Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પ્રોસ્ટેટ ગ્રંથિ વધતા રોકવાની 9 રીતો
પ્રોસ્ટેટ એટલે કે મૂત્ર માર્ગમાં અવરોધ. સામાન્ય રીતે આ રોગ થતા તબીબો કાં તો ઑપરેશનની સલાહ આપે છે કે પછી દવાઓથી અવરોધ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આજ-કાલ પુરુષોની ઉંમર જેમ-જેમ વધતી જાય છે, તેમ-તેમ તેમને પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો પણ વધતો જાય છે. પ્રોસ્ટેટની બીમારી ભારતીયોમાં સામાન્ય થતી જઈ રહી છે. જો આપની ઉંમર 30 વર્ષથી ઉપર થઈ ચુકી હોય, તો આ વિશે આપે માહિતી રાખવી જોઇએ.
તેના લક્ષણો વિશે આનાકાની કર્યા વગર ચોક્કસ માહિતી રાખવી જોઇએ. અમે આપને જણાવી દઇએ કે આ એટલી મોટી બીમારી બનતી જઈ રહી છે કે હવે તેના પ્રત્યે જાગૃત કરવા માટે ઝુંબેશો ચલાવાઈ રહી છે.
જો આપે આખી જિંદગી પ્રોસ્ટેટ કૅંસરથી બચવું છે, તો આપે પોતાની લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો પડશે. આવો જાણીએ કેટલીક સરળ ટિપ્સ કે જેનાથી આપ પ્રોસ્ટેટ ગ્રંથિની ખરાબીમાંથી બચી શકો છો.

ઝિંકથી ભરપૂર આહાર ખાવો
ઝિંક એક મુખ્ય ખનિજ છે કે જે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણને જાળવી રાખવામાં મદદ કરે છે. દરરોજ 50થી 100 મિલી ગ્રામ ઝિંક જરૂર લેવું જોઇએ.

કાચા લસણનું સેવન
લસણ 20 ટકા સુધી પ્રોસ્ટેટ કૅંસરનાં વિકાસની શક્યતાઓ ઘટાડી શકે છે. આપે દરરોજ કાચુ લસણ જ ખાવું જોઇએ.

ઓરીગેનો
આ એક એંટી-કૅંસર એજંટ છે. તે પ્રોસ્ટેટ કૅંસર પેદા કરનાર સેલ્સને મારી નાંખે છે. તેથી પોતાના ભોજનમાં બહુ બધુ ઓરીગેનો નાંખીને ખાઓ.

સૉ પાલમેટો
આ એક વૃક્ષ છે કે જેનો અર્ક પ્રોસ્ટેટ ગ્રંથિની બળતરાને ઓછું કરે છે. આ પ્રાકૃતિક રીતે વધેલા પ્રોસ્ટેટની સમસ્યાને દૂર કરે છે.

મોબાઇલ રેડિએશન
ઘણા છોકરાઓ પોતાના મોબાઇલ ફોનને પોતાના પેંટના ખિસ્સામાં રાખે છે. આ આદત ખૂબ જ ખરાબ હોય છે, કારણ કે મોબાઇલ ફોનમાંથી નિકળતા રેડિએશન પ્રોસ્ટેટ ગ્રંથિને નુકસાન પહોંચાડી શકે છે.

ધૂમ્રપાન છોડો
ધૂમ્રપાન કરવાથી આપના શરીરનાં દરેક અંગ પર ગંદી અસર પડે છે. જો આપ ધૂમ્રપાનની મોટી કુટેવ ધરાવો છો, તો આપની પ્રોસ્ટેટ ગ્રંથિ ખરાબ થઈ શકે છે.

બહુ બધુ પાણી પીવો
પેશાપ કરતા પહેલા આપે બહુ બધુ પાણી પીવું જોઇએ. જો આપ વધુ પાણી નહીં પીવો, તો આપના મૂત્ર માર્ગની માંસપેશીઓ સંકોચાવા લાગશે.

યોગ્ય અંડરવિયર પહેરો
જો આપનું અંડરવિયર ખૂબ ટાઇટ હશે, તો આપની જનનેન્દ્રિય દબાયેલી રહેશે અને સાથે ગરમ પણ થઈ જશે. જનનેન્દ્રિયને ઓવરહીટિંગથી બચાવો.

ઓછુ કૅફીન લો
દારૂ અને કૉફીનું સેવન ઘટાડો. દિવસમાં માત્ર એક કપ કૉફી પીવી યોગ્ય રહે છે.



Click it and Unblock the Notifications











