીમારીઓ

હળદરયુક્ત દૂધ પ્રતિજૈવિક હોવાના કારણે જીવાણુ અને વિષાણુનાં ચેપ પર હુમલો કરે છે. તેનાથી શ્વાસ સંબંધી બીમારીઓની સારવારમાં ફાયદો મળે છે, કારણ કે આ મસાલો આપના શરીરમાં ગરમાવો લાવે છે અને ફેફસા તેમજ સાયનસમાં જકડણમાંથી તરત રાહત મળે છે. તે મિર્ગી અને બ્રૉંકાઇટિસના નિદાનની અસરકારક સારવાર પણ છે.

2. કૅંસર

2. કૅંસર

બળતરા તથા સોજો ઓછા કરવાના ગુણોના કારણે તે સ્તન, ત્વચા, ફેફસા, પ્રૉસ્ટેટ તેમજ મોટા આંતરડાનાં કૅંસરને રોકે છે. તે કૅંસર કોશિકાઓમાંથી ડીએનએને થતા નુકસાનને રોકે છે અને કીમોથેરેપીની આડઅસરોને ઘટાડે છે.

3. અનિંદ્રા

3. અનિંદ્રા

હળદરુયક્ત ગરમ દૂધ ટ્રિપ્ટોફૅન નામના ઍમીનોઅમ્લ બનાવે છે કે જે શાંતિપૂર્વકની અને ગાઢ નિંદ્રામાં સહાય કરે છે.

4. સર્દી અને ખાંસી

4. સર્દી અને ખાંસી

પોતાના પ્રતિજીવાણુ અને પ્રતિવિષાણુ ગુણોનાં કારણે હળદરયુક્ત દૂધને સર્દી અને ખાંસીની સર્વશ્રેષ્ઠ સારવાર ગણાય છે. તેનાથી ગળામાં ખરાશ, સર્દી અને ખાંસીમાંથી તરત રાહત મળે છે.

5. સંધિવા

5. સંધિવા

હળદરયુક્ત દૂધને સંધિવા (આર્થરાઇટિસ)ના નિદાન તેમજ રિયુમેટૉઇડ સંધિવાના કારણે સોજાની સારવાર માટે પ્રયોગ કરાય છે. તે સાંધા અને પેશીઓ લવચીક (ફ્લેક્સિબલ) બનાવી દર્દ ઓછુ કરવામાં પણ સહાયક હોય છે.

6. પીડા અને દુઃખાવો

6. પીડા અને દુઃખાવો

હળદરયુક્ત સોનેરી દૂધથી પીડા અને દુઃખાવામાં સૌથી વધુ રાહત મળે છે. તે કરોડરજ્જુના હાડકા તેમજ શરીરમાં સાંધાઓને મજબૂત બનાવે છે.

7. એંટી-ઑક્સીડંટ

7. એંટી-ઑક્સીડંટ

હળદરયુક્ત દૂધ મુક્ત રૅડિકલ્સ સામે લડતા એંટી-ઑક્સીડંટનુ શ્રેષ્ઠ સ્રોત છે. તેનાથી ઘણી બીમારીઓ મટી શકે છે.

8. રક્ત શોધક તરીકે

8. રક્ત શોધક તરીકે

આયુર્વેદિક પરંપરામાં હળદરયુક્ત દૂધને એક શ્રેષ્ઠ રક્ત શોધક ગણવામાં આવે છે. તે શરીરમાં રક્ત પરિસંચરણ (રુધિરાભિસરણ)ને મજબૂત બનાવે છે. તે રક્તને પાતળ કરનાર, લિમ્ફ તંત્ર તેમજ રક્ત વાહિકાઓની ગંદકીને સ્વચ્છ કરનાર હોય છે.

9. યકૃત (લીવર)ને વિષમુક્ત કરવું

9. યકૃત (લીવર)ને વિષમુક્ત કરવું

હળદરયુક્ત દૂધ પ્રાકૃતિક રીતે યકૃત (લીવર)ને વિષમુક્તકરનાર તથા રક્તને શોધિત કરનાર હોય છે કે જે યકૃતને મજબૂત બનાવે છે. તે યકૃતને સહારો આપે છે અને લિમ્ફ તંત્રને સ્વચ્છ કરે છે.

10. હાડકાંઓનુ આરોગ્ય

10. હાડકાંઓનુ આરોગ્ય

હળદરયુક્ત દૂધ કૅલ્શિયમનું સારૂ સ્રોત છે કે જે હાડકાઓને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે જરૂરી હોય છે. ભારતનાં મહાન બૅટધર માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંદુલકર હાડકાઓના શ્રેષ્ઠ આરોગ્ય માટે તેને દરરોજ પીવે છે. હળદરયુક્ત દૂધથી હાડકાઓમાં નુકસાન તેમજ ઑસ્ટિયોપોરેસિસમાં ઘટાડો થાય છે.

11. પાચન સંબંધી આરોગ્ય

11. પાચન સંબંધી આરોગ્ય

આ એક શક્તિશાળી એંટી-સેપ્ટિક હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે-સાથે પેટના અલ્સર તેમજ કોલાઇટિસની સારવાર કરે છે. તેનાથી પાચન બહેતર રહે છે અને અલ્સર, ડાયેરિયા તેમજ અપચો નથી થતાં.

12. માસિક સંબંધી દુઃખાવો

12. માસિક સંબંધી દુઃખાવો

હળદરયુક્ત દૂધ ચામત્કારિક રીતે કાર્ય કરે છે, કારણ કે તેનાથી માસિક ચક્ર દરમિયાન થતા દુઃખાવામાંથી રાહત મળે છે. સગર્ભા મહિલાઓએ આ સોનેરી દૂધ સરળ પ્રસુતિ, પ્રસુતિ બાદના સુધાર, શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન તથા અંડાશયના ઝડપી સંકોચન માટે લેવું જોઇએ.

13. ત્વચા લાલ થવી

13. ત્વચા લાલ થવી

ક્લિયોપાટ્રા કોમળ, ફ્લેક્સિબલ તથા કાંતિમય ત્વચા માટે હળદરયુક્ત દૂધથી સ્નાન કરતા હતાં. તેવી જ રીતે કાંતિમય ત્વચા માટે હળદરયુક્ત દૂધ પીવો. રૂના પુમડાને હળદરયુક્ત દૂધમાં પલાડી અસરગ્રસ્ત ભાગ પર 15 મિનિટ માટે લગાવો. તેનાથી ત્વચા પર લાલાશ અને ચકામા ઓછા થશે. તેનાથી આપની ત્વચા પર નિખાર અને ચમક આવશે.

14. વજન ઘટાડવું

14. વજન ઘટાડવું

હળદરયુક્ત દૂધથી પોષણની ચરબીને નષ્ટ કરવામાં મદદ મળે છે. તે વજનને કાબૂમાં કરવામાં મદદ કરે છે.

15. એક્ઝીમા

15. એક્ઝીમા

એક્ઝીમાની સારવાર માટે દરરોજ એક ગ્લાસ હળદરયુક્ત દૂધ પીવો.

English summary
Turmeric and milk have natural antibiotic properties. Including these two natural ingredients in your everyday diet can prevent diseases and infections.
Story first published: Saturday, October 15, 2016, 21:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X